android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણનો વધારો, સૌથી વધુ AQI કૃષ્ણનગરમાં 274 નોંધાયો
calendar_today January 27, 2026

Gujarat Latest News Live :અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણનો વધારો, સૌથી વધુ AQI કૃષ્ણનગરમાં 274 નોંધાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad શહેરની હવામાં પ્રદૂષણનો વધારો, મોટા ભાગના વિસ્તારમાં AQI 200ને પાર
calendar_today January 27, 2026

Ahmedabad શહેરની હવામાં પ્રદૂષણનો વધારો, મોટા ભાગના વિસ્તારમાં AQI 200ને પાર

અમદાવાદ શહેરમાં ધૂંધળા અને ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રદૂષણ મોનિટરિંગ ડેટા મુજબ શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 200 ને પાર પહોંચી ગયો છે.સૌથી વધુ પ્રદૂષણ કૃષ્ણનગરમાં નોંધાયું વિસ્તારવાર સ્થિતિની વિગતો મુજબ, સૌથી વધુ પ્રદૂષણ કૃષ્ણનગરમાં નોંધાયું, જ્યાં AQI 274 સુધી પહોંચી ગયો છે. ઇંડિયા કોલોનીમાં 219, જજીસ બંગલોમાં 210, ઘોડાસરમાં 218 અને વાડજમાં 224 AQI નોંધાયો છે. ઝુંડાલમાં 209, ઇસનપુરમાં 269 AQIઝુંડાલમાં 209, ઇસનપુરમાં 269 અને ગોતામાં 296 AQI સુધી હવામાં પ્રદૂષણ જોવા મળ્યું છે. જુહાપુરા 184, બોડકદેવ 180, ગ્યાસપુર 173, કઠવાડા 196, હાંસોલ 192, ઈસરો 171 અને પ્રહલાદનગર 186 AQI સાથે પ્રદૂષિત વિસ્તાર તરીકે જોવા મળ્યા છે. સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પ્રદૂષણના આ વધારા સાથે શહેરમાં સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર જોવા મળી શકે તેની આશંકા વ્યક્ત કરાઇ છે, અને AQIમાં વધારો થતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.આ પણ વાંચો---    Gandhinagar : ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજે બંધારણ બનાવ્યું છે તે પાળીશું તેવી પ્રતિજ્ઞા લેવાઇ

Read Full Story arrow_forward
Bank Strike : આજે સરકારી બેન્ક કર્મચારીઓની હડતાળ, કામકાજ રહેશે ઠપ્પ
calendar_today January 27, 2026

Bank Strike : આજે સરકારી બેન્ક કર્મચારીઓની હડતાળ, કામકાજ રહેશે ઠપ્પ

જો તમારે આજે બેન્ક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ છે તો આ સમાચાર તમારે ખાસ વાંચવા જોઈએ. આજે તમે બેન્કનું કામ લઈને ઘરેથી નીકળો અને બેન્ક પર તાળુ લાગેલું જોવા મળે તો ચોંકી ના જતાં કારણ કે યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે અને તેની સીધી અસર બેન્કિંગ કામકાજ પર જોવા મળી શકે છે.બેન્કિંગ કામકાજ થશે પ્રભાવિત આ હડતાળના કારણે બેન્કમાંથી પૈસા ઉપાડવા કે જમા કરાવવાથી લઈને બ્રાન્ચમાં કસ્ટમર સર્વિસ જેવી તમામ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. આ પરેશાની વચ્ચે તમે ઘરે બેઠા પણ સરળતાથી પોતાના કેટલાક જરૂરી બેન્કિંગ કામ સરળતાથી પૂરા કરી શકો છો. કેમ છે હડતાળ? તમને જણાવી દઈએ કે દેશભરમાં મંગળવારે બેન્કિંગ કામકાજ પર અસર જોવા મળી શકે છે, કારણ કે UFBUએ 27 જાન્યુઆરીએ દેશભરમાં હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. તેમની માગણી છે કે અઠવાડિયામાં 5 દિવસ કામકાજનો નિર્ણય તાત્કાલિક લાગુ કરવામાં આવવો જોઈએ, જેનાથી બેન્ક કર્મચારીઓને બે દિવસની રજા મળી શકે. બેન્ક યુનિયનો મુજબ કેન્દ્ર સરકાર અને ઈન્ડિયન બેન્ક એસોસિએશન પાસે લાંબા સમયથી આ મુદ્દાઓ પર ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે પણ અત્યાર સુધી અમારી માગણીઓને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. યૂનિયનોનું કહેવું છે કે બીજા સરકારી વિભાગોની જેમ બેન્કોમાં પણ વર્ક-લાઈફ બેલેન્સ જરૂરી છે અને 5 દિવસ કામકાજની સિસ્ટમ લાગુ કરવી જોઈએ. આ કામકાજને થશે અસર ઉલ્લેખનીય છે કે UFBU 9 યુનિયનોની મેઈન બોડી છે, 23 જાન્યુઆરીએ પોતાના 5 દિવસ કામકાજની માગને લઈને યુનિયને ચીફ લેબર કમિશનર સાથે એક બેઠક કરી હતી પણ કોઈ સમાધાન સામે ના આવ્યા બાદ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. જો આ હડતાળથી પ્રભાવિત થતાં કામકાજની વાત કરીએ તો બેન્ક બ્રાન્ચમાં જઈને રોકડા જમા કરાવવાથી લઈને પૈસા ઉપાડવા સુધીના તમામ કામ અટકી જશે. આ સિવાય બ્રાન્ચમાં ગ્રાહકોની મદદ માટે હાજર કસ્ટમર સર્વિસને લઈને બેન્ક લોન અને અન્ય ડોક્યુમેન્ટેશન સાથે જોડાયેલા કામ પર અસર જોવા મળી શકે છે.આ પણ વાંચો : Rajasthan : નાગૌરમાં ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રીનો કેસ, NIA અને ગૃહ મંત્રાલયની સ્પેશિયલ ટીમે કરી તપાસ

Read Full Story arrow_forward