android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadમાં પાસપોર્ટ અરજદારો માટે વિશેષ કેમ્પ યોજાશે, અરજદારો એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી શકશે, જુઓ Video
calendar_today January 29, 2026

Ahmedabadમાં પાસપોર્ટ અરજદારો માટે વિશેષ કેમ્પ યોજાશે, અરજદારો એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી શકશે, જુઓ Video

સામાન્ય, તત્કાળ પાસપોર્ટની એપોઇન્ટમેન્ટ ઓનલાઇન મળશે અને એપોઇન્ટમેન્ટ પાસપોર્ટ સેવા વેબ પોર્ટલ પર ઓનલાઇન મળશે અને જૂની તારીખનો ઉપયોગ ન કરી શક્યા હોય તેને પણ તક મળશે અને અરજદારો એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી શકશે. અમદાવાદ શહેરના રિજનલ પાસપોર્ટ કેન્દ્ર દ્વારા પાસપોર્ટ અરજદારો માટે નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. 1 જાન્યુઆરી, 2026થી પાસપોર્ટ સંબંધિત પૂછપરછ તથા દસ્તાવેજો જમા કરવાની પ્રક્રિયામાં નવી વ્યવસ્થા અમલમાં આવી છે. ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વગર પણ પૂછપરછ થઈ શકશે આ સિવાય પાસપોર્ટ અરજદારોને દર સોમવાર અને બુધવાર (રજાના દિવસો સિવાય) સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી, કોઈપણ પ્રિ પ્લાન ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વગર પણ પૂછપરછ કરવા અથવા દસ્તાવેજો જમા કરવા માટે કાર્યાલયમાં આવવાની છૂટ આપવામાં આવી છે. જેથી અરજદારોને સરળતા રહેશે. આ પણ વાંચો : Gandhinagar News : વર્ષ 2023, 2024 અને 2025માં એમ સળંગ ત્રણ વર્ષ ગુજરાતના ટેબ્લો આ શ્રેણીમાં મેળવ્યા છે પ્રથમ પુરસ્કાર

Read Full Story arrow_forward
Weather Update Today: કડકડતી ઠંડીથી મળશે રાહત, પરંતુ માછીમારો માટે ચેતવણી
calendar_today January 29, 2026

Weather Update Today: કડકડતી ઠંડીથી મળશે રાહત, પરંતુ માછીમારો માટે ચેતવણી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાતિલ ઠંડીમાંથી હવે નાગરિકોને આંશિક રાહત મળે તેવા સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે, જેના કારણે ઠંડીનું જોર ઘટશે.તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં લઘુતમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, તાપમાન વધવા છતાં આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં 'બેવડી ઋતુ' એટલે કે મિશ્ર હવામાનનો અનુભવ થશે. દિવસે ગરમી અને વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો અહેસાસ નાગરિકોને પરેશાન કરી શકે છે. માછીમારો માટે રેડ એલર્ટ, દરિયો ન ખેડવા સૂચના એક તરફ ઠંડીથી રાહત મળી રહી છે, તો બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરી છે. દરિયામાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. હવામાનમાં આવી રહેલા આ પલટાને કારણે સ્વાસ્થ્ય બાબતે પણ કાળજી રાખવી જરૂરી છે, કારણ કે તાપમાનના ઉતાર-ચઢાવથી શરદી-ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધી શકે છે. આ પણ વાંચો - Uttar Pradesh પર કુદરતનો કહેર, વરસાદ-બરફવર્ષા અને કરાથી જનજીવન અસ્તવ્યસ્ત

Read Full Story arrow_forward
Surat : તંત્રની બેદરકારીએ લીધો 5 વર્ષના બાળકનો ભોગ, મગદલ્લા બ્રિજ પર પાળીમાંથી પડી જતા બાળકનું મોત
calendar_today January 29, 2026

Surat : તંત્રની બેદરકારીએ લીધો 5 વર્ષના બાળકનો ભોગ, મગદલ્લા બ્રિજ પર પાળીમાંથી પડી જતા બાળકનું મોત

સુરતના મગદલ્લા બ્રિજ પર પાળી પરથી નદીમાં પડી જતા 5 વર્ષના મેહુલ મનુભાઈ નાયક નિર્દોષ બાળકનું દુર્ભાગ્યવશ મોત થયું છે.તંત્રની ગંભીર બેદરકારી મેહુલ દાહોદનો વતની હતો અને હાલમાં તેના પરિવારજનો સાથે કોન્ટ્રાક્ટરની સાઇડ પર રહેતો હતો. ઘટનાને કારણે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ બાળક અચાનક જ બ્રિજ પરથી પડી ગયો પ્રાપ્ત માહિતી અનુસાર, પાળી પર રમી રહેલો આ બાળક અચાનક જ બ્રિજ પરથી પડી ગયો હતો. મગદલ્લા બ્રિજ નીચે રહેતા મજૂરોએ તાત્કાલિક તાપી નદીમાં શોધખોળ શરૂ કરી, અને એક કલાકની ભારે મહેનત પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો ઇચ્છાપોર પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી ઇચ્છાપોર પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો----      Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward