android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સ્વચ્છ સુરતના દાવા પોકળ? ઉત્રાણમાં ગટરના પાણી મુદ્દે મહિલાઓ અને સ્થાનિકોનો પાલિકા સામે મોરચો
calendar_today January 29, 2026

Surat News : સ્વચ્છ સુરતના દાવા પોકળ? ઉત્રાણમાં ગટરના પાણી મુદ્દે મહિલાઓ અને સ્થાનિકોનો પાલિકા સામે મોરચો

સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ઉત્રાણના સાઈ વિસ્તારની સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. અહીં તાપી નદીમાં ગટરનું ગંદુ પાણી સીધું છોડવામાં આવતું હોવાની ઘટના સામે આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરીને મનપાના અધિકારીઓની બેદરકારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં સ્ટોરેજ કરવામાં આવેલું ગટરનું પાણી શુદ્ધિકરણ વગર જ સીધું તાપી નદીમાં વહાવવામાં આવે છે, જે નદીના અસ્તિત્વ અને લોકસ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે.સુરતીઓનો તંત્રને સવાલ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે, ગટરના પાણીની દુર્ગંધને કારણે હવે આ વિસ્તારમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. લોકોએ તંત્રને સવાલ કર્યો છે કે જો સુરતમાં પણ અન્ય શહેરો જેવી ભયાનક ગંદકીની સમસ્યા સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? તાપી નદી કે જે સુરતની જીવાદોરી સમાન છે, તેને પ્રદૂષિત થતી રોકવા માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. જો આગામી દિવસોમાં ગટરના પાણીનો નિકાલ બંધ કરવામાં નહીં આવે તો રહીશોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આ પણ વાંચો : Vadodara News : સંદેશ ન્યૂઝના અહેવાલની સુપર અસર, કપૂરાઇ તળાવ ગંદકીમુક્ત કરવા તંત્ર મેદાનમાં!

Read Full Story arrow_forward
Surat મનપાની ગોકળગતિની કામગીરી, વરાછામાં 9 મહિનાથી ચાલતી કામગીરીથી ટ્રાફિક સમસ્યા વકરતા લોકો પરેશાન
calendar_today January 29, 2026

Surat મનપાની ગોકળગતિની કામગીરી, વરાછામાં 9 મહિનાથી ચાલતી કામગીરીથી ટ્રાફિક સમસ્યા વકરતા લોકો પરેશાન

સુરત શહેરના વરાછા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી ગોકળગતિની કામગીરીને લઈને લોકો ત્રાહિમામ થયા છે. લગભગ નવ મહિનાથી ચાલતી ડ્રેનેજ કામગીરી ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉભી કરી રહી છે.બરોડા પ્રિસ્ટેટ નજીકના માર્કેટ અને દબાણના કારણે ટ્રાફિક જામ સ્થાનિક લોકોની ફરિયાદ અનુસાર, બરોડા પ્રિસ્ટેટ નજીકના માર્કેટ અને દબાણના કારણે 108 એમ્બ્યુલન્સ સહિત વાહનોને મુશ્કેલી પડી રહી છે. વારંવાર ટ્રાફિક જામ સર્જાઇ રહ્યો છે. ઓરમાયું વર્તન વરાછા વિસ્તારના રહેવાસીઓએ કહ્યું કે, મનપાની આ કામગીરીમાં ગેરજવાબદારી અને ઓરમાયું વર્તન જોવા મળે છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે મહાનગરપાલિકામાં ટેક્સ ભર્યા પછી વરાછા વિસ્તારમાં કામ કરવામાં કોર્પોરેશન ઠાગાઠૈયા કરી રહ્યું છે. નેતાઓને આ સમસ્યાની જાણ છે છતાં આ વિસ્તારમાં ફરકતા જ નથી તેવો આરોપ પણ લગાવાયો હતો.લોકોને ભારે હાલાકી સ્થાનિકોના આક્ષેપ મુજબ, વરાછા વિસ્તારમાં કાર્ય દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટ ન હોવાને કારણે લોકો રોજિંદી હાલાકી અનુભવી રહ્યા છે.આ પણ વાંચો----   Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward
Gandhinagar News : વર્ષ 2023, 2024 અને 2025માં એમ સળંગ ત્રણ વર્ષ ગુજરાતના ટેબ્લો આ શ્રેણીમાં મેળવ્યા છે પ્રથમ પુરસ્કાર
calendar_today January 29, 2026

Gandhinagar News : વર્ષ 2023, 2024 અને 2025માં એમ સળંગ ત્રણ વર્ષ ગુજરાતના ટેબ્લો આ શ્રેણીમાં મેળવ્યા છે પ્રથમ પુરસ્કાર

ગુજરાતના આ ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં “પોપ્યુલર ચોઇસ એવોર્ડ” શ્રેણીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માહિતી કમિશ્નરની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવતા ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો છે; તેની ગૌરવપૂર્ણ સિધ્ધિ અંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રભક્તિની સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને ઉજાગર કરતા ગુજરાતના ટેબ્લોને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. બાકીના 15 રાજ્યોએ અનુક્રમે મત મેળવ્યા હતા કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા MYGov પોર્ટલ પર તા.26 જાન્યુઆરીથી શરૂ કરી તા.27 જાન્યુઆરીના રાત્રે 11.45 કલાક સુધી યોજાયેલા મતદાનમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ કલાકથી બીજા દિવસના અંત સુધી સતત અગ્રેસર રહીને કુલ વોટના 43% વોટ સાથે પીપલ્સ ચોઈસ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક સાથે વિજેતા થયો હતો. દ્વિતિય ક્રમે રહેલા ઉત્તર પ્રદેશને 9% મત મળવા પામ્યા હતા, જ્યારે બાકીના 15 રાજ્યોએ અનુક્રમે મત મેળવ્યા હતા. ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતીઆ વર્ષે કર્તવ્ય પથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં વંદે માતરમ્ અને સ્વદેશી ચળવળના સમન્વયથી ઉદ્ભવેલી આઝાદી માટેની ક્રાંતિથી લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભરતા માટે સ્વદેશીના મંત્રની યાત્રાને તાદૃશ રીતે રજૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા 2023ના 74મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરૂ કરી છે. આ પરેડમાં રાજ્ય સરકારે “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત”ના ટેબ્લોમાં વડાપ્રધાન પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી. રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતને આ ગૌરવપૂર્ણ પુરસ્કાર એનાયત કરવામાં આવશે વર્ષ-2024ના 75મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લો “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ 2024માં બીજો ક્રમ મેળવ્યો હતો. જ્યારે વર્ષ 2025માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તે વિકાસ ગાથા પ્રાચીન વિરાસતની ઝાંખી દર્શાવતો ‘આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ’ ટેબ્લો “પોપ્યુલર ચોઇસ એવોર્ડ” મેળવ્યા બાદ એવોર્ડ વિનિંગની આ પરંપરાને સાતત્યપૂર્ણ રીતે આગળ ધપાવતાં વર્ષ 2026ના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ આધારિત ટેબ્લોને પણ આ એવોર્ડ પ્રાપ્ત થતાં ગુજરાતની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. આગામી તા.30 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે પ્રજાસત્તાક પર્વના સમાપન સમારોહમાં કેન્દ્રના રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતને આ ગૌરવપૂર્ણ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ પણ વાંચો : Surat News : સ્માર્ટ સિટી સુરતનું સ્માર્ટ મોડેલ, હવે ‘ડાયમંડ સિટી’ બનશે ‘ઝીરો વેસ્ટ સિટી, વાંચો Inside Story

Read Full Story arrow_forward