android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Republic Day 2026 : ગુજરાતના ટેબ્લોએ 77મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર આકર્ષણ જમાવ્યું, વાંચો Inside Story
calendar_today January 26, 2026

Republic Day 2026 : ગુજરાતના ટેબ્લોએ 77મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર આકર્ષણ જમાવ્યું, વાંચો Inside Story

પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! 'વંદે માતરમ' ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે 'વંદે માતરમ' શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. વિવિધ ભારતીય ભાષામાં 'વંદે માતરમ'નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ સાથે ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ : શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા 'વંદે માતરમ' લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, 'ચરખા'ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન 'આત્મનિર્ભર ભારત' અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઉભી કરી હતી. આ ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાને સ્વરચિત 'વંદે માતરમ' લિખિત ધ્વજ સાથે દર્શાવવામાં આવ્યા હતા. જે તેમણે સૌ પ્રથમ વખત વિદેશીભૂમિ પર વર્ષ ૧૯૦૭માં પેરિસમાં લહેરાવ્યો હતો. આ ધ્વજ જર્મનીના બર્લિનના સ્ટુટગાર્ટની 'ઇન્ડિયન સોશિયાલિસ્ટ કોન્ફરન્સ'મા પણ રજુ કરવામાં આવ્યો હતો. મેડમ કામાની આ ધ્વજ લહેરાવતી અર્ધ-પ્રતિમાની નીચે દેશના બંધારણમાં સ્વીકૃત વિવિધ ભારતીય ભાષામાં 'વંદે માતરમ'નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટેબ્લોના હૃદયસમા પૃષ્ઠભાગમાં રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખને વર્ણવવામાં આવી હતી જેનો પ્રારંભ વર્ષ 1906થી થાય છે. કોલકાતાના પારસી બાગાનમાં વિદેશી ચીજવસ્તુઓની હોળી અને સ્વદેશીનો સ્વીકાર કરતી વખતે ક્રાંતિકારીઓએ 'વંદે માતરમ' લખેલો ધ્વજ સૌ પ્રથમ વખત ફરકાવ્યો હતો. ત્યારબાદના ક્રમે, ૧૯૦૭મા વિદેશીભૂમિ પરથી ભારતીય ક્રાંતિની જ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તેમણે તૈયાર કરેલો ધ્વજ પેરિસમાં લહેરાવ્યો હતો. વર્ષ ૧૯૧૭મા હોમરુલ ચળવળના ભાગરૂપે એની બેસન્ટ અને બાળગંગાધર તિલક દ્વારા એક નવતર ધ્વજ ફરકાવવામાં આવ્યો, જયારે વર્ષ ૧૯૨૧મા વિજયવાડામાં યુવા ક્રાંતિવીર પીંગળી વેંકૈયાએ એક નવી ડિઝાઈનનો ધ્વજ બનાવ્યો અને ગાંધીજી સમક્ષ રજુ કર્યો. ૧૯૩૧મા પીંગળીએ તૈયાર કરેલા ચરખા અને ત્રણ રંગો સાથે કેટલાક સુધારા સાથેનો ધ્વજ લગભગ સ્વીકૃતિ પામ્યો. જો કે આખરે ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ મધ્યમાં ધર્મચક્ર સાથેના ત્રિરંગાને ભારતીય બંધારણ સભાએ સ્વીકૃતિ આપી. પ્રવર્તમાન રાષ્ટ્રધ્વજની આ નિર્માણયાત્રા સાથે ભારતીય સ્વતંત્રતાની મહત્વની ચળવળોનું પણ આ ટેબ્લોમાં નિદર્શન કરવામાં આવ્યું. 'કસુંબીનો રંગ'ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા હતા 'ચરખા'ના માધ્યમથી સ્વદેશીના પ્રયોગ મારફતે સ્વતંત્રતાની હાકલ કરનારા મહાત્મા ગાંધીના શિલ્પને ટેબ્લોના અંતિમ ચરણમાં વિશાળ ધર્મચક્ર સાથે દર્શાવવામાં આવ્યું છે. સ્વદેશી-આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના આ સશક્ત મૂલ્યોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ સતત સંવર્ધિત કરવાનું સ્તુત્ય કાર્ય કરી રહયા છે. સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત 'કસુંબીનો રંગ'ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા હતા. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડૉ.વિક્રાંત પાંડે, માહિતી કમિશ્નર કિશોર બચાણી, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક ભાવના વસાવા યોગદાન આપ્યું હતું.યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૭ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ૧૩ ઝાંખીઓ મળીને કુલ ૩૦ ટેબ્લોનું પ્રદર્શન થયું હતું. કર્તવ્ય પથ પર સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં લગભગ 2,500 કલાકારોએ ભાગ લીધો હતો. દેશભરમાંથી લગભગ 10,000 ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પરેડનો પ્રારંભ ‘રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક’ ખાતે એક ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ સાથે થયો હતો, જ્યાં વડાપ્રધાનશ્રીએ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ, આ સમારોહની ઔપચારિક શરૂઆત રાષ્ટ્રપતિના સલામી મંચ પર આગમન, રાષ્ટ્રગીતનું ગાન અને 21 તોપોની સલામી સાથે થયો હતો. ૭૭-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના બે વરિષ્ઠ નેતા : યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયેન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા. 77-મા પ્રજાસત્તાક પર્વમાં આ વર્ષે પ્રથમ વખત 'સાયલન્ટ વોરિયર્સ' તરીકે જાણીતા પ્રાણીઓએ પણ પરેડમાં ભાગ લીધો હતો જેમાં મોંગોલિયન પ્રજાતિના બેક્ટ્રિયન ઊંટ, સિયાચીન ગ્લેશિયરમાં કામ કરતા ખચ્ચર, શિકારી પક્ષીઓ, સૈન્ય શ્વાન ટુકડીઓ સલામી મંચ પાસેથી પસાર થઇ હતી. સેનાની વિવિધ પાંખોના કરતબો સાથે આ વર્ષે પહેલી વખત સીઆરપીએફની પુરુષ ટીમનું નેતૃત્વ 26 વર્ષીય સહાયક કમાન્ડન્ટ સિમરન બાલાએ કર્યું હતું. ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસ કરનારી સિમરને ગાંધીનગરની સરકારી મહિલા કોલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી સીઆરપીએફની સહાયક કમાન્ડન્ટની પરીક્ષા પાસ કરી હતી. આ સાથે યુરોપિયન યુનિયનની કન્ટીજન્ટ પણ આ પરેડમાં સામેલ થઇ હતી. આ વર્ષની પરેડમાં પ્રથમ વખત ભારતીય સેના દ્વારા બેટલ અરે ફોર્મેટ દર્શાવવામાં આવશે, આવ્યું હતું જેમાં પરંપરાગત માર્ચિંગ ટુકડીઓ અને સેવા પ્રસ્તુતિઓનો સમાવેશ થતો હતો. આ પણ વાંચો : Republic Day 2026 : ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ

