android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News : હારીજ નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપ, સત્તાની ખેંચતાણમાં બળવાખોરોએ પક્ષની છબી ખરડી!
calendar_today January 29, 2026

Patan News : હારીજ નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપ, સત્તાની ખેંચતાણમાં બળવાખોરોએ પક્ષની છબી ખરડી!

પાટણ જિલ્લાની હારીજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાના પ્રમુખે પોતાના જ પક્ષના બળવાખોર સભ્યો સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, જેમને પક્ષનું મેન્ડેટ નથી મળ્યું તેવા સભ્યો સત્તા મેળવવાની લાલચમાં ભાજપને બદનામ કરી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પ્રમુખ અને ઉપપ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ધમકીને પગલે સુરક્ષાના કારણોસર પ્રમુખ અને ઉપપ્રમુખ પાલિકાની કાર્યવાહીમાં ગેરહાજર રહ્યા હતા, જેનાથી સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે.ધમકીના ડરે પ્રમુખ-ઉપપ્રમુખ ગેરહાજર પ્રમુખે વધુમાં સ્પષ્ટતા કરી છે કે વિરોધીઓ દ્વારા બિલની ચૂકવણી ન કરવા અંગેના જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. માત્ર પદ છીનવવાના બદઈરાદાથી જ આ પ્રકારના કાવતરાં ઘડવામાં આવી રહ્યા છે. હારીજ ભાજપના સભ્યો વચ્ચેનો આ ગજગ્રાહ હવે શમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે પાલિકા પ્રમુખે આ સમગ્ર મામલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં આ પ્રકારનો આંતરિક ક્લેશ આગામી સમયમાં મોટા ફેરબદલના સંકેતો આપી રહ્યો છે. આ પણ વાંચો : Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરીનો કર્યો પર્દાફાશ, નોબલનબર પાસે કારમાંથી બાળક સાથે 4 ઝડપાયા

Read Full Story arrow_forward
Ajit Pawar Funeral: અજિત પવાર પંચતત્વમાં વિલીન, પુત્ર પાર્થે આપી મુખાગ્નિ
calendar_today January 29, 2026

Ajit Pawar Funeral: અજિત પવાર પંચતત્વમાં વિલીન, પુત્ર પાર્થે આપી મુખાગ્નિ

મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે 28 જાન્યુઆરીના રોજ એક વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું. વિમાને બે વખત લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લેન્ડિંગ દરમિયાન જ ક્રેશ થઇ ગયું. જેમાં અજિત પવાર, પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, સહ-પાઇલટ શામ્ભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી અને વ્યક્તિગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવના મોત થયા. . આ ઘટનાએ દેશભરમાં શોકની લહેર ફેલાવી દીધી હતી અલવિદા અજિત દાદા ત્યારે બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે અજિત પવારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.  આ દુઃખની ઘડીમાં અમિત શાહ, ડેસીએમ એકનાથ શિંદે, સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત નીતિન ગડકરી, પ્રમોદ સાવંત, ઉદ્ધવ ઠાકરે, રાજઠાકરે, સહિત રાજકીય દિગ્ગજો અંતિમ દર્શનાથે પહોંચ્યા હતા.  ભારે જનમેદની ઉમટી, તિરંગામાં લપેટાયો નશ્વર દેહ અજિત દાદાને અંતિમ વિદાય આપવા માટે વિદ્યા પ્રતિષ્ઠાન મેદાન ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે. અજિત દાદાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે.  અજિત પવારના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. ત્રિરંગામાં લપેટાયેલા, નાયબ મુખ્યમંત્રીના  નશ્વર દેહને  અંતિમ સંસ્કાર માટે વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડમાં ખાતે લવાયો હતો. પુત્રએ આપી મુખાગ્નિ એનસીપી નેતા અજિત પવાર પાંચ તત્વોમાં ભળી ગયા છે. તેમના પુત્રો પાર્થ પવાર અને જયે ચિતાને અગ્નિદાહ આપ્યો. આ દિગ્ગજોએ અંતિમ સંસ્કારમાં આપી હાજરી અભિનેતા રિતેશ દેશમુખે બારામતીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.  વરિષ્ઠ નેતાઓની યાદીમાં અમિત શાહ, એકનાથ શિંદે, નીતિન ગડકરી, રાજ ઠાકરે, નીતિન નવીન અને પ્રમોદ સાવંતનો સમાવેશ થાય છે.

Read Full Story arrow_forward
Ajit Pawar અંતિમ સંસ્કાર, પતિ અજિત પવારને અંતિમ શ્રદ્ધાંજલિ આપતાં સુનેત્રા પવાર ધ્રુસકે-ધ્રુસકે રડયા, ભાવુકક્ષણનો સામે આવ્યો વીડિયો
calendar_today January 29, 2026

Ajit Pawar અંતિમ સંસ્કાર, પતિ અજિત પવારને અંતિમ શ્રદ્ધાંજલિ આપતાં સુનેત્રા પવાર ધ્રુસકે-ધ્રુસકે રડયા, ભાવુકક્ષણનો સામે આવ્યો વીડિયો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. NCPના વરિષ્ઠ નેતા અજીત પવારને આજે અંતિમ વિદાય આપવામાં આવી. અજીત પવાર પંચમહાભૂતમાં વિલીન. અજીત પવારના પુત્રોએ મુખાગ્નિ આપી પત્ની સુનેત્રાનું દર્દ છલકાયું. આંખમાં આંસુ સાથે ભારે હદયે પત્ની સુનેત્રાએ અજીત પવારને શ્રદ્ધાંજલિ આપી. આ ભાવુક ક્ષણનો વિડિયો સામે આવ્યો છે. સુનેત્રા પવાર પતિને શ્રદ્ધાંજલિ આપતા ભાંગી પડયાઆ વીડિયોમાં દેખાય છે કે સુનેત્રા પવાર પતિને શ્રદ્ધાંજલિ આપતા ભાંગી પડયા હતા. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે તેમનો હાથ પકડી ત્રિરંગામાં લપેટાયેલા અજીત પવારના શરીર પાસે લાવે છે. હાથમાં પુષ્પ લઈ સુનેત્રા પરિક્રમા કરી અજીત પવારના પગ આગળ બેસી ધ્રુસકે..ધુસકે રડવા લાગે છે. પિતાને શ્રદ્ધાંજલિ આપતા પુત્રો પાર્થ અને જય પણ બહુ ભાવુક દેખાયા. પુત્ર પાર્થને સુપ્રિયા સુલે સાંત્વના આપી રહ્યા છે. જયારે પુત્ર જય પિતા અજીત પવારના શરીર પાસે બેસી જઈ તેમને પગે લાગી નમન કરે છે. અજીત પવારના પરિવારના સભ્યોનું દર્દ જોઈ ત્યાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ.સુનેત્રા પવાર રાજયસભા સાંસદમહત્વનું છે કે અજિત પવાર અને સુનેત્રા પવારના લગ્ન 30 ડિસેમ્બર, 1985 ના રોજ થયા હતા. સુનેત્રા પવાર રાજયસભા સાંસદ છે અને મહારાષ્ટ્રમાં લોકો તેમને 'વાહિની' કહીને બોલાવે છે. સુનેત્રા તાજેતરમાં સામાજિક કાર્ય અને વ્યવસાયની પૃષ્ઠભૂમિમાંથી સક્રિય રાષ્ટ્રીય રાજકારણમાં પરિવર્તિત થઈ છે. અચાનક અજિત પવારનું અવસાન થતા પવાર પરિવાર અને NCP પાર્ટીના સભ્યો ભારે આઘાતમાં છે. વર્તુળોમાં ચર્ચા છે કે અજીત પવાર બાદ સુનેત્રા પરિવારના રાજકીય અને સામાજિક વારસામાં વધુને વધુ કેન્દ્રીય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.આ પણ વાંચો : Baramati plane crash : ‘Oh Sh*t…’ – અજિત પવારના વિમાન ક્રેશ પહેલાં ક્રૂના છેલ્લાં શબ્દો, થરથરાવી દેતી વિગત સામે આવી

Read Full Story arrow_forward