android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
બે દિવસ પહેલા સુરતમાં હતું Baramati plane crashનું પ્લેન, જાણો કારણ
calendar_today January 29, 2026

બે દિવસ પહેલા સુરતમાં હતું Baramati plane crashનું પ્લેન, જાણો કારણ

મહારાષ્ટ્રના રાજકારણ અને સમગ્ર દેશમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પુણે જિલ્લાના બારામતીમાં થયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે.સુરત સાથેનું ખાસ કનેક્શન તપાસમાં આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું સીધું કનેક્શન સુરત શહેર સાથે હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર, VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું આ લિયરજેટ-45 (Learjet-45) ચાર્ટર્ડ પ્લેન છેલ્લા બે દિવસથી સુરત એરપોર્ટ પર જ પાર્ક હતું. સેલિબ્રિટીઝની અવર-જવર માટે થયો હતો ઉપયોગ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સેલિબ્રિટી ક્રિકેટ મેચમાં સ્ટાર્સ અને વીઆઈપી મહેમાનોને લાવવા-લઈ જવા માટે આ પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિમાન 25 અને 26 જાન્યુઆરી દરમિયાન સુરત એરપોર્ટ પર પાર્ક કરવામાં આવેલું હતું. 28 જાન્યુઆરીની સવારે 8 કલાકે આ વિમાને મુંબઈથી બારામતી જવા માટે ટેક-ઓફ કર્યું હતું, જે કમનસીબે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અન્ય 4 લોકોના પણ મોત બારામતી પ્લેન ક્રેશની દુર્ઘટના સમયે વિમાનમાં અજિત પવારની સાથે અન્ય ચાર વ્યક્તિઓ પણ સવાર હતી, જેમના પણ આ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યા છે. ટેકનિકલ ખામી કે ખરાબ હવામાન, દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે અત્યારે હાઈ-લેવલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો - Ajit Pawar Funeral: અંતિમ યાત્રા પર અજિત દાદા, હિબકે ચઢ્યું બારામતી

Read Full Story arrow_forward
Rajkot: અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર રહીમ મકરાણીની ધરપકડ, છેલ્લા 8 માસથી રહીમ મકરાણી ફરાર હતો
calendar_today January 29, 2026

Rajkot: અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર રહીમ મકરાણીની ધરપકડ, છેલ્લા 8 માસથી રહીમ મકરાણી ફરાર હતો

રાજકોટના અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર રહેલા રહીમ મકરાણીને પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટ રુરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.વિવિધ રાજ્યોમાં આશ્રય લીધો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ઓગસ્ટથી જુલાઈ સુધીના લગભગ 8 મહિના દરમિયાન રહીમ મકરાણી પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં આશ્રય લઈને ફરાર રહ્યો હતો. આરોપીઓનો કુલ આંક 9 પર પહોંચી ગયો આ ધરપકડ સાથે ગુનાખોરીના કેસમાં સંકળાયેલા આરોપીઓનો કુલ આંક 9 પર પહોંચી ગયો છે. રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે હાલ, રહીમ મકરાણીને ગુનાના કામ માટે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ વધુ તપાસ અને સમર્થિત પુરાવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરશે.આ પણ વાંચો----     Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward
Gandhinagar News : સ્ટેટ ECCE કાઉન્સિલનો મોટો નિર્ણય, આંગણવાડીમાં રમત-ગમત સાથે અપાશે 4 કલાકનું શિક્ષણ.
calendar_today January 29, 2026

Gandhinagar News : સ્ટેટ ECCE કાઉન્સિલનો મોટો નિર્ણય, આંગણવાડીમાં રમત-ગમત સાથે અપાશે 4 કલાકનું શિક્ષણ.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની આંગણવાડીઓના બાળકો માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેટ ECCE કાઉન્સિલની બેઠકમાં “આધારશિલા” નામના પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવો અભ્યાસક્રમ જૂન 2026 ના શૈક્ષણિક વર્ષથી રાજ્યભરમાં અમલી બનશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકોના માનસિક અને શારીરિક વિકાસને પાયાના સ્તરથી જ મજબૂત બનાવવાનો છે. આ નવી શિક્ષણ પદ્ધતિ હેઠળ બાળકોને દરરોજ 4 કલાક રમત-ગમત સાથે સર્જનાત્મક શિક્ષણ આપવામાં આવશે, જેથી તેમનો પાયો મજબૂત થાય.શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ આ અભ્યાસક્રમની સાથે બાળકોના વિકાસના માપદંડ નક્કી કરતી “મારી વિકાસ યાત્રા” પુસ્તિકાને પણ મંજૂરી આપવામાં આવી છે, જે એક પ્રગતિ અહેવાલ (Report Card) તરીકે કામ કરશે. આ નવી વ્યવસ્થાને સુચારૂ રીતે ચલાવવા માટે રાજ્યભરના આંગણવાડી કાર્યકરોને ખાસ તાલીમ પણ આપવામાં આવશે. આ આયોજન દ્વારા સરકાર બાળકોના પોષણની સાથે તેમના ગુણવત્તાસભર પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે ભવિષ્યમાં પ્રાથમિક શિક્ષણ માટે એક મજબૂત સેતુ સાબિત થશે. આ પણ વાંચો : Gujarat Tableau : દેશના દિલમાં વસ્યું ગુજરાત, MyGov પોર્ટલના સર્વેક્ષણમાં ગુજરાતના ટેબ્લોને મળ્યું સર્વોચ્ચ સ્થાન

Read Full Story arrow_forward