Read Full Story arrow_forward
પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી, કર્તવ્ય પથ ભારતીય સંસ્કૃતિની વિરાસતની ઝાંખીની જુઓ સુંદર તસવીર
calendar_today January 26, 2026

પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી, કર્તવ્ય પથ ભારતીય સંસ્કૃતિની વિરાસતની ઝાંખીની જુઓ સુંદર તસવીર

ભારતમાં 26 જાન્યુઆરી દિવસે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દિલ્હીમાં કર્તવ્ય પથ પર  ભારતની વિકાસ યાત્રા, સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી શક્તિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નેતૃત્વમાં "વંદે માતરમના 150 વર્ષ" થીમ પર કર્તવ્ય પથ પર આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજે કર્તવ્ય પથ પરેડમાં ભારતીય સેનાની તાકાત ઉપરાંત 17 રાજ્યોના 30 ઝાંખીઓએ ભાગ લીધો હતો. જુઓ કર્તવ્ય પથ પર ભારતીય સંસ્કૃતિની ઝાંખીની તસવીર.

Read Full Story arrow_forward
LR ASHM: ભારતની પ્રથમ હાઇપરસોનિક મિસાઇલ પરેડમાં છવાઇ, જાણો વિશેષતા
calendar_today January 26, 2026

LR ASHM: ભારતની પ્રથમ હાઇપરસોનિક મિસાઇલ પરેડમાં છવાઇ, જાણો વિશેષતા

77મા પ્રજાસત્તાક દિવસે ભારતે દુનિયા સમક્ષ પોતાની હાઇપરસોનિક મિસાઇલનું પ્રદર્શન કર્યું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ લોંગ રેન્જ એન્ટી-શીપ હાઇપરસોનિક ગ્લાઇડ મિસાઇલ (LRAshM) વિકસાવી છે. આ મિસાઇલ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવી રહી છે. તે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ હડતાલ ક્ષમતાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે. આ મિસાઇલ હાઇપરસોનિક છે, જેના કારણે તે દુશ્મન રડાર દ્વારા શોધી શકાતી નથી. કેટલી છે રેન્જ? ગતિ: હાઇપરસોનિક (મેક 8-10 સુધી) — તે 15 મિનિટથી ઓછા સમયમાં દુશ્મન જહાજોનો નાશ કરી શકે છે. પ્રકાર: હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ (HGV) — તે રોકેટ પર ઉડાન ભરે છે, પછી તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે અનિયમિત માર્ગ પર ગ્લાઇડ કરે છે, જેના કારણે તેને અટકાવવાનું અત્યંત મુશ્કેલ બને છે. પેલોડ: વિવિધ પ્રકારના વોરહેડ્સ લઈ શકે છે. દુશ્મન યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટ કેરિયર્સનો નાશ કરવામાં સક્ષમ. હેતુ: મુખ્યત્વે ભારતીય નૌકાદળ માટે એન્ટી-શીપ ભૂમિકામાં, પરંતુ ભવિષ્યમાં જમીન-હુમલો સંસ્કરણ પણ શક્ય છે. વિકાસ: હૈદરાબાદમાં DRDOનું ડૉ. એપીજે અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે. હાઇપરસોનિક ગ્લાઇડ અને ક્રુઝ મિસાઇલ ટેકનોલોજી પર કામ ચાલી રહ્યું છે. આ મિસાઇલ શા માટે મહત્વપૂર્ણ છે? આ મિસાઇલ દુશ્મનના રડારથી બચીને ઝડપથી હુમલો કરે છે. હાઇપરસોનિક ગતિ દુશ્મનને પ્રતિક્રિયા આપવા માટે ઓછો સમય આપે છે. આનાથી ભારતને હિંદ મહાસાગરમાં મજબૂત સ્થિતિ મળશે, ખાસ કરીને ચીનની વધતી જતી નૌકાદળ સામે. DRDO ભવિષ્યમાં તેની રેન્જ 3000-3500 કિલોમીટર સુધી વધારવાનું લક્ષ્ય રાખે છે. DRDOના વૈજ્ઞાનિકો કહે છે કે હાઇપરસોનિક મિસાઇલો ભારતનું ભવિષ્ય છે. આ મિસાઇલ ભારતને આવી ક્ષમતાઓ ધરાવતા દેશોના પસંદગીના જૂથ (જેમ કે રશિયા, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ) માં સ્થાન આપશે.77માં પ્રજાસત્તાક પર્વ પર પીએમ મોદીએ પહેરી આકર્ષક પાઘડી, જુઓ તસવીરો

Read Full Story arrow_forward