android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar news: ફાયર ફાઇટિંગમાં ‘ગજરાજ’ની એન્ટ્રી, નવા 9 વાહનો સાથે પાટનગરનું ફાયર સેફ્ટી કવચ મજબૂત
calendar_today January 29, 2026

Gandhinagar news: ફાયર ફાઇટિંગમાં ‘ગજરાજ’ની એન્ટ્રી, નવા 9 વાહનો સાથે પાટનગરનું ફાયર સેફ્ટી કવચ મજબૂત

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં થઈ રહેલા સતત શહેરી વિસ્તરણને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા માટે ફાયર વિભાગને વધુ સજ્જ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ફાયર બ્રિગેડના કાફલામાં નવા અદ્યતન 9 ફાયર વાહનોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનાથી કટોકટીના સમયે કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે.કાફલામાં કયા વાહનોનો થયો ઉમેરો? ફાયર વિભાગ દ્વારા અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતા વાહનો વસાવવામાં આવ્યા છે, જેમાં 3 ગજરાજ (વોટર ટેન્કર) - જે પાણીની મોટી ક્ષમતા ધરાવે છે, 3 ઇમરજન્સી (રેસ્ક્યૂ) ટેન્ડર - અકસ્માત કે અન્ય આફતોમાં બચાવ કામગીરી માટે અને 3 મીની ફાયર ફાઇટર - સાંકડી ગલીઓ કે ઓછી જગ્યામાં ઝડપથી પહોંચવા માટે ઉપયોગ થાય છે. એમ કૂલ 9 નવા વાહનોનો સમાવેશ ગાંધીનગર ફાયર વિભાગમાં કરવામાં આવ્યો છે. કયા વિસ્તારોને મળશે લાભ? ગાંધીનગર શહેરની હદ વિસ્તર્યા બાદ નવા બનેલા સબ ફાયર સ્ટેશનો પર આ સુવિધા ફાળવવામાં આવશે. મુખ્યત્વે સરગાસણ, ભાટ અને રાંધેજા સબ ફાયર સ્ટેશનોને આ નવા વાહનો સોંપવામાં આવશે. આ વિસ્તારોમાં વસ્તી અને ઈમારતોની સંખ્યા વધતા ફાયર સ્ટેશન પર આધુનિક સંસાધનોની જરૂરિયાત ઊભી થઈ હતી, જે હવે પૂર્ણ થઈ છે. આ નવા વાહનોના આવવાથી આગ જેવી દુર્ઘટનાઓ સમયે પ્રતિસાદ સમય (Response Time) ઘટશે અને જાન-માલનું નુકસાન અટકાવવામાં મોટી મદદ મળશે. આ પણ વાંચો - Gandhinagar News: ચાંદખેડા દુષ્કર્મ કેસમાં કોર્ટનો ચુકાદો, આરોપી રમેશ પ્રજાપતિને 14 વર્ષની સખ્ત કેદની સજા

Read Full Story arrow_forward
Surat News : સ્માર્ટ સિટી સુરતનું સ્માર્ટ મોડેલ, હવે ‘ડાયમંડ સિટી’ બનશે ‘ઝીરો વેસ્ટ સિટી, વાંચો Inside Story
calendar_today January 29, 2026

Surat News : સ્માર્ટ સિટી સુરતનું સ્માર્ટ મોડેલ, હવે ‘ડાયમંડ સિટી’ બનશે ‘ઝીરો વેસ્ટ સિટી, વાંચો Inside Story

