Superjet-100 વિમાન હવે ભારતમાં બનાવવામાં આવશે! HAL અને રશિયા વચ્ચે ઐતિહાસિક કરાર
ભારતના ઉડ્ડયન ક્ષેત્ર માટે એક ઐતિહાસિક પગલું ભરાયું છે. હવે રશિયાનું પ્રખ્યાત સુપરજેટ-100 (SJ-100) વિમાન ભારતમાં બનાવવામાં આવશે. ભારતની અગ્રણી એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન (UAC) વચ્ચે ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત મહત્વપૂર્ણ કરાર થયો છે. “વિંગ્સ ઇન્ડિયા” આ કરાર પર હસ્તાક્ષર હૈદરાબાદમાં આયોજિત “વિંગ્સ ઇન્ડિયા” આંતરરાષ્ટ્રીય એવિએશન પ્રદર્શન દરમિયાન કરવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, આ ભાગીદારીનો મુખ્ય હેતુ ભારતની વિદેશી વિમાન આયાત પરની નિર્ભરતા ઘટાડવી અને દેશની પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત બનાવવી છે. SJ-100 નું લાઇસન્સ આ કરાર હેઠળ HAL ભારતમાં ટ્વીન-એન્જિન નેરો-બોડી જેટ SJ-100 નું લાઇસન્સ આધારિત ઉત્પાદન કરશે. શરૂઆતમાં આ વિમાન સેમી-નોક-ડાઉન (SKD) સ્વરૂપે બનાવવામાં આવશે, એટલે કે કેટલાક મુખ્ય ભાગો બહારથી આવશે અને એસેમ્બલી ભારતમાં થશે. ધીમે ધીમે દેશમાં લોકલ મેન્યુફેક્ચરિંગ વધારવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ત્રણ વર્ષમાં ઉત્પાદન શરૂ કરવાની યોજના HAL ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરએ જણાવ્યું કે કંપની આગામી ત્રણ વર્ષમાં ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે શરૂઆતના દોઢ વર્ષમાં લગભગ 10 વિમાન ઉપલબ્ધ થઈ શકે છે. ભારત જેવા વિશાળ દેશ માટે 200 થી વધુ SJ-100 વિમાનની જરૂરિયાત હોવાની સંભાવના તેમણે વ્યક્ત કરી. ટેક્નોલોજીથી સમૃદ્ધ વાણિજ્યિક વિમાન HAL નો ઉદ્દેશ્ય ફક્ત ઉત્પાદન માટે રાહ જોવાનો નથી, પરંતુ શક્ય તેટલી ઝડપથી વિમાનોને ઉડાન માટે તૈયાર કરવાનો છે. આ માટે HAL 10 થી 20 વિમાન સીધા રશિયાથી ભાડે લેવાની અથવા ખરીદવાની યોજના બનાવી રહી છે, જેથી સ્થાનિક એરલાઇન્સ ઝડપથી સેવાઓ શરૂ કરી શકે. સુપરજેટ-100 એક આધુનિક અને ટેક્નોલોજીથી સમૃદ્ધ વાણિજ્યિક વિમાન છે. તેમાં સામાન્ય રીતે 87 થી 108 મુસાફરો માટે બેઠકો હોય છે. આ વિમાન હાલમાં નવ રશિયન એરલાઇન્સ ઉપરાંત અનેક સરકારી અને આંતરરાષ્ટ્રીય ઓપરેટરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. કરારથી ભારતને માત્ર ટેકનોલોજી ટ્રાન્સફર આ કરારથી ભારતને માત્ર ટેકનોલોજી ટ્રાન્સફર નહીં મળે, પરંતુ રોજગાર, કુશળતા વિકાસ અને એરોસ્પેસ ઈકોસિસ્ટમ ને પણ મોટો ફાયદો થશે. સાથે જ, નાના અને મધ્યમ શહેરોને હવાઈ જોડાણ આપવાના ભારતના સપનાને આ યોજના નવી ઉડાન આપશે. આ પણ વાંચો : Economic Survey : અમેરિકા સાથે ક્યારે સોદો થશે? ટેરિફ અંગે કોઈ તણાવ નહીં !
Read Full Story arrow_forward