android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Police Recruitment: શારીરિક કસોટીમાં મિત્રનો સાથ આપવો મોંઘો પડ્યો
calendar_today January 29, 2026

Police Recruitment: શારીરિક કસોટીમાં મિત્રનો સાથ આપવો મોંઘો પડ્યો

હાલ ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે, ત્યારે ખેડા જિલ્લાના ગ્રાઉન્ડ પર સુરક્ષામાં ગંભીર ચૂક અને છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના બે મિત્રોએ દોડ પાસ કરવા માટે ફિલ્મી સ્ટાઈલમાં કાવતરૂં રચ્યું હતું, પરંતુ ટેકનિકલ ટીકની સતર્કતાને કારણે સમગ્ર ભાંડો ફૂટી ગયો છે.કટર બ્લેડ લઈને ટ્રેક પર ઘૂસ્યો ઉમેદવાર ખેડા પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થામાં ત્યારે છીંડા જોવા મળ્યા જ્યારે એક ઉમેદવાર ગ્રાઉન્ડ પર કટર બ્લેડ છુપાવીને ઘૂસી ગયો હતો. ભાવનગરના શિહોર તાલુકાના હિતેશ પરમારને પોતાની દોડ પૂરી કરવાની ક્ષમતા પર વિશ્વાસ ન હોવાથી તેણે પૂર્વ આયોજિત કાવતરૂં ઘડ્યું હતું. તેણે પગમાં બાંધેલી RFID (સેન્સર) ચિપ કટર વડે કાપી નાખી હતી. એક મિત્રના પગમાં 4-4 ચિપ! હિતેશે પોતાની ચિપ કાપીને તેના મિત્ર ઘનશ્યામ પરમારને આપી દીધી હતી. ઘનશ્યામ પોતાના પગમાં કુલ 4 RFID ચિપ લગાવીને દોડી રહ્યો હતો, જેથી સિસ્ટમમાં હિતેશની દોડ પણ પૂર્ણ બતાવે. જોકે, ટ્રેક પર દોડતા ઉમેદવારોની ગતિવિધિ શંકાસ્પદ જણાતા ટેકનિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં હિતેશ (ચેસ્ટ નંબર 258) ચિપ વગર દોડતો પકડાયો હતો, જ્યારે ઘનશ્યામ પાસે વધારાની ચિપો મળી આવી હતી. પોલીસ ફરિયાદ અને જપ્તી આ મામલે I.U.C.A.W યુનિટના PI વી. એસ. પરમાર દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં બંને ઉમેદવારો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી આરોપીઓના કોલ લેટર, આધાર કાર્ડ, ચાર RFID ચિપ અને ચિપ કાપવા માટે વપરાયેલા કટર બ્લેડનો ટુકડો જપ્ત કર્યો છે. આ ઘટનાએ પોલીસ ગ્રાઉન્ડ પરના સુરક્ષા ચેકિંગ સામે પણ સવાલ ઉભા કર્યા છે. આ પણ વાંચો - Jamnagar : પોલીસ ભરતીની પરીક્ષામાં ગોટાળો, બે એસઆરપીએફ કોન્સ્ટેબલે RFID ચિપ બદલી અન્યને પરીક્ષા અપાવતા ફરિયાદ નોંધાઇ

Read Full Story arrow_forward
Gandhinagar : ટેક્સટાઇલ પોલિસીમાં રૂટિન ફેરફાર કરવા નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી સ્ટેટ લેવલ બેઠક
calendar_today January 29, 2026

Gandhinagar : ટેક્સટાઇલ પોલિસીમાં રૂટિન ફેરફાર કરવા નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી સ્ટેટ લેવલ બેઠક

