android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli: હાથમતી નદીના નબળા ડાયવર્ઝનમાં ટ્રક ખાબકી, 'સંદેશ ન્યૂઝ'નો અહેવાલ સાચો ઠર્યો
calendar_today January 25, 2026

Aravalli: હાથમતી નદીના નબળા ડાયવર્ઝનમાં ટ્રક ખાબકી, 'સંદેશ ન્યૂઝ'નો અહેવાલ સાચો ઠર્યો

અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે હાથમતી નદી પર બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શામળાજી તરફ જઈ રહેલી એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક સીધી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતે તંત્રની બેદરકારી અને નબળા કામકાજની પોલ ખોલી નાખી છે.નબળા ડાયવર્ઝને સર્જ્યો અકસ્માતઘટનાની વિગત મુજબ, ભિલોડા પાસેથી પસાર થતી હાથમતી નદી પર બ્રિજનું કામ ચાલતું હોવાથી વાહનોની અવરજવર માટે સાઈડમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. શામળાજી તરફ જતી આ ટ્રક જ્યારે ડાયવર્ઝન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી મારીને નદીના પટમાં ખાબકી હતી. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે, જે મોટી રાહતની વાત છે.સંદેશ ન્યૂઝની ચેતવણીને તંત્રએ ઘોળીને પી લીધીનોંધનીય છે કે, સંદેશ ન્યૂઝ દ્વારા ગઈકાલે જ આ નબળા ડાયવર્ઝન અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે આ ડાયવર્ઝન અત્યંત જોખમી છે અને ગમે ત્યારે અહીં અકસ્માત સર્જાઈ શકે છે. તેમ છતાં, તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા, જેનું પરિણામ આજે આ અકસ્માત સ્વરૂપે જોવા મળ્યું છે.આ પણ વાંચો: પોલીસને 2 વર્ષથી હાથતાળી આપતો વોન્ટેડ આરોપી મુકેશ ગોહિલ સુરતથી ઝડપાયો

Read Full Story arrow_forward
Bhavnagar News : બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહિરને જેલ હવાલે કરાયો
calendar_today January 25, 2026

Bhavnagar News : બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહિરને જેલ હવાલે કરાયો

ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં માયાભાઈ આહિરના દીકરા જયરાજની એસઆઈટી દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જયરાજને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જયરાજને જ્યારે કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસના બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો છે. જયરાજ આહીરને મહુવા કોર્ટમાં રજૂ કરાયો બગદાણામાં નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ બાદ આજે રવિવારે તેને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટે આદેશ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કૂલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયરાજના જામીનની માગ કોર્ટે ફગાવી હોવાની વિગતો જાણવા મળી છે. આ ઉપરાંત તેના વકિલે જામીનની પણ માગ કરી હતી. જે કોર્ટે નકારી કાઢી છે અને તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. આ પણ વાંચોઃ Panchmahal News: ગોધરામાં બોમ્બ સ્ક્વોડ અને પોલીસનું સર્ચ ઓપરેશન

Read Full Story arrow_forward
Bhavnagar: એમ.જી. રોડ પર આવેલા જૈન દેરાસરમાં તસ્કરી, ભગવાનનો રૂ. 50 હજારનો ચાંદીનો મુગટ ચોરી અજાણ્યો શખ્સ ફરાર
calendar_today January 25, 2026

Bhavnagar: એમ.જી. રોડ પર આવેલા જૈન દેરાસરમાં તસ્કરી, ભગવાનનો રૂ. 50 હજારનો ચાંદીનો મુગટ ચોરી અજાણ્યો શખ્સ ફરાર

ભાવનગર શહેરના હાર્દ સમાન એમ.જી. રોડ પર ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા વર્ષો જૂના જૈન દેરાસરમાંથી અજાણ્યો તસ્કર અજીતનાથ ભગવાનની મૂર્તિ પર બિરાજમાન કિંમતી ચાંદીનો મુગટ ચોરી કરી પલાયન થઈ ગયો છે. આ સમગ્ર ઘટના દેરાસરના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.પુજારી ઉપરના માળે ગયા અને નીચે મુગટ ગાયબઘટનાની વિગત મુજબ, એમ.જી. રોડ પર વૃંદાવન હોટલની સામે આવેલા જૈન દેરાસરમાં ગત ૨૩ જાન્યુઆરીના રોજ રાબેતા મુજબ ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના ચાલી રહી હતી. સવારના સમયે દેરાસરના પુજારી દર્શનાબેને પ્રથમ અજીતનાથ ભગવાનની પૂજા કરી હતી, તે સમયે મૂર્તિ પર ચાંદીનો મુગટ બિરાજમાન હતો.ત્યારબાદ પુજારી ઉપરના માળે પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરવા માટે ગયા હતા. આશરે સાડા અગિયાર વાગ્યાના સુમારે જ્યારે તેઓ પૂજા પૂર્ણ કરી નીચે આવ્યા, ત્યારે અજીતનાથ ભગવાનની મૂર્તિ પરથી મુગટ ગાયબ હોવાનું જણાતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક દેરાસરના ટ્રસ્ટી સંજયભાઈ ઠારને આ અંગે જાણ કરી હતી.CCTVમાં કેદ થયો ચોરીનો ખેલચોરીની જાણ થતા જ દેરાસરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પુજારીની ગેરહાજરીનો લાભ લઈ એક અજાણ્યો ઈસમ દેરાસરમાં પ્રવેશ કરે છે અને ભગવાનની મૂર્તિ પરથી અંદાજે રૂ. 50,000 ની કિંમતનો ચાંદીનો મુગટ ઉતારીને ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ જાય છે.પોલીસ તપાસનો ધમધમાટઆ મામલે દેરાસરના ટ્રસ્ટી સંજયભાઈએ ગંગાજળિયા પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.સીસીટીવી ફૂટેજના આધારે આરોપીના વર્ણન અને ભાગવાના રૂટની તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો:Aravalli: હાથમતી નદીના નબળા ડાયવર્ઝનમાં ટ્રક ખાબકી, 'સંદેશ ન્યૂઝ'નો અહેવાલ સાચો ઠર્યો

Read Full Story arrow_forward