android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: ભાવનગરમાં ન્યાય સભા પૂર્વે વિવાદની ચિનગારી, અસામાજિક તત્વોએ કોળી સમાજના પોસ્ટરો ફાડ્યા
calendar_today January 29, 2026

Bhavnagar: ભાવનગરમાં ન્યાય સભા પૂર્વે વિવાદની ચિનગારી, અસામાજિક તત્વોએ કોળી સમાજના પોસ્ટરો ફાડ્યા

ભાવનગર શહેરમાં આગામી 1લી ફેબ્રુઆરીના રોજ યોજાનારી કોળી સમાજની ન્યાય સભા પૂર્વે જ અજ્ઞાત તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો છે. નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં ન્યાયની માંગ સાથે એકઠા થઈ રહેલા સમાજને ઉશ્કેરવા માટે રાત્રિના સમયે ન્યાય સભાના પ્રચાર પોસ્ટરો ફાડી નાખવામાં આવતા ભારે ચકચાર મચી છે.અસામાજિક તત્વોએ પોસ્ટરો ઉખાડી કાઢ્યા કોળી સમાજ દ્વારા ભાવનગરના હાદાનગર અને આસપાસના વિસ્તારોમાં 1લી ફેબ્રુઆરીની મહાસભાના પ્રચાર માટે મોટા પાયે પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હતા. જોકે, ગત રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વોએ આ પોસ્ટરો ઉખાડી નાખ્યા હતા અને કેટલાક સ્થળે તેને ફાડીને ફેંકી દીધા હતા. આ ઘટનાને પગલે કોળી સમાજના આગેવાનો અને યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં અજાણ્યા શખ્સો રાત્રિના અંધકારનો લાભ લઈ પોસ્ટરો ફાડતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા જ સમાજમાં રોષની લાગણી વધુ પ્રબળ બની છે. સ્થાનિકોનું માનવું છે કે, ન્યાય સભાને નિષ્ફળ બનાવવા અથવા સમાજની એકતાને ડગાવવા માટે આ પ્રકારનું હીન કૃત્ય કરવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ Jamnagar News : ઠંડીમાં વહેલી સવારે PGVCLની ટુકડીઓ ત્રાટકતા વીજ ચોરોમાં ફફડાટ

Read Full Story arrow_forward
Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરીનો કર્યો પર્દાફાશ, નોબલનબર પાસે કારમાંથી બાળક સાથે 4 ઝડપાયા
calendar_today January 29, 2026

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરીનો કર્યો પર્દાફાશ, નોબલનબર પાસે કારમાંથી બાળક સાથે 4 ઝડપાયા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને માનવ તસ્કરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શહેરના નોબલનગર વિસ્તાર પાસે એક શંકાસ્પદ કારને આંતરીને તપાસ કરતા તેમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી હિંમતનગરના યુનુસ નામના વ્યક્તિ પાસેથી નવજાત બાળકને ખરીદીને હૈદરાબાદના નાગરાજ નામના શખ્સને વેચવા માટે જઈ રહી હતી. પોલીસની સતર્કતાને કારણે આરોપીઓ એરપોર્ટ પહોંચે તે પહેલા જ તેમને દબોચી લેવામાં આવ્યા હતા અને માસૂમ બાળકને સુરક્ષિત બચાવી લેવાયું છે.માનવ તસ્કરીનો આંતરરાજ્ય છેડો આ કેસમાં પોલીસે વંદના પંચાલ, સુમિત યાદવ, હૈદરાબાદના રોશન અગ્રવાલ અને મૌલિક દવેની ધરપકડ કરી છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ આંતરરાજ્ય સ્તરે બાળકોની ખરીદ-વેચાણનું નેટવર્ક ચલાવતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે માનવ તસ્કરી (Human Trafficking) ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ કેટલા બાળકોના સોદા કર્યા છે અને હિંમતનગરના યુનુસ સાથે તેમના કેવા સંબંધો છે. આ પણ વાંચો : Surat News : સ્વચ્છ સુરતના દાવા પોકળ? ઉત્રાણમાં ગટરના પાણી મુદ્દે મહિલાઓ અને સ્થાનિકોનો પાલિકા સામે મોરચો

Read Full Story arrow_forward
Udhna Fire Case: 4 કામદારોના મોત મામલે પોલીસની મોટી કાર્યવાહી, બે આરોપી ઝડપાયા
calendar_today January 29, 2026

Udhna Fire Case: 4 કામદારોના મોત મામલે પોલીસની મોટી કાર્યવાહી, બે આરોપી ઝડપાયા

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા એક પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી ભયાનક આગ અને બ્લાસ્ટની ઘટનામાં હવે કાયદાકીય શિકંજો કસાયો છે. 23 જાન્યુઆરીના રોજ બનેલી આ કરુણ દુર્ઘટનામાં કુલ 4 કામદારોના મોત બાદ ઉધના પોલીસે તપાસ તેજ કરી હતી અને ગંભીર બેદરકારી બદલ બે આરોપીઓની અટકાયત કરી છે.ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે લાગી હતી આગ ઉધનામાં આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં ગત 23 જાન્યુઆરીએ અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ગોડાઉનમાં જોરદાર બ્લાસ્ટ પણ થયો હતો. આ દુર્ઘટના સમયે કામ કરી રહેલા 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 4 કામદારોએ તોડ્યો દમ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા 5 કામદારો પૈકી 4 કામદારોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક કામદાર હજુ પણ સારવાર હેઠળ છે. કામદારોના મોત થતા આ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉધના પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું હતું કે ગોડાઉનમાં સુરક્ષાના સાધનોનો અભાવ અને ગંભીર બેદરકારી હતી. પોલીસની કાર્યવાહી ઉધના પોલીસે માનવ વધ સમાન બેદરકારીનો ગુનો દાખલ કરીને આ ઘટના માટે જવાબદાર બે શખ્સોને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થવાને કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાલ પોલીસ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે. આ પણ વાંચો - Surat News: ઉધના આગ દુર્ઘટના, બે કામદારોના મોત, 5 દાઝ્યા

Read Full Story arrow_forward