android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal News: શહેરામાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું,ગેરકાયદે દબાણોને દૂર કરાયા
calendar_today January 27, 2026

Panchmahal News: શહેરામાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું,ગેરકાયદે દબાણોને દૂર કરાયા

પંચમહાલ જિલ્લાના શહેરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને જાહેર માર્ગોને ખુલ્લા કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરાના મુખ્ય એવા શામળાજી રોડ પર લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે દબાણો પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. JCB મશીનોની મદદથી સપાટો શામળાજી રોડની બંને બાજુએ વેપારીઓ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા દબાણોને કારણે રસ્તો સાંકડો બન્યો હતો. તંત્રએ સવારથી જ JCB મશીનો સાથે કાફલો ઉતારીને કામગીરી શરૂ કરી હતી. જેમાં રોડની બંને તરફ નડતરરૂપ એવા પાકા ઓટલા, લોખંડના પતરાના શેડ અને કેબિનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. 200થી વધુને નોટિસ અને આગામી ટાર્ગેટ વહીવટી તંત્ર દ્વારા અગાઉ જ ૨૦૦થી વધુ દબાણકર્તાઓને કાયદેસરની નોટિસ ફટકારીને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા સૂચના આપી હતી. તેમ છતાં અમુક લોકોએ દબાણ ન હટાવતા આજે તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. શામળાજી રોડ બાદ હવે તંત્રનું આગામી લક્ષ્ય વાઘજીપુરા ચોકડી રોડ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વાઘજીપુરા ચોકડી વિસ્તારમાં પણ ટૂંક સમયમાં દબાણ હટાવવાની કામગીરી તેજ કરવામાં આવશે. ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિની આશા શહેરાના મુખ્ય માર્ગો પર દબાણોને કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, જેનાથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન હતા. તંત્રની આ ઝુંબેશથી રસ્તાઓ પહોળા થશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે તેવી આશા સેવાઈ રહી છે. જોકે, અચાનક આવેલી આ આફતથી નાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચોઃ Vadodaraના ડભોઇમાં ખાતરનો દુષ્કાળ, રવિ પાકને બચાવવા ખેડૂતોની કતારો અને કકળાટ

Read Full Story arrow_forward
Ahmedabad News : મેં કોઈ વિવાદિત નિવેદન આપ્યું નથી, હોબાળા બાદ હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ યતીન ઓઝાનો ખુલાસો
calendar_today January 27, 2026

Ahmedabad News : મેં કોઈ વિવાદિત નિવેદન આપ્યું નથી, હોબાળા બાદ હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ યતીન ઓઝાનો ખુલાસો

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી યતીન ઓઝાએ પ્રજાસત્તાક પર્વના અવસરે ન્યાયતંત્રની વર્તમાન સ્થિતિ અંગે અત્યંત સ્ફોટક નિવેદન આપતા કાયદાકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. ઓઝાએ આક્ષેપ કર્યો હતો કે, હાલમાં ન્યાયતંત્રમાં ઇમરજન્સી (કટોકટી) કરતા પણ વધુ ખરાબ હાલત જોવા મળી રહી છે. તેમણે ન્યાય પ્રક્રિયામાં સરકારી તંત્રની વધતી જતી દખલગીરી સામે લાલ આંખ કરતા જણાવ્યું હતું કે, ન્યાયાધીશો કોઈપણ પ્રકારના દબાણ વગર અને ચિંતામુક્ત થઈને કામ કરે તે લોકશાહીના હિતમાં ખૂબ જ જરૂરી છે. આ નિવેદનને કારણે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેના સંબંધોને લઈને નવી ચર્ચાઓ છેડાઈ છે.ગુજરાત હાઈકોર્ટમાં ગરમાવો જોકે, આ નિવેદન બાદ સર્જાયેલા વિવાદ પર ખુલાસો કરતા યતીન ઓઝાએ જણાવ્યું હતું કે તેમણે કોઈ વિવાદિત નિવેદન આપ્યું નથી. તેમણે સ્પષ્ટતા કરી કે જે વાત તેમણે કરી તે માત્ર તેમનો વ્યક્તિગત અભિપ્રાય ન હતો, પરંતુ કાયદાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા અલગ-અલગ લોકોના મંતવ્યો હતા. તેમણે ઉમેર્યું હતું કે તેમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે, પરંતુ સરકારની દખલગીરી ન્યાયની સ્વાયત્તતા માટે જોખમી સાબિત થઈ શકે છે. સરકારને ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ ન કરવાની સલાહ આપતા ઓઝાએ લોકશાહીના ચોથા સ્તંભની મજબૂતી પર ભાર મૂક્યો હતો. આ પણ વાંચો : Rajkot માં નકલી દવા કૌભાંડ, તપાસનો છેડો સુરત અને અમદાવાદ સુધી લંબાયો, થયા મોટા ખુલાસા!

Read Full Story arrow_forward
Weather News : આ વર્ષે 8 થી 9 મહિના સુધી દઝાડશે ગરમી, 15 ફેબ્રુઆરીથી ઉનાળાના મંડાણ, ખગોળશાસ્ત્રીની આગાહી
calendar_today January 27, 2026

Weather News : આ વર્ષે 8 થી 9 મહિના સુધી દઝાડશે ગરમી, 15 ફેબ્રુઆરીથી ઉનાળાના મંડાણ, ખગોળશાસ્ત્રીની આગાહી

ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આ અંગે ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, હાલમાં અફઘાનિસ્તાન અને ભૂમધ્ય સાગર પરથી પવનો અને વાદળો આવી રહ્યા છે, જે શિયાળુ ખેતી માટે અત્યંત જરૂરી છે. જોકે, ઠંડા પવનનો ભાર વધતા વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે અને પ્રદૂષિત હવા ઉપર ન જઈ શકવાને કારણે સપાટી પર જ રહી જાય છે. ક્લાઈમેટ ચેન્જને કારણે પ્રકૃતિનું સંતુલન ખોરવાયું છે, જેના પરિણામે પ્રદૂષણ રોકવામાં આવે તો પણ કુદરતી બેલેન્સ મેળવતા ૧૦૦ વર્ષ જેટલો સમય લાગી શકે છે.ખગોળશાસ્ત્રીનો સંકેત આગામી ઋતુચક્ર અંગે આગાહી કરતા તેમણે જણાવ્યું કે, આ વર્ષે ઉનાળો વહેલો શરૂ થશે. ૧૫ ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ શકે છે અને આ વર્ષે ઉનાળો અંદાજે ૮ થી ૯ મહિના સુધી ચાલે તેવી શક્યતા છે, જેમાં અતિશય ગરમી જોવા મળી શકે છે. વધુમાં, તેમણે ચોમાસા અંગે ચિંતાજનક સંકેત આપતા કહ્યું કે, આ વર્ષે વરસાદ પૂર લાવે તેવી સંભાવના છે. આમ, બદલાતા હવામાનને કારણે આગામી સમયમાં લોકોએ કાળઝાળ ગરમી અને ભારે વરસાદ જેવી કુદરતી આફતોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. આ પણ વાંચો : Ahmedabad News : મેં કોઈ વિવાદિત નિવેદન આપ્યું નથી, હોબાળા બાદ હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ યતીન ઓઝાનો ખુલાસો

Read Full Story arrow_forward