android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gadhada માં મતદાર યાદી પર મહાસંગ્રામ, 1100 થી વધુ નામો કમી કરવાના કાવતરાનો કોંગ્રેસનો ગંભીર આરોપ!
calendar_today January 29, 2026

Gadhada માં મતદાર યાદી પર મહાસંગ્રામ, 1100 થી વધુ નામો કમી કરવાના કાવતરાનો કોંગ્રેસનો ગંભીર આરોપ!

બોટાદ જિલ્લાના ગઢડામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મોટું કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે અંદાજે 1100 થી વધુ મતદારોના નામ યાદીમાંથી કમી કરવા માટે ખોટી રીતે 'ફોર્મ નંબર 7' ભરી દેવામાં આવ્યા છે. વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના સદસ્ય કુલસમ ચૌહાણ સહિતના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે દોડી જઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસનો દાવો છે કે સત્તાધારી પક્ષના ઈશારે મતદારોના અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે અને સ્થળાંતરના બહાને સ્થાનિક મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે.ગઢડા ચૂંટણી પહેલાં જ ગરમાવો આ મામલે કોંગ્રેસે મામલતદારને રજૂઆત કરી છે કે કચેરીના CCTV ફૂટેજ તપાસવામાં આવે જેથી ખબર પડે કે આટલી મોટી સંખ્યામાં ખોટા ફોર્મ કોણે જમા કરાવ્યા છે. વિરોધ પક્ષે આ ઘટનામાં સંડોવાયેલા દોષિતો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે. જો આગામી દિવસોમાં આ મામલે યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે અને મતદાર યાદીમાં સુધારો કરવામાં નહીં આવે, તો ગઢડામાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ વિવાદને પગલે સમગ્ર બોટાદ જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ પણ વાંચો : Patan News : હારીજ નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપ, સત્તાની ખેંચતાણમાં બળવાખોરોએ પક્ષની છબી ખરડી!

Read Full Story arrow_forward
Banaskantha News : પાલનપુરના ખોડલા નજીક બે બાળકોને કચડી નાંખનાર કાર ચાલકને 10 વર્ષની કેદ
calendar_today January 29, 2026

Banaskantha News : પાલનપુરના ખોડલા નજીક બે બાળકોને કચડી નાંખનાર કાર ચાલકને 10 વર્ષની કેદ

પાલનપુર તાલુકાના ખોડલા ગામ નજીક બે માસુમ બાળકોને કારથી અડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર કાર ચાલકને કોર્ટ દ્વારા 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ અંગે સેસન્સ કોર્ટના ન્યાયાધીશે આરોપી સાગર રાવળને દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો છે.સાગર રાવળે બેદરકારીપૂર્વક કાર ચલાવી 2 બાળકોને અડફેટે લીધા હતા પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2024માં ખોડલા નજીક સાગર રાવળે બેદરકારીપૂર્વક કાર ચલાવતા માર્ગ પર ચાલતા બે બાળકોને અડફેટે લીધા હતા. ઘટનામાં 6 વર્ષ અને 8 વર્ષના બે બાળકોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બાળકોની માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી.  પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આ દુર્ઘટનાને પગલે મૃતક બાળકોના પિતાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ કેસ કોર્ટમાં ચાલ્યો હતો. સાક્ષ્યો અને પુરાવાના આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 10 વર્ષની સજા ફટકારી છે. આ પણ વાંચો-----    Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, નવા નિયમો માટે રોક લગાવી રહ્યા છીએ : SC
calendar_today January 29, 2026

Gujarat Latest News Live : UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, નવા નિયમો માટે રોક લગાવી રહ્યા છીએ : SC

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward