android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana : કોંગ્રેસ નેતા પાર્થ રાવલે નશાની હાલતમાં કર્યો અકસ્માત, પાર્થ રાવલ પાસે PSCના જિલ્લાની છે જવાબદારી
calendar_today January 26, 2026

Mehsana : કોંગ્રેસ નેતા પાર્થ રાવલે નશાની હાલતમાં કર્યો અકસ્માત, પાર્થ રાવલ પાસે PSCના જિલ્લાની છે જવાબદારી

મહેસાણામાં કોંગ્રેસના પીએસસી જિલ્લા મેમ્બર પાર્થ રાવલે દારૂ પિધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો છે. અકસ્માત મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકના આગળ બન્યો હતો. પાર્થ રાવલે નશો કરેલી હાલતમાં બલેનો કારથી સ્કોર્પિયો કારને અકસ્માત કર્યો હતોઅકસ્માત બાદ દારૂની બોટલ કાર પર મુકી કર્યો તમાશો અહેવાલ મુજબ, પાર્થ રાવલે અકસ્માત બાદ દારૂની બોટલ કાર પર મુકી તમાશો કર્યો હતો જેથી શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લા કોંગ્રેસના નવા ભવનના ઉદ્ઘાટન પછી અકસ્માત આ અકસ્માત ગઈ કાલે જિલ્લા કોંગ્રેસના નવા ભવનના ઉદ્ઘાટન અને ઉજવણીના પછી બન્યો હોવાનું જણાયું છે. પાર્થ રાવલે દારૂ પીધેલી હાલતમાં આ અકસ્માત સર્જ્યો હાલ સુધીનું પ્રારંભિક તારણ એવું છે કે પાર્થ રાવલે દારૂ પીધેલી હાલતમાં આ અકસ્માત સર્જ્યો હતો, જેને લઈને સ્થાનિક લોકોમાં અને સોશિયલ મીડિયામાં વિવાદ ઉઠ્યો છે. મહેસાણા પોલીસે તપાસ શરુ કરી મહેસાણા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાના પગલે જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. આ પણ વાંચો----     Rajkotમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપીએ બદ ઇરાદે બાળકીનું અપહરણ કર્યુ હતું

Read Full Story arrow_forward
Junagadh : કેશોદના સોંદરડા GIDCમાં પૂરપાટ દોડતી કાર દુકાનમાં ઘુસી, ડ્રાઇવરને કારનો દરવાજો તોડી બહાર કઢાયો
calendar_today January 26, 2026

Junagadh : કેશોદના સોંદરડા GIDCમાં પૂરપાટ દોડતી કાર દુકાનમાં ઘુસી, ડ્રાઇવરને કારનો દરવાજો તોડી બહાર કઢાયો

જુનાગઢ જિલ્લાના કેશોદના સોંદરડા GIDC વિસ્તારમાં પુરપાટ દોડતી કાર અચાનક દુકાનમાં ઘૂસી ગઇ હતી જેમાં દુકાનના શટર અને દિવાલને મોટું નુકસાન થયું છે. કાર ચાલકને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ચાલકે કાર પર નિયંત્રણ ગુમાવી દીધું અહેવાલ મુજબ, કારના ચાલકે કાર પર નિયંત્રણ ગુમાવી દીધું હતું. જેનાથી આ અકસ્માત સર્જાયો હતો ડ્રાઇવરને કારનો દરવાજો તોડી બહાર કઢાયો આસપાસના લોકો તત્કાળ ધસી આવ્યા હતા. લોકોએ કારનો દરવાજો તોડી ડ્રાઇવરને બચાવ્યો હતો તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો કાર ચાલક ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો-----    Rajkotમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપીએ બદ ઇરાદે બાળકીનું આપહરણ કર્યુ હતું

Read Full Story arrow_forward
Kutch: નડાબેટ ઝીરો પોઈન્ટ પર 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
calendar_today January 26, 2026

Kutch: નડાબેટ ઝીરો પોઈન્ટ પર 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

આજે જ્યારે સમગ્ર દેશ 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત ગુજરાતનું નડાબેટ દેશભક્તિના અદભૂત માહોલમાં તરબોળ જોવા મળ્યું હતું. સરહદના સંત્રી એવા BSF દ્વારા અહીં શૌર્ય અને શિસ્ત સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. IG અભિષેક પાઠક દ્વારા ધ્વજવંદન નડાબેટ ખાતે આયોજિત આ ગૌરવશાળી કાર્યક્રમમાં ગુજરાત BSFના IG અભિષેક પાઠકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યુ હતુ. તિરંગો લહેરાતાની સાથે જ વાતાવરણ ભારત માતાકી જય અને વંદે માતરમના નારાઓથી ગૂંજી ઉઠ્યુ હતુ.સીમાવર્તી વિસ્તારમાં સૈનિકોનો ઉત્સાહ જોઇને ત્યાં દરેક નાગરિકની છાતી ગજગજ ફૂલી ગઇ હતી. બાળકો અને બાઈક રાઈડર્સનું આકર્ષણ આ વર્ષની ઉજવણીમાં માત્ર સૈનિકો જ નહીં, પરંતુ સામાન્ય જનતાનો જોશ પણ કાબિલેદાદ હતો. દેશભક્તિના રંગે રંગાવા માટે મોટી સંખ્યામાં બાળકો નડાબેટ પહોંચ્યા હતા.સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સાહસિક બાઇક રાઇડર્સ હતા. જેઓ આ ખાસ દિવસની ઉજવણી માટે બાઇક રેલી સ્વરૂપે સરહદે પહોંચ્યા હતા. બાઇકર્સના જોશ અને બાળકોના નિર્દોષ દેશપ્રેમે બોર્ડર પર એક અનોખો માહોલ સર્જાયો હતો. શૌર્ય અને સમર્પણનો સંદેશ પાકિસ્તાન સરહદની બિલકુલ નજીક યોજાયેલી આ ઉજવણી દુશ્મન દેશને ભારતની એકતા અને અખંડિતતાનો મજબૂત સંદેશ આપે છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમે સાબિત કર્યું કે ભલે ગમે તેટલી વિષમ પરિસ્થિતિ હોય, ભારતીય સૈનિકો અને નાગરિકોનો રાષ્ટ્રપ્રેમ હંમેશા અડગ રહે છે. આ પણ વાંચોઃ  Vav Tharad: 77માં પ્રજાસત્તાક પર્વે ભારતના ભવિષ્યના મનની વાત, કેવું હશે આવતીકાલનું ભારત?

Read Full Story arrow_forward