Gandhinagar : બગદાણામાં હુમલા કેસમાં જયરાજ આહિરની ધરપકડ બાદ હીરા સોલંકીનું નિવેદન, સમાજને ન્યાય મળ્યો
બગદાણા હુમલા કેસમાં જયરાજ આહિરની ધરપકડ થતાં મામલાએ નવો વળાંક લીધો છે. આ ઘટનાને લઈને ધારાસભ્ય હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જયરાજની ધરપકડથી સમાજને ન્યાય મળ્યો છે.જે શંકા હતી તેનું હવે સમાધાન થઈ ગયું કોળી સમાજના આભાર સંમેલનમાં ઉપસ્થિત રહી હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, આ કેસને લઈને જે શંકા હતી તેનું હવે સમાધાન થઈ ગયું છે. તેમણે આ સમગ્ર કાર્યવાહી બદલ મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સરકારે યોગ્ય રીતે કાર્ય કર્યું હીરા સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, જે અપેક્ષા હતી તે મુજબ સરકારે યોગ્ય રીતે કાર્ય કર્યું છે. પોલીસે જે પગલાં લીધા છે તે પણ સંપૂર્ણપણે યોગ્ય છે. જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે માયાભાઈ આહિરના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં હીરા સોલંકીએ કહ્યું હતું કે, હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. અને આગળ જે કંઈ થશે તે પણ સારા માટે જ થશે. આ પણ વાંચો----- Gandhinagar : ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજે બંધારણ બનાવ્યું છે તે પાળીશું તેવી પ્રતિજ્ઞા લેવાઇ
Read Full Story arrow_forward