android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gold Silver Price Today: ચાંદી 4 લાખને પાર, સોનામાં પણ ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ રેટ
calendar_today January 29, 2026

Gold Silver Price Today: ચાંદી 4 લાખને પાર, સોનામાં પણ ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ રેટ

ગુરુવારે 29 જાન્યુઆરીએ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ફેબ્રુઆરી 2026 ની સમાપ્તિ તારીખ સાથે સોનાનો વાયદો 1,69,882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો. પાછલા ટ્રેડિંગ દિવસે, સોનું 1,65,915 રૂપિયા પર બંધ થયું હતું. આજે સોનાનો ભાવ 29 જાન્યુઆરીએ સવારે 10:00 વાગ્યે, 5 ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખ સાથેનું સોનું MCX પર 1,80,300 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું, જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે 14,300 રૂપિયાનો વધારો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના વેપારમાં 1,80,501 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. આજે ચાંદીનો ભાવ 5 માર્ચ, 2026 ની સમાપ્તિ તારીખ સાથે ચાંદી MCX પર 4,04,879 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી. આ પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹19,500 રૂપિયાનો વધારો દર્શાવે છે. શરૂઆતના ટ્રેડિંગમાં MCX સિલ્વર ₹4,07,456 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. ચાલો આજે તમારા શહેરમાં સોના અને ચાંદીના નવીનતમ ભાવ જાણીએ. મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર) શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ 1,78,900 1,64,000રાજકોટ 1,78,900 1,64,000વડોદરા 1,78,900 1,64,000સુરત 1,78,900 1,64,000દિલ્હી 1,79,000 1,64,100મુંબઈ 1,78,850 1,63,950ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જજ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જારી કરાયેલા ભાવ દેશભરમાં માન્ય છે, પરંતુ તેમાં GSTનો સમાવેશ થતો નથી. ઘરેણાં ખરીદતી વખતે, કરને કારણે સોના કે ચાંદીના ભાવ વધારે હોય છે. IBJA દ્વારા જાહેર કરાયેલા ભાવ શનિવાર, રવિવાર અથવા કેન્દ્ર સરકારની રજાઓના દિવસે જારી કરવામાં આવતા નથી. Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

Read Full Story arrow_forward
Ajit Pawarના અંતિમ સંસ્કાર, રાજકીય સન્માન સાથે દિગ્ગજ નેતાને અંતિમ વિદાય...
calendar_today January 29, 2026

Ajit Pawarના અંતિમ સંસ્કાર, રાજકીય સન્માન સાથે દિગ્ગજ નેતાને અંતિમ વિદાય...

બારામતી ખાતે રાજકીય સન્માન સાથે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના અંતિમ સંસ્કાર થશે. વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજિત પવારના અકાળ મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. આજે અજિત પવારની અંતિમ યાત્રા છે. વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે રાજકીય સન્માન સાથે અજીત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજકીય નેતા, અજીત પવારના સમર્થકો સહિત બોલીવુડ સેલેબ્સ પણ અજીત પવારને અંતિમ વિદાય આપવા વિદ્યા પ્રતિષ્ઠાન પહોંચ્યા છે. 

Read Full Story arrow_forward
Ajit Pawar Funeral: રાજકીય સન્માન સાથે અજિત પવારના અંતિમ સંસ્કાર, ભાવુક વિદાય
calendar_today January 29, 2026

Ajit Pawar Funeral: રાજકીય સન્માન સાથે અજિત પવારના અંતિમ સંસ્કાર, ભાવુક વિદાય

મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે 28 જાન્યુઆરીના રોજ એક વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું. વિમાને બે વખત લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લેન્ડિંગ દરમિયાન જ ક્રેશ થઇ ગયું. જેમાં અજિત પવાર, પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, સહ-પાઇલટ શામ્ભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી અને વ્યક્તિગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવના મોત થયા. . આ ઘટનાએ દેશભરમાં શોકની લહેર ફેલાવી દીધી હતી અલવિદા અજિત દાદા ત્યારે બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે અજિત પવારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.  આ દુઃખની ઘડીમાં અમિત શાહ, ડેસીએમ એકનાથ શિંદે, સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત નીતિન ગડકરી, પ્રમોદ સાવંત, ઉદ્ધવ ઠાકરે, રાજઠાકરે, સહિત રાજકીય દિગ્ગજો અંતિમ દર્શનાથે પહોંચ્યા હતા.  ભારે જનમેદની ઉમટી, તિરંગામાં લપેટાયો નશ્વર દેહ અજિત દાદાને અંતિમ વિદાય આપવા માટે વિદ્યા પ્રતિષ્ઠાન મેદાન ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે. અજિત દાદાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે.  અજિત પવારના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. ત્રિરંગામાં લપેટાયેલા, નાયબ મુખ્યમંત્રીના  નશ્વર દેહને  અંતિમ સંસ્કાર માટે વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડમાં ખાતે લવાયો હતો. પુત્રએ આપી મુખાગ્નિ એનસીપી નેતા અજિત પવાર પાંચ તત્વોમાં ભળી ગયા છે. તેમના પુત્રો પાર્થ પવાર અને જયે ચિતાને અગ્નિદાહ આપ્યો. આ દિગ્ગજોએ અંતિમ સંસ્કારમાં આપી હાજરી અભિનેતા રિતેશ દેશમુખે બારામતીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.  વરિષ્ઠ નેતાઓની યાદીમાં અમિત શાહ, એકનાથ શિંદે, નીતિન ગડકરી, રાજ ઠાકરે, નીતિન નવીન અને પ્રમોદ સાવંતનો સમાવેશ થાય છે.

Read Full Story arrow_forward