android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિન ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં થયા જેલભેગા
calendar_today January 27, 2026

Vadodara News: પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિન ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં થયા જેલભેગા

વડોદરાના અકોટા વિસ્તારમાં ૨૬મી જાન્યુઆરીની રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભારતીય ટીમના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિને દારૂના નશામાં પોતાની લક્ઝરી કાર બેફામ હંકારી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. 26 જાન્યુઆરી 2026ની મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું હતી સમગ્ર ઘટના? સોમવારે મોડી રાત્રે આશરે 2.30 વાગ્યાના સુમારે જેકોબ માર્ટિન પોતાની એમ.જી. હેક્ટર કાર કિંમત રૂ. ૨૦ લાખ લઈને પુનિત નગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. નશો એટલો તીવ્ર હતો કે તેમણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી કિયા સેલ્ટોસ, હ્યુન્ડાઇ વેન્યુ અને મારૂતી સેલેરીઓ એમ ત્રણ કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતનો અવાજ સાંભળી સ્થાનિકો દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો ઘટનાની જાણ થતા જ 112 જન રક્ષક અને અકોટા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જ્યારે જેકોબ માર્ટિનને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેઓ લથડિયાં ખાઈ રહ્યા હતા અને તેમની આંખો લાલચોળ હતી. પ્રાથમિક તપાસમાં જ તેઓ દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ જણાતું હતું. કાયદાકીય કાર્યવાહી અકોટા પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત અંગે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. BNS કલમ: 281, 324(5) મોટર વાહન અધિનિયમ: 177, 184, 185, પ્રોહિબિશન એક્ટ: 66(1)બી, પોલીસે તેમની 20 લાખની કાર કબ્જે કરી છે. એક સમયે મેદાન પર ચોગ્ગા-છગ્ગા ફટકારનાર ખેલાડી આજે કાયદાના શરણે છે, જે રમત જગત માટે શરમજનક ઘટના માનવામાં આવી રહી છે. આ પણ વાંચોઃ Panchmahal News: શહેરામાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું,ગેરકાયદે દબાણોને દૂર કરાયા

Read Full Story arrow_forward
Ahmedabad News : ઉદગમ સ્કૂલ સામેની અરજી પર હાઈકોર્ટે સુનાવણીનો ઈન્કાર કર્યો, જાણો શું છે કારણ
calendar_today January 27, 2026

Ahmedabad News : ઉદગમ સ્કૂલ સામેની અરજી પર હાઈકોર્ટે સુનાવણીનો ઈન્કાર કર્યો, જાણો શું છે કારણ

અમદાવાદની પ્રતિષ્ઠિત ઉદગમ સ્કૂલમાં ગેરકાયદેસર રીતે ટ્યુશન ક્લાસ ચાલતા હોવાના આક્ષેપ સાથે કરવામાં આવેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજીમાં જરૂરી અને પૂરતી માહિતીનો અભાવ હતો. ખાસ કરીને, અરજી કરનાર વ્યક્તિઓ કોણ છે અને તેમની પૃષ્ઠભૂમિ શું છે તે અંગેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ન્યાયતંત્રએ સ્પષ્ટ કર્યું કે અધૂરી વિગતો સાથેની અરજી પર ન્યાયિક પ્રક્રિયા આગળ વધારી શકાય નહીં.ઉદગમ સ્કૂલ વિવાદ કોર્ટના કડક વલણ અને અરજીમાં રહેલી ટેકનિકલ ક્ષતિઓને ધ્યાને રાખીને અંતે અરજદાર દ્વારા આ અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. અગાઉ, એવી રજૂઆત કરવામાં આવી હતી કે સ્કૂલના શૈક્ષણિક પરિસરમાં જ ખાનગી ટ્યુશન પ્રવૃત્તિઓ ધમધમી રહી છે, જે નિયમોનું ઉલ્લંઘન છે. જોકે, હવે અરજી પરત ખેંચાતા હાલ પૂરતી આ મામલે ઉદગમ સ્કૂલને મોટી રાહત મળી છે. હવે જોવાનું એ રહેશે કે અરજદાર ભવિષ્યમાં નવી વિગતો સાથે ફરી કોર્ટના દ્વાર ખખડાવે છે કે કેમ. આ પણ વાંચો : Weather News : આ વર્ષે 8 થી 9 મહિના સુધી દઝાડશે ગરમી, 15 ફેબ્રુઆરીથી ઉનાળાના મંડાણ, ખગોળશાસ્ત્રીની આગાહી

Read Full Story arrow_forward
Suratમાં ડિંડોલી-ઉધના બ્રિજ પર હિટ એન્ડ રનમાં બાઇક સવારનું કમકમાટીભર્યું મોત
calendar_today January 27, 2026

Suratમાં ડિંડોલી-ઉધના બ્રિજ પર હિટ એન્ડ રનમાં બાઇક સવારનું કમકમાટીભર્યું મોત

સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ અને બેફામ ડ્રાઇવિંગને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડિંડોલી-ઉધનાને જોડતા ફ્લાયઓવર બ્રિજ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ બાઇક સવારે પોતાનો જીવ ગુમાવ્યો છે. બ્રિજ પર સર્જાયો કાળમુખો અકસ્માત ઘટનાની વિગતો મુજબ, ડિંડોલી અને ઉધનાને જોડતા બ્રિજ પરથી એક બાઇક સવાર પસાર થઈ રહ્યો હતો. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બાઇક સવાર રસ્તા પર પટકાયો હતો અને ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. ઓવરટેક કરવાની માહિતી સામે આવી પ્રાથમિક દ્રષ્ટિએ અને ઘટનાસ્થળની પરિસ્થિતિ જોતા પોલીસનું એવું અનુમાન છે કે, કોઈ મોટા વાહને બાઇકને ઓવરટેક કરવાની કોશિશ કરી હશે. આ દરમિયાન વાહને બાઇકને અડફેટે લીધી હોઈ શકે છે. બ્રિજ પર અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ કાર્યવાહી અને તપાસ ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે હાલ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. બ્રિજ પર લાગેલા CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે જેથી કાળમુખા વાહનની ઓળખ થઈ શકે અને ફરાર ચાલકને ઝડપી પાડી શકાય. આ પણ વાંચોઃ Vadodara News: પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિન ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં થયા જેલભેગા

Read Full Story arrow_forward