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ટેક્સટાઇલ પોલિસી સુધારા માટે સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઈ. રાજ્ય સરકારે વર્ષ 2024માં આ ટેક્સટાઇલ પોલિસી અમલી બનાવી હતી અને હાલ ગેઝેટમાં સુધારો લાવવાની તૈયારી કરી રહી છે.ઉદ્યોગ વિભાગ, જીપીસીબી અને ગુજરાત ચેમ્બરના પ્રતિનિધિઓ હાજર બેઠકમાં ઉદ્યોગ વિભાગ, જીપીસીબી અને ગુજરાત ચેમ્બરના (GCCI) પ્રતિનિધિઓ હાજર રહ્યા. બેઠકમાં ચર્ચા કરવામાં આવી કે ટેક્સટાઇલ પોલિસીમાં રૂટિન ફેરફારોને કેવી રીતે અમલમાં લાવવા અને તેનો ફાયદા રાજ્યને કેવી રીતે થશે.  યુરોપ હવે ભારત તરફ તકનીકી સહાય માટે આવે છે અપૂર્વ શાહ, વાઈસ પ્રેસિડેન્ટ, GCCIનું કહેવું હતું કે, ભારતની ટેક્સટાઇલ ઈમેજ એટલી મજબૂત બની રહી છે કે યુરોપ હવે ભારત તરફ તકનીકી સહાય માટે આવે છે. હજુ નવી પોલિસી આવવાની છે એટલે એ વિશે હાલ કહી શકાય નહિ. જે ડિસ્બર્સમેન્ટ થયું છે એ કદાચ જ કોઈ રાજ્યમાં થયું હોઈ શકે છે. ગુજરાત ચેમ્બર તરીકે અમારી બધી વાત આજે રજૂ કરી છે. આ પણ વાંચો-----    Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward
Rajkot: જંગલેશ્વરમાં બુલડોઝર સામે વિરોધનો વંટોળ, 2000 પરિવારો પર બેઘર થવાનું સંકટ
calendar_today January 29, 2026

Rajkot: જંગલેશ્વરમાં બુલડોઝર સામે વિરોધનો વંટોળ, 2000 પરિવારો પર બેઘર થવાનું સંકટ

રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા લેવામાં આવેલા કડક વલણને કારણે અત્યારે વાતાવરણ તંગ બન્યું છે.કલમ 202 હેઠળ અંતિમ નોટિસ ફટકારવામાં આવતા જ સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે અને મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા એકઠા થયા છે. 2000 પરિવારો પર બેઘર થવાનું સંકટ મળતી માહિતી પ્રમાણે સ્થાનિકોના સમર્થનમાં ભાજપના જ નગરસેવક નરેન્દ્ર ડવ મેદાને આવ્યા છે. તેમણે શાસક પક્ષના હોવા છતાં લોકોની પીડાને વાચા આપતા જણાવ્યું હતુ કે, એક સાથે બે હજાર પરિવારોનાં આશિયાના છીનવી લેવા એ માનવીય દ્રષ્ટિએ યોગ્ય નથી. જો આટલા બધા લોકો એક સાથે રસ્તા પર આવશે, તો તેમને રહેવા માટે મકાન ભાડે મળવા પણ મુશ્કેલ છે. નગરસેવકે કલેક્ટર તંત્રને વિનંતી કરી છે કે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા માટે પૂરતો સમય આપવામાં આવે. ભાજપના જ નગરસેવક નરેન્દ્ર ડવ મેદાને આ લડાઈમાં સ્થાનિકોના સમર્થનમાં ભાજપના જ નગરસેવક નરેન્દ્ર ડવ મેદાને આવ્યા છે. તેમણે શાસક પક્ષના હોવા છતાં લોકોની પીડાને વાચા આપતા જણાવ્યું હતું કે, "એકસાથે બે હજાર પરિવારોના આશિયાના છીનવી લેવા એ માનવીય દૃષ્ટિએ યોગ્ય નથી. જો આટલા બધા લોકો એકસાથે રસ્તા પર આવશે, તો તેમને રહેવા માટે મકાન ભાડે મળવા પણ મુશ્કેલ છે." નગરસેવકે કલેક્ટર તંત્રને વિનંતી કરી છે કે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા માટે પૂરતો સમય આપવામાં આવે. કલેક્ટરનું કડક વલણ બીજી તરફ, રાજકોટ કલેક્ટરે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તંત્રએ તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી છે. તેમણે કહ્યું કે, સ્થાનિકોને સાંભળવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવી હતી. આ સરકારી જમીન છે અને તેના પરના દબાણો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં." તંત્રના મતે આ છેલ્લી નોટિસ છે અને હવે ગમે ત્યારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.આ પણ વાંચોઃ Rajkot બસ ડેપોમાં એસ.ટી. ડ્રાઇવરની લાપરવાહીએ સુરક્ષાકર્મીને કચડ્યા, પહોંચી ગંભીર ઇજા

Read Full Story arrow_forward