android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotમાં અસામાજિક તત્વોનો આતંક, એસ્ટ્રોન નાળા પાસે ફ્રૂટ લારીમાં લગાવી આગ, ધંધાર્થીઓને મોટું નુકસાન
calendar_today January 26, 2026

Rajkotમાં અસામાજિક તત્વોનો આતંક, એસ્ટ્રોન નાળા પાસે ફ્રૂટ લારીમાં લગાવી આગ, ધંધાર્થીઓને મોટું નુકસાન

રાજકોટ શહેરના એસ્ટ્રોન નાળા વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ફ્રૂટની લારી અને કેબિનમાં આગ લગાવી દેવાતા ચકચાર મચી ગઇ છે. આગ લગાવવાની આ ઘટનામાં ફળના વેપારીઓને મોટી આર્થિક નુકશાન થયાનું જાણવા મળ્યું છે.આગના કારણે સામાન સંપૂર્ણ રીતે બળી ગયો પ્રાપ્ત માહિતી અનુસાર, ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાં તાત્કાલિક આગ પર કાબુ પામવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગના કારણે સામાન સંપૂર્ણ રીતે બળી ગયો હતો વેપારીઓમાં આ ઘટનાને લઈ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી રાજકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓએ પોલીસને આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે.આ પણ વાંચો----    Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

Read Full Story arrow_forward
Surat : કિમ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 15 મુસાફરો ઘાયલ, વડોદરાની બસ સેલવાસ લગ્ન પ્રસંગમાં ગઈ હતી
calendar_today January 26, 2026

Surat : કિમ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 15 મુસાફરો ઘાયલ, વડોદરાની બસ સેલવાસ લગ્ન પ્રસંગમાં ગઈ હતી

સુરત જિલ્લાના કિમ નજીક રાત્રિના એક વાગ્યાના સમયે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં 15 મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી. ઘાયલોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.વડોદરાની લક્ઝરી બસ સેલવાસમાં લગ્ન પ્રસંગમાં ગઇ હતી માહિતી અનુસાર, વડોદરાની લક્ઝરી બસ સેલવાસમાં લગ્ન પ્રસંગમાં ગઇ હતી અને પરત ફરતી વેળાએ કિમ નજીક ટ્રક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 15 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ બસમાં અંદાજે 35 પ્રવાસી સવાર હતા. અકસ્માતમાં 15 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોની સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે. આ પણ વાંચો----    Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદ પોલીસ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરાયું, 2025માં 259 આરોપીઓને તડીપાર કર્યા : CP
calendar_today January 26, 2026

Ahmedabad News : અમદાવાદ પોલીસ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરાયું, 2025માં 259 આરોપીઓને તડીપાર કર્યા : CP

અમદાવાદ પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યા બાદ મિડીયાને માહિતી આપતા જણાવ્યું હતુ કે, ભારતનું સૌથી સેફ સિટી અમદાવાદ છે, અમદાવાદમાં 24 હજાર સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને તમામ કેમેરાનું અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરાય છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં વર્ષ 2025માં 259 આરોપીઓને તડીપાર કર્યા છે.2025માં અમદાવાદમાં ગુનાખોરીમાં ઘટાડો થયો છે : CP પોલીસ કમિશનરે વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2025માં 649 સાયબર ક્રાઇમ ગુના નોંધાયા છે અને 29.55 કરોડ રૂપિયા લોકોને પરત અપાવ્યા છે, શહેર પોલીસે કોલ્ડ પ્લે, ક્રિકેટ જેવા મોટા આયોજનોમાં કામ કર્યું છે અને પોલીસ હંમેશા લોકોની સુરક્ષા માટે તૈનાત છે. અમદાવાદ ગ્રામ્યના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યુ હર્ષ સંઘવી દ્વારા પોલીસ હેડક્વાર્ટર, મકરબા ખાતે યોજાયેલા ગણતંત્ર દિવસ સમારોહમાં હાજરી આપી હતી અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી, હર્ષ સંઘવીએ સ્પીચ આપતા જણાવ્યું હતુ કે, ભારત દુનિયાનો સૌથી લોકતંત્ર દેશ ગણાય છે, બંધારણે સમાનતા, ન્યાયને માર્ગે ચાલવાની શક્તિ આપી છે અને દેશની ધરતીએ આઝાદીના ઘડવૈયા આપ્યા છે, આજે ભારત માતાની ગુંજ ઉર્જા આપનારી છે અને ગુજરાત પોલીસ રક્ષાની કાજે અડીખમ છે, ગુજરાત પોલીસ લોકોને સુરક્ષાનો વિશ્વાસ આપે છે. મને આ માટી અને ગણતંત્રનું ગૌરવ છે : સંઘવી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, અમદાવાદે ગુલામીની બેડી તોડવા દેશને દિશા દીધી છે, આ નગરી સત્ય અને અહિંસાની પ્રયોગશાળા બની, સરદાર પટેલે અમદાવાદથી જાહેર જીવન શરૂ કર્યુ, "આ ભૂમિ ગાંધીના સંઘર્ષ મંત્ર, સરદારના લોખંડી મનોબળની ભૂમિ છે' અને કોમનવેલ્થા આયોજન માટે અમદાવાદ તૈયાર છે, ‘અમદાવાદીઓ વિશ્વના દેશોના ખેલાડીઓનું સ્વાગત કરશે’ગુજરાતનો વિકાસ સર્વ સમાવિષ્ઠ અને ટકાઉ છે, અમદાવાદ વિશ્વનું પ્રથમ હેરિટેજ સિટી છે, રાજ્યના અન્ય શહેરોનું માર્ગદર્શક અમદાવાદ બન્યું છે’સાબરમતી રિવરફ્રન્ટ પ્રવાસનનું કેન્દ્ર બન્યું છે, વિશ્વની કંપનીઓ અહી આવી રહી છે. આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરના ચિલોડામાં વરઘોડામાં ગાડી હટાવવાને લઈ થયું ધીંગાણું, પોલીસે મામલો થાળે પાડયો

Read Full Story arrow_forward