android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Update: દિલ્હી-NCRમાં 26 જાન્યુઆરી સુધી વરસાદની શક્યતા નહીવત, ઠંડી અને ધુમ્મસનો કહેર
calendar_today January 25, 2026

Weather Update: દિલ્હી-NCRમાં 26 જાન્યુઆરી સુધી વરસાદની શક્યતા નહીવત, ઠંડી અને ધુમ્મસનો કહેર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 જાન્યુઆરી સુધી વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે, જેના કારણે ઠંડીની સાથે ઝાકળ અને ધુમ્મસ લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે.દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં હાલ વરસાદ થવાની આશા નથી ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ નબળો રહેવાના કારણે દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં હાલ વરસાદ થવાની આશા નથી. જોકે પહાડી વિસ્તારોમાં હળવો વરસાદ અને બરફવર્ષાનો પ્રભાવ મેદાની વિસ્તારોમાં ઠંડા પવન રૂપે અનુભવાઈ રહ્યો છે. તેના કારણે ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને રાત્રિ તથા સવારના સમયે ઠંડી વધુ કડક બની રહી છે.આવનારા દિવસોમાં સવાર અને મોડીરાત્રે ઝાકળ છવાવાની સંભાવના હવામાન વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આવનારા દિવસોમાં સવાર અને મોડીરાત્રે ઝાકળ છવાવાની સંભાવના છે. અનેક વિસ્તારોમાં દૃશ્યતા ખૂબ ઓછી થઈ શકે છે, જેના કારણે રસ્તા અને રેલ પરિવહન પર અસર પડી શકે છે. ખાસ કરીને હાઈવે પર વાહન ચલાવતા લોકોને વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ધુમ્મસ અને ઝાકળના કારણે ફ્લાઈટ અને ટ્રેનો પણ મોડી પડી શકે છે.દિવસ દરમિયાન હળવો સૂર્યપ્રકાશ નીકળવાથી થોડી રાહત મળી શકે દિવસ દરમિયાન હળવો સૂર્યપ્રકાશ નીકળવાથી થોડી રાહત મળી શકે છે, પરંતુ ઠંડા પવનોને કારણે ઠંડીનો પ્રભાવ યથાવત રહેશે. મહત્તમ તાપમાન સામાન્યની આસપાસ રહી શકે છે, જ્યારે ન્યૂનતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સુધી વધુ ઘટાડાની શક્યતા છે. હવામાન વિભાગે વડીલો અને બાળકોને ખાસ કરીને ઠંડીથી બચવાની સલાહ આપી છે.એર ક્વોલિટી ઇન્ડેક્સ મધ્યમથી ખરાબ શ્રેણીમાં હવાની ગુણવત્તાની વાત કરીએ તો, વરસાદ ન હોવાના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ મધ્યમથી ખરાબ શ્રેણીમાં જ રહી શકે છે. નિષ્ણાતોના કહેવા મુજબ પવનની ગતિ ઓછી રહેવાને કારણે પ્રદૂષક તત્વો વાતાવરણમાં જ ફસાયેલા રહેશે. દિલ્હી-એનસીઆર વિસ્તારમાં 26 જાન્યુઆરી સુધી હવામાન શુષ્ક રહેશે, પરંતુ ઠંડી, ઝાકળ અને ધુમ્મસ લોકોની દૈનિક જીવનશૈલી પર અસર કરતા રહેશે. ગરમ કપડાં પહેરવા, સાવચેતીથી વાહન ચલાવવું