સુરત હવે માત્ર ‘ડાયમંડ સિટી’ તરીકે નહીં, પણ ‘ઝીરો વેસ્ટ સિટી’ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા 'અર્બન ડેવલપમેન્ટ વર્ષ' - શહેરી વિકાસ વર્ષની ઉજવણીના અવસરે સુરત મહાનગરપાલિકાએ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે 'ગ્રીન ગ્રોથ'ને પણ પ્રાથમિકતા આપી છે. રિસાયક્લિંગ પ્લાન્ટ હવે સમગ્ર ભારત માટે એક ઉદાહરણરૂપ મોડેલ બન્યો છે વિકાસની હરણફાળ ભરી રહેલું સુરત શહેર હવે પર્યાવરણની જાળવણીમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. મહાનગરપાલિકાએ આગામી બે વર્ષમાં શહેરમાંથી નીકળતા ઘન બાંધકામ કચરા (C&D Waste)ના ૧૦૦ ટકા રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે. એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે કે શહેરનો કોઈપણ બાંધકામ કચરો ડમ્પિંગ સાઈટ સુધી પહોંચવાને બદલે સ્થળ પર જ અથવા પ્લાન્ટમાં રિસાયકલ થઈ પુનઃ વપરાશમાં લેવાય. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના બાંધકામ અને ડિમોલિશન કચરાનું વૈજ્ઞાનિક રીતે એકત્રીકરણ કરીને તેને ફરી ઉપયોગમાં લેવા માટે કાર્યરત કરાયેલા કન્સ્ટ્રકશન અને ડિમોલિશન (C&D) વેસ્ટ રિસાયક્લિંગ પ્લાન્ટ હવે સમગ્ર ભારત માટે એક ઉદાહરણરૂપ મોડેલ બન્યો છે. સુપર સ્વચ્છ લીગમાં સુરત સતત અગ્રેસર રહ્યું છે આ પ્રોજેક્ટ શહેરની સાફસફાઈ સાથે પર્યાવરણનું રક્ષણ અને કુદરતી સંસાધનો બચાવવા પણ યોગદાન આપી રહ્યો છે. બાંધકામના કચરાનું ૧૦૦ ટકા રિસાયક્લિંગ કરતા સુરતની આ સ્માર્ટ પહેલ માત્ર સફાઈ પૂરતી મર્યાદિત નથી, પણ તે પર્યાવરણના જતનનું મોટું અભિયાન બન્યું છે. આ રિસાયક્લિંગ પ્રક્રિયાના પરિણામે દર વર્ષે અંદાજે ૫૦૦ ટનથી વધુ CO₂ (કાર્બન ડાયોક્સાઇડ)નું ઉત્સર્જન ઘટાડે છે, જે ૨,૫૦,૦૦૦ કિલો કોલસાની બચત સમાન છે. જેથી કુદરતી સંસાધનો (જેમ કે પથ્થર અને રેતી) ના ખનન પરનું ભારણ ઘટ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં સમગ્ર ભારતમાં સૌથી વધુ ગુણ મેળવી સુરતે દેશમા ફરી એકવાર સ્વચ્છતામાં આગવી ઓળખ ઉભી કરી છે. સુપર સ્વચ્છ લીગમાં સુરત સતત અગ્રેસર રહ્યું છે, ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ દૃઢ પ્રયાસો થઈ રહ્યા છે. વિવિધ પ્રકારના કન્સ્ટ્રક્શન વેસ્ટ મટીરિયલ્સમાંથી ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો બનાવવામાં આવે છે સુરત મનપા, રાજ્ય અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ કચરાને વૈજ્ઞાનિક રીતે રિસાઈકલ અને વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવે છે. શહેરમાં બાંધકામ અને ડિમોલીશન વેસ્ટના ઘન કચરામાંથી બેસ્ટ પ્રોડક્ટસનું ઉત્પાદન કરવા માટે કન્સ્ટ્રક્શન અને ડિમોલીશન વેસ્ટ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. સુરતના કોસાડ ખાતે ૩૦૦ મેટ્રિક ટન પ્રતિ દિવસ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ જનભાગીદારી (PPP) મોડલ હેઠળ કાર્યરત છે, જેમાં દરરોજ અંદાજિત ૮૦ મેટ્રિક ટન ડિમોલીશન વેસ્ટ રિસાયકલ થાય છે. આમ C&D વેસ્ટથી પેવર બ્લોક્સ, વિવિધ પ્રકારના કન્સ્ટ્રક્શન વેસ્ટ મટીરિયલ્સમાંથી ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો બનાવવામાં આવે છે. ક્લિન સિટી સુરતમાં ડેમોલિશન વેસ્ટ હવે વેસ્ટ નહીં, પણ વેલ્થ બની રહ્યો છે સુરત મનપા દ્વારા ક્લિન કન્સ્ટ્રક્શન ગાઈડલાઈન અમલી બનાવી છે. ઈ-ગવર્નન્સના માધ્યમથી નાગરિકો ઘરબેઠાં જ કન્સ્ટ્રક્શન વેસ્ટ ઉપાડવા માટે નોંધણી કરાવી શકે છે. સુરત મનપાએ એક પ્રેરણાદાયી નિર્ણય લેતા પ્લાન્ટમાં નિકળતી રિસાયકલ સામગ્રીને સરકારી ટેન્ડરોમાં પણ ૨૦ ટકા સુધી રિસાયકલ સામગ્રીનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. આ નીતિથી રિસાયકલ થયેલી ચીજવસ્તુઓના માર્કેટને વેગ મળશે અને ‘સર્ક્યુલર ઇકોનોમી’ મજબૂત બનશે.સુરત મનપા દ્વારા અમલી ક્લિન કન્સ્ટ્રક્શન ગાઇડલાઇન શહેરના હવા પ્રદૂષણને ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. સ્માર્ટ મોનિટરિંગને કારણે નાગરિકોની ફરિયાદોમાં ઘટાડો થયો છે. બાંધકામ સ્થળોએ પતરા, શેડ્સ, ધૂળ નિયંત્રણ માટે સ્પ્રિન્કલર્સ અને ગ્રીન નેટનો ફરજિયાત ઉપયોગ આ બધું મળીને સુરતને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સુવાસિત બનાવે છે. કોસાડ સ્થિત પ્લાન્ટમાં ઇંટ, કોન્ક્રીટ, લોખંડના ટુકડાઓને એકત્રિત કરીને સાયન્ટીફીક પ્રોસેસિંગ થકી પુન:ઉપયોગ કોસાડ સ્થિત પ્લાન્ટ વર્ષ ૨૦૧૮થી કાર્યરત થયો ત્યારથી સુરત મહાનગરપાલિકા દ્વારા કલેક્શન સિસ્ટમ મજબૂત બનાવતા ક્રમશ: બાંધકામ અને ડિમોલીશનના ઘનકચરાનું કલેક્શન વધ્યું છે, જેમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૫૭૪૬ મેટ્રિક ટન વેસ્ટ કલેક્શન થયું હતું. વર્ષ ૨૦૧૯-૨૦માં ૩૭૪૫૭ મેટ્રિક ટન, વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૦૬૧૪ મેટ્રિક ટન, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૩૩૧૫ મેટ્રિક ટન, વર્ષ ૨૦૨૨-૨૩ માં ૪૧૪૫૧ મેટ્રિક ટન, ૨૦૨૩-૨૪ માં ૪૯૩૮૧ મેટ્રિક ટન અને ૨૦૨૪-૨૫ માં ૫૮૧૦૬ મેટ્રિક ટન બાંધકામ-ડિમોલીશન વેસ્ટ કલેક્શન કરીને ડમ્પિંગ સાઈટ પર જવાને બદલે રિસાયક્લિંગ કરવામાં આવે છે. આ પ્લાન્ટમાં ઇંટ, કોન્ક્રીટ, લોખંડના ટુકડા વગેરે એકત્રિત કરીને સાયન્ટીફીક પ્રોસેસિંગ થકી ફરી ઉપયોગી બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં Crushed Aggregates, રિસાયકલ કરેલી રેતી, પેવર બ્લૉક અને કોંક્રીટ ઇંટો જેવી ગુણવત્તાવાળી સામગ્રી તૈયાર કરવામાં આવે છે. આ પણ વાંચો : Gandhinagar News : સરકારી ITIમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 2 લાખ કરતાં વધુ તાલીમાર્થીઓને અપાઈ તાલીમ

Read Full Story arrow_forward
Jamnagar News : ઠંડીમાં વહેલી સવારે PGVCLની ટુકડીઓ ત્રાટકતા વીજ ચોરોમાં ફફડાટ
calendar_today January 29, 2026

Jamnagar News : ઠંડીમાં વહેલી સવારે PGVCLની ટુકડીઓ ત્રાટકતા વીજ ચોરોમાં ફફડાટ

જામનગર શહેરમાં શિયાળાની જામતી ઠંડી વચ્ચે આજે વહેલી સવારે વીજચોરો માટે ઠંડીમાં ગરમી જેવો માહોલ સર્જાયો હતો. પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડની ટીમોએ શહેરના યાદવનગર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરીને વીજચોરોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.વહેલી સવારે જ PGVCLનું સરપ્રાઇઝ ચેકિંગ સામાન્ય રીતે શિયાળાની સવારે લોકો ઠંડીના કારણે મોડે સુધી ઘરમાં રહેતા હોય છે, આ બાબતનો લાભ લઈને અનેક તત્વો ગેરકાયદેસર રીતે વીજ વપરાશ કરતા હોય છે. આ વ્યૂહરચનાને માત આપવા માટે PGVCL એ અર્લી મોર્નિંગ ઓપરેશનની રણનીતિ અપનાવી હતી. સૂર્યોદય પહેલા જ વિજતંત્રની અલગ-અલગ ટુકડીઓ યાદવનગર વિસ્તારમાં ત્રાટકી હતી. રહેણાંક અને કોમર્શિયલ પર તવાઈ આ ચેકિંગ ડ્રાઈવ માત્ર ઘરો પૂરતી મર્યાદિત નહોતી. તંત્રએ રહેણાંક વિસ્તારોની સાથોસાથ કોમર્શિયલ એકમો અને નાની દુકાનોમાં પણ વીજ મીટરોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. મીટર સાથે ચેડાં, ડાયરેક્ટ લંગરિયા નાખીને થતી વીજચોરી અને મંજૂર લોડ કરતા વધુ વપરાશ કરતા આસામીઓ સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરપ્રાઇઝ ચેકિંગથી વીજચોરોમાં નાસભાગ સવારના સમયે જેવા વિજતંત્રના વાહનો વિસ્તારમાં દાખલ થયા, ગેરકાયદે વીજ વપરાશ કરતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અનેક લોકોએ ઉતાવળે લંગરિયા હટાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સતર્ક PGVCL સ્ટાફે વીડિયોગ્રાફી સાથે પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ પણ વાંચોઃ Rajkot: જંગલેશ્વરમાં બુલડોઝર સામે વિરોધનો વંટોળ, 2000 પરિવારો પર બેઘર થવાનું સંકટ

Read Full Story arrow_forward