android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Limbdi: ચૂડા પંથકમાં જુગારના 3 સ્થળે દરોડા : 12 પકડાયા
calendar_today January 28, 2026

Limbdi: ચૂડા પંથકમાં જુગારના 3 સ્થળે દરોડા : 12 પકડાયા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ, ચૂડા તાલુકાના વેજળકા અને મોરવાડ ગામે રમાતા જુગાર પર પોલીસે રેડ કરી હતી. જેમાં 12 જુગારિયાઓ રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂપિયા 2,13,530ની મત્તા સાથે પકડાયા હતા. જાંબુ ગામે થયેલ દરોડામાં 8 અને મોરવાડ ગામના દરોડામાં બે જુગારિયાઓ સહિત કુલ 10 જુગારિયાઓ ફરાર થઈ ગયા હતા.પાણશીણા પોલીસ સ્ટાફના એન. જે. જોગરાણા સહિતની ટીમે જાંબુ ગામે સમંદરશા પીરની દરગાહ પાછળ જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈ જુગારીયાઓમાં નાસભાગ મચી હતી. પોલીસે યુનુશ અકબરભાઈ મુસેવાલા, નીઝામ સલમાનભાઈ મુસેવાલા અને હસમુખ ભીખાભાઈ મકવાણાને રોકડા રૂપિયા 27,430, રૂપિયા 1.40 લાખના 7 બાઈક મળી કુલ રૂપિયા 1,67,430ની મત્તા સાથે પકડી પાડયા હતા. આ દરોડામાં અસલમ રહીમભાઈ બાબરીયા, મુના વરમભાઈ મુસેવાલા, હાજી આદમભાઈ દાયમા, દાઉદ અબ્રાહમભાઈ ફુલધારા, ઈસ્માઈલ ઉર્ફે પભો સલમાનભાઈ ખસાલા, મગા વશરામભાઈ ઝીંઝુવાડીયા, શરીફ શયદુભાઈ પીંજારા અને ઘનશ્યામ ઉર્ફે ભાણો કોળી ફરાર થઈ ગયા હતા. દરોડાની ફરિયાદ નોંધી ફરાર જુગારીયાઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે ચુડા તાલુકાના વેજળકા ગામે પ્રજાસત્તાક પર્વના રોજ બપોરે જુગારની બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં સંજય વેલશીભાઈ ઝરમરીયા, હસમુખ લવજીભાઈ મીઠાપરા, સતા બચુભાઈ કાલીયા, મહેશ ઉર્ફે ભદરૂ ગુણુભાઈ સરવૈયા અને દિનેશ મથુરભાઈ ઝરવરીયા રોકડા રૂપિયા 11,600, રૂપીયા 20 હજારના 4 મોબાઈલ ફોન સહિત રૂપિયા 31,600ની મત્તા સાથે પકડાયા હતા. બીજી તરફ ચુડા તાલુકાના મોરવાડ ગામે એક સમાજના સમુહલગ્નનો પ્રસંગ હતો. જેમાં ચુડા ઈન્ચાર્જ પીઆઈ એન.એ.ડાભી સહિતનાઓ બંદોબસ્તમાં હતા. આ સમયે સમુહ લગ્ન માટે વાહન પાર્કીંગના પ્લોટમાં વાહનો વચ્ચે અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાની ખાડીયાફળીમાં રહેતો શાહબાઝ ઉર્ફે ચીકુ સીકંદરભાઈ મંડલી, મોચીવાડમાં રહેતો રફીક રસુલભાઈ મુલતાણી, વિરમગામનો કીશન રામસીંગભાઈ સોલંકી અને યુનુશ હૈદરભાઈ ભટ્ટી બીલ્લાનો જુગાર રમતા રોકડા રૂપિયા 2500, રૂપિયા 12 હજારના 4 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 14,500ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં ધ્રાંગધ્રાના રોહીત ઠાકોર, ટકો રિક્ષાવાળો અને ઈરફાન ઉર્ફે લંગો મુસાભાઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે જુગારધારા મુજબ ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી જે. બી. વાળા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ભૈરવ મંદિર પાસે પાંજરાપોળની જગ્યાએ 6 અબોલ જીવો મોતને ભેટયા
calendar_today January 28, 2026

Patan: ભૈરવ મંદિર પાસે પાંજરાપોળની જગ્યાએ 6 અબોલ જીવો મોતને ભેટયા

પાટણ શહેરમાં આવેલ ભૈરવ મંદિર પાસેના પાંજરાપોળની જગ્યામાં લગ્ન સમારંભ બાદ ફેંકાયેલ એઠવાડ આરોગતાં છ જેટલા અબોલ જીવોએ જીવ ગુમાવી દેતાં મંદિરના સેવકોમાં અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી સાથે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતક અબોલ જીવોને દફ્નવિધિ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.પાટણ શહેરમાં જૈન શ્રોષ્ઠીઓ દ્વારા અબોલ જીવોના આશ્રાય માટે પાંજરાપોળનું નિર્માણ કરવામાં આવ્યું છે.પરંતુ પાંજરાપોળનું સંચાલન કરતાં સંચાલકો દ્વારા જગ્યાને ધાર્મિક તથા સામાજિક પ્રસંગો કરવા માટે વાપરવા આપતાં હોય છે. જેમા તાજેતરમાં જ લગ્ન પ્રસંગે જગ્યા આપી હતી તે દરમિયાન લગ્ન પ્રસંગ પુરો થતા બાદ વધેલું ભોજન ઉંડા ખાડામાં નાંખી દેવાયું હતું પરંતુ ખાડો ન પુરતાં રખડતી ગાયો દ્વારા તેને આરોગતાં પોઈઝન થયું હતું અને છેલ્લા બે દિવસમાં કુલ 6 જેટલા અબોલ જીવોનું મૃત્યુ થયાં હતાં. બનાવની જાણ વિસ્તારના સેવાકીય પ્રવૃત્તિ કરતાં ત્રિ મંદિરના સેવકોને થતાં તેઓ દ્વારા પાલીકા તંત્રનું ધ્યાન દોર્યું હતું જેને લઈ નગરસેવકે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. મોતને ભેટેલા અબોલ જીવોને હરિઓમ ગૌશાળાની એમ્બ્યુલન્સ મારફ્તે મૃત જીવોનો નિકાલ કરાયો હતો અને આફ્રો ચડેલ ગૌમાતાની સારવાર હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ચાણસ્મા શહેરમાં સરદાર ચોક નજીક વીજ થાંભલો ધરાશાયી થવાના આરે
calendar_today January 28, 2026

Patan: ચાણસ્મા શહેરમાં સરદાર ચોક નજીક વીજ થાંભલો ધરાશાયી થવાના આરે

ચાણસ્મા શહેરમાં આવેલ સરદાર ચોકની નજીક એક વીજ થાંભલો છેલ્લા કેટલાક સમયથી નિચેથી ક્ષતિગ્રસ્ત હાલતમાં ઊભેલો હોવાથી પસાર થતા રાહદારીઓ અને આજુબાજુના વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈ સત્વરે નવો વીજ થાંભલો ઊભો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.ચાણસ્મા શહેરમાં આવેલા સરદાર ચોક પાસેના હનુમાન મંદિર સામે એક વીજ થાંભલો છેલ્લા કેટલાક સમયથી કોઈ કારણસર નિચેથી ક્ષતિગ્રસ્ત થઈ જતાં ગમે તે સમયે જમીનદોસ્ત થઈ જાય તેવો ભય સતાવી રહ્યો છે. ક્ષતિગ્રસ્ત વીજ થાંભલા નજીક શાળા, નગરપાલિકા અને બેંક આવેલી હોવાથી દરરોજ મોટીસંખ્યામાં લોકો આવનજાવન કરતાં હોય છે જેથી કોઈ દુર્ધટના સર્જાય તે પહેલાં વીજ થાંભલો ઉતારી નવો નાખવા માંગ ઉઠવા પામી છે. આ બાબતે ચાણસ્મા જીઈબી ના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે ટુંક સમયમાં નવો વીજ થાંભલો ઊભો કરી દેવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward