android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: જંગલેશ્વર ડિમોલિશન મામલે નેતાજીના બે રુપ, નરેન્દ્ર ડવનો પત્ર થયો વાયરલ
calendar_today January 29, 2026

Rajkot: જંગલેશ્વર ડિમોલિશન મામલે નેતાજીના બે રુપ, નરેન્દ્ર ડવનો પત્ર થયો વાયરલ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જ્યારે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે સ્થાનિક લોકોની સાથે નેતાઓનો પણ વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યા જ્યારે ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર ડવનો એક જૂનો પત્ર સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો. આ પત્રએ કોર્પોરેટરની કથની અને કરણી વચ્ચેનો મોટો તફાવત ખુલ્લો પાડી દીધો છે.વાયરલ થયેલા પત્રમાં શું હતુ? વાયરલ થયેલો આ પત્ર નરેન્દ્ર ડવ દ્વારા સીધો મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવ્યો હતો. પત્રમાં તેમણે રજૂઆત કરી હતી કે જંગલેશ્વરના નદીકાંઠાના વિસ્તારમાં મોટાપાયે દબાણો થયા છે. આ દબાણોને કારણે રસ્તાઓ સાંકડા થઇ ગયા છે અને ટ્રાફિરની સમસ્યા સર્જાય છે. તેમણે આગ્રહ કર્યો હતો કે લોકહિતમાં આ દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે અને રસ્તો ખુલ્લો કરવામાં આવે. વિરોધ અને વાસ્તવિકતા આશ્ચર્યની વાત એ છે કે, જે નેતાએ પોતે આ દબાણો હટાવવા માટે લેખિતમાં માગ કરી હતી, તે જ નેતા જ્યારે ડિમોલિશન શરૂ થયું ત્યારે લોકોની વચ્ચે જઈને તેનો વિરોધ કરતા નજરે પડ્યા હતા. એક તરફ પત્ર દ્વારા તંત્રને કામગીરી કરવા દબાણ કરવું અને બીજી તરફ જનતાની સામે 'લોકસેવક' બનીને વિરોધમાં બેસવું, એ વાત અત્યારે ચર્ચાનો વિષય બની છે. સંદેશ ન્યુઝ વાયરલ પત્રની પુષ્ટિ કરતુ નથી. આ પણ વાંચોઃ Dwarka: CM ભૂપેન્દ્ર પટેલે દ્વારકાધીશના ચરણે શીશ ઝૂકાવ્યું, સર્વાંગી કલ્યાણની કરી પ્રાર્થના 

Read Full Story arrow_forward
Rajkot : વિંછીયાના નાના માત્રા ગામે યુવકની કાર નીચે કચડી હત્યા કરાતા ખળભળાટ, કૌટુંબિક ભાઇની માતાનો હાથ પકડતા ઉગ્ર બબાલ, આરોપીની ધરપકડ
calendar_today January 29, 2026

Rajkot : વિંછીયાના નાના માત્રા ગામે યુવકની કાર નીચે કચડી હત્યા કરાતા ખળભળાટ, કૌટુંબિક ભાઇની માતાનો હાથ પકડતા ઉગ્ર બબાલ, આરોપીની ધરપકડ

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના નાના માત્રા ગામે કૌટુંબિક ભાઇની માતાનો હાથ પડકવા મામલે ભયાનક સ્વરૂપ ધારણ કરતા એક યુવકની કાર નીચે કચડીને હત્યા કરવામાં આવી છે.10 વર્ષની દીકરીને ગંભીર ઇજા આ આ ઘટનામાં યુવક અને તેની 10 વર્ષની દીકરી પર કાર ચડાવી દેવાઇ હતી જેમાં યુવકનું મોત થયું હતું જ્યારે તેની દીકરી ને ગંભીર ઇજા થઇ હતી જેને સારવાર માટે ખસેડાઇ હતી કૌટુંબિક ભાઇની માતાનો હાથ પકડતા ઉગ્ર બબાલ પ્રાપ્ત માહિતી અનુસાર, કૌટુંબિક ભાઇની માતાનો હાથ પકડતા ઉગ્ર બબાલ થઇ હતી. આ ઝઘડો વધતા આરોપી ભગા મનસુખ ગરાભડીયાએ વાડીએ કામ કરી રહેલા યુવક અને તેની દીકરી પર જાણે જોઈને કાર ચડાવી દીધી હતી. યુવકનું સારવાર દરમિયાન મોત ઘટનામાં બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. દીકરીની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આરોપી ભગા મનસુખ ગરાભડીયાની ધરપકડ વિંછીયા પોલીસે આ મામલે હત્યા અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપી ભગા મનસુખ ગરાભડીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચાર સંતાનો પિતાની છત્રછાયા ગુમાવી બેઠા આ ઘટનામાં યુવકના ચાર સંતાનો પિતાની છત્રછાયા ગુમાવી બેઠા છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.આ પણ વાંચો ----   Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું 

Read Full Story arrow_forward
Ahmedabad News : બલોલનગર બાળ તસ્કરી પર ACP નો મોટો ખુલાસો, જાણો શું કહ્યું...
calendar_today January 29, 2026

Ahmedabad News : બલોલનગર બાળ તસ્કરી પર ACP નો મોટો ખુલાસો, જાણો શું કહ્યું...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોબલનગર પાસે એક કારને આંતરીને બાળ તસ્કરીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં વંદના પંચાલ, સુમિત યાદવ, રોશન અગ્રવાલ અને મૌલિક દવેની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી હિંમતનગરના યુનુસ પાસેથી માત્ર રૂ. 60 હજારમાં નવજાત બાળકને ખરીદીને હૈદરાબાદના એજન્ટ નાગરાજને રૂ. 3.60 લાખમાં વેચવા માટે એરપોર્ટ જઈ રહી હતી. ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું હતું કે, આ આરોપીઓ અગાઉ પણ બાળ તસ્કરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે અને જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી આ કાળો કારોબાર શરૂ કર્યો હતો.ACP ભરત પટેલનું નિવેદન આ આખું નેટવર્ક ત્રણ તબક્કામાં ચાલતું હતું, જેમાં સાબરકાંઠા અને હિંમતનગરની હદમાંથી બાળકો મેળવી તેને ઊંચા ભાવે અન્ય રાજ્યોમાં વેચવામાં આવતા હતા. પોલીસને શંકા છે કે આ ટોળકીએ અગાઉ પણ અનેક બાળકોના સોદા કર્યા હોઈ શકે છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચની ત્રણ અલગ-અલગ ટીમો આ કેસના મૂળ સુધી પહોંચવા માટે હિંમતનગર અને હૈદરાબાદમાં તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ માનવ તસ્કરીનો ગુનો નોંધીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આ રેકેટમાં સંડોવાયેલા અન્ય એજન્ટોના નામ પણ સામે આવી શકે. આ પણ વાંચો : Surat માં ગજેરા ગ્રુપ પર ITના દરોડાનો બીજો દિવસ, "તપાસથી મને કોઈ ફરક પડતો નથી" - વસંત ગજેરા

Read Full Story arrow_forward