android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhachau : કકરવા ગામે ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ, સતત 13થી વધુ કલાકથી આગ યથાવત
calendar_today January 29, 2026

Bhachau : કકરવા ગામે ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ, સતત 13થી વધુ કલાકથી આગ યથાવત

ભચાઉ તાલુકાના કકરવા ગામમાં આવેલા ઘાસચારા ના ગોડાઉનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગ લાગ્યાને 13 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી પ્રાપ્ત માહિતી મુજબ, ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, ગોડાઉનમાં સંગ્રહિત લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થયો છે. ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણ થતા ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને છેલ્લા 13થી વધુ કલાકથી સતત આગ કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. આગની તીવ્રતા જોતા અન્ય વિસ્તારોમાંથી પણ ફાયર ટીમોને મદદ માટે બોલાવવામાં આવી છે. આગના કારણે ભારે આર્થિક નુકસાન હાલ સુધી કોઈ જાનહાનિ નથી, પરંતુ આગના કારણે ભારે આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ પર કાબૂ આવ્યા બાદ કારણોની તપાસ હાથ ધરવામાં આવશે.આ પણ વાંચો----     Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward
Surat માં ગજેરા ગ્રુપ પર ITના દરોડાનો બીજો દિવસ, "તપાસથી મને કોઈ ફરક પડતો નથી" - વસંત ગજેરા
calendar_today January 29, 2026

Surat માં ગજેરા ગ્રુપ પર ITના દરોડાનો બીજો દિવસ, "તપાસથી મને કોઈ ફરક પડતો નથી" - વસંત ગજેરા

સુરતના જાણીતા લક્ષ્મી ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત્ રહી છે. ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુની ગજેરાના વિવિધ ઠેકાણાઓ પર IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ મામલે મૌન તોડતા વસંત ગજેરાએ પોતે જ ઇન્કમટેક્સની રેડ પડી હોવાની પુષ્ટિ કરી છે. તેમણે અત્યંત મક્કમતા સાથે જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ પોતાની કામગીરી કરી રહ્યું છે અને અમે અમારો વ્યવસાય કરી રહ્યા છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે આ પ્રકારના ચેકિંગથી તેમને કોઈ ફરક પડતો નથી અને તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.હીરા ઉદ્યોગમાં હડકંપ આ દરોડા દરમિયાન મેહુલ ચોક્સી સાથેના જોડાણ અંગે પૂછવામાં આવતા વસંત ગજેરાએ સ્પષ્ટ નકાર ભણ્યો હતો અને જણાવ્યું હતું કે આ મુદ્દે તેમને કંઈ જ ખબર નથી. ઉલ્લેખનીય છે કે, હીરા ઉદ્યોગ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ગજેરા બંધુઓને ત્યાં ચાલી રહેલી આ તપાસમાં મોટાપાયે હિસાબી દસ્તાવેજો અને ડિજિટલ ડેટાની ચકાસણી કરવામાં આવી રહી છે. સુરતના હીરા બજારમાં આ રેડને પગલે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે, જ્યારે ઉદ્યોગપતિએ પોતે જ સામે આવીને નિવેદન આપતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ પણ વાંચો : Kutch ની ધરા ફરી ધ્રુજી, ભચાઉમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ફફડાટ

Read Full Story arrow_forward
Gandhinagar News : 112 ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા 4 મહિનામાં 3.82 લાખથી વધુ ઇમરજન્સી કેસ એટેન્ડ કરાયા
calendar_today January 29, 2026

Gandhinagar News : 112 ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા 4 મહિનામાં 3.82 લાખથી વધુ ઇમરજન્સી કેસ એટેન્ડ કરાયા

આ મુલાકાતનો મુખ્ય હેતુ ઇમરજન્સી સેવાઓની કામગીરી બારીકાઈથી સમજવાનો અને તેને વધુ ઝડપી બનાવવાનો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી '૧૧૨' ઈમરજન્સી નંબર પોલીસ, ફાયર બ્રિગેડ, મેડિકલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચાઈલ્ડ હેલ્પલાઈન અને મહિલા હેલ્પલાઈન માટે એક જ 'સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ' તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે. એક દિવસમાં સરેરાશ 12 હજારથી વધુ કોલ એટેન્ડ કરાયા મુલાકાત દરમિયાન ડો. રાવે ઈમરજન્સી કોલને કેવી રીતે એટેન્ડ કરવામાં આવે છે, તેને કઈ કેટેગરીમાં વહેંચવામાં આવે છે અને જીપીએસ સિસ્ટમ દ્વારા નજીકની ગાડીને કેવી રીતે સ્થળ પર મોકલવામાં આવે છે તે અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ડેટા એનાલિટિક્સના ઉપયોગ દ્વારા ઇમરજન્સીમાં મદદ પહોંચાડવાનો સમય ઘટાડીને ૧૦ મિનિટથી પણ ઓછો કરવા સૂચન કર્યું હતું. રાજ્યભરમાં '૧૧૨' ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા ૪ મહિનામાં કુલ ૩,૮૨,૭૨૮ ઇમરજન્સી કેસ એટેન્ડ કરવામાં આવ્યાં છે. ઇમરજન્સી પરિસ્થિતિમાં એક દિવસમાં સરેરાશ ૧૨,૦૦૦ થી વધુ કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. આ સેવામાં જાન્યુઆરી ૨૦૨૬માં સરેરાશ રિસ્પોન્સ ટાઇમ ૧૧ મિનિટ ૫૬ સેકન્ડ રહ્યો છે. સમગ્ર ટીમની કામગીરીની દર મહિને સમીક્ષા કરવામાં આવશે ડો. કે.એલ.એન. રાવે સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, ફિલ્ડમાં હાજર પોલીસ અને કંટ્રોલ રૂમ વચ્ચેનો સચોટ તાલમેલ જ આ સેવાની સફળતાનો પાયો છે. ૧૧૨ સેવાની ટેકનોલોજી, હ્યુમન રિસોર્સ અને સમગ્ર ટીમની કામગીરીની દર મહિને સમીક્ષા કરવામાં આવશે. ફીલ્ડમાં રહેલી ટીમો 'MDT' એપ્લિકેશનનો ઉપયોગ કરવા અને પ્રોટોકોલ મુજબ કામ થાય તે અંગે પણ ડો. રાવે ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, નાગરિકોને મુશ્કેલીના સમયે ઝડપથી મદદ મળી રહે તે હેતુથી ગુજરાતની '૧૧૨' સેવાને સમગ્ર દેશમાં એક આદર્શ અને ભરોસાપાત્ર મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય છે. આ મુલાકાતમાં તેમની સાથે એડીશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન, ખુરશીદ અહેમદ, આઈજીપી દીપક મેઘાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પણ વાંચો : Extra Comment : અરિજિત અને એ.આર. રહેમાન : વાત સંતોષ-અસંતોષની

Read Full Story arrow_forward