android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News : ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનના હોદ્દેદારોના નામ જાહેર કર્યા, 21 સભ્યોની બોડી જાહેર કરાઈ
calendar_today January 27, 2026

Gujarat News : ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનના હોદ્દેદારોના નામ જાહેર કર્યા, 21 સભ્યોની બોડી જાહેર કરાઈ

ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની યાદી જાહેર કરવામાં આવી હતી.આ યાદીમાં ખાસ કરીને વિશેષ આમંત્રિત સભ્યો અને જૂના જોગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે સાંજે ભાજપ દ્વારા દાહોદ, આણંદ જિલ્લા અને જૂનાગઢ શહેરના હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી હતી. હવે ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનના નામ જાહેર કર્યાં છે. ત્રણ જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોના નામ જાહેર ગુજરાત ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોના નામ જાહેર કર્યા છે. જેમા સુરત, ડાંગ અને વલસાડમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. આ સંગઠનમાં કૂલ 21 સભ્યોની મુખ્ય બોડી જાહેર કરાઈ છે. જેમાં આઠ ઉપાધ્યક્ષ અને આઠ મંત્રી સહિત ત્રણ મહામંત્રીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લા અને શહેરમાં ટૂંક સમયમાં હોદ્દેદારોની નિમણૂંક થાય તેવી શક્યતાઓ છે. અગાઉ બે જિલ્લા અને એક શહેરમાં હોદ્દેદારોની નિમણૂક કરી હતી જૂનાગઢ શહેર ભાજપમાં ત્રણ મહામંત્રી, આઠ ઉપપ્રમુખ અને આઠ મંત્રી સહિત અલગ અલગ હોદ્દાઓ પર નામોની જાહેરાત કરાઈ છે. જ્યારે દાહોદ જિલ્લામાં આઠ ઉપપ્રમુખ અને ત્રણ મહામંત્રી તેમજ આઠ મંત્રીઓની જાહેરાત કરાઈ છે. આ સિવાય આણંદ જિલ્લાની વાત કરીએ તો તેમાં પણ ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લા અને શહેરમાં આવતીકાલ સુધીમાં હોદ્દેદારોની નિમણૂંક થાય તેવી શક્યતાઓ છે. આ પણ વાંચોઃ Gujarat News : સાયબર ક્રાઈમના આરોપીઓએ છેલ્લા દોઢ વર્ષમાં 25 હજાર ગુના આચર્યા, ગજબની છે આખી મોડસ ઓપરેન્ડી

Read Full Story arrow_forward
Surat: 13 ગુનામાં વોન્ટેડ રીતેશ ચૌગડ મધ્યપ્રદેશથી ઝડપાયો, સચિન-પાંડેસરામાંથી ડુપ્લીકેટ ચાવીથી ચોરતો હતો બાઇક
calendar_today January 27, 2026

Surat: 13 ગુનામાં વોન્ટેડ રીતેશ ચૌગડ મધ્યપ્રદેશથી ઝડપાયો, સચિન-પાંડેસરામાંથી ડુપ્લીકેટ ચાવીથી ચોરતો હતો બાઇક

સુરત ક્રાઇમ બ્રાન્ચને વાહન ચોરીના ગુનાઓમાં એક મોટી સફળતા મળી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાહન ચોરીના તરખાટ મચાવનાર કુખ્યાત 'ચૌગડ ગેંગ' ના રીઢા આરોપીને પોલીસે પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી દબોચી લીધો છે. રીતેશ નસરિયા ચૌગડ નામનો આ આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો.આંતરરાજ્ય વાહન ચોરીના નેટવર્કનો આરોપી ઝડપાયોસુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રીતેશ ચૌગડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રીતેશ અલીરાજપુરની કુખ્યાત 'ચૌગડ ગેંગ'નો સક્રિય સાગરિત છે, જે આંતરરાજ્ય વાહન ચોરીના નેટવર્ક સાથે જોડાયેલી છે.ચોરીની મોડસ ઓપરેન્ડીઆરોપી રીતેશ અને તેની ગેંગ અત્યંત ચાલાકીથી વાહનોની ચોરી કરતા હતા. સુરત પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીએ સુરતના સચિન અને પાંડેસરા જેવા ગીચ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. તે ખાસ કરીને ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને પલકવારમાં મોટરસાયકલ ચોરી કરી ફરાર થઈ જતો હતો.સુરતમાંથી જ તેણે અત્યાર સુધીમાં 6 બાઇકની ચોરી કર્યાની કબૂલાત કરી છે.કુલ 13 ગુનાઓનો ભેદ ઉકેલાયોઆરોપીની ધરપકડ સાથે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં નોંધાયેલા વાહન ચોરીના કુલ 13 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે ચોરી કરેલા વાહનો કોને વેચવામાં આવતા હતા અને આ ગેંગમાં અન્ય કેટલા સાગરિતો સામેલ છે. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Chhota Udepur: બાળમજૂરી અને બેદરકારીએ લીધો જીવ, સુસ્કાલ ગામે સગીરના મોતથી હોબાળો

Read Full Story arrow_forward
દરેક વર્ગને થશે લાભ,  ભારત અને યુરોપ વચ્ચે થઇ મધર ઓફ ઓલ ડીલ્સ
calendar_today January 27, 2026

દરેક વર્ગને થશે લાભ, ભારત અને યુરોપ વચ્ચે થઇ મધર ઓફ ઓલ ડીલ્સ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે ભારત-યુરોપિયન યુનિયન બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું. ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરારને નવા યુગની શરૂઆત ગણાવતા તેમણે કહ્યું કે તેનાથી શ્રમ-સઘન ઉદ્યોગો, કૃષિ, મત્સ્યઉદ્યોગ અને સેવા ક્ષેત્રને ઘણો ફાયદો થશે.

Read Full Story arrow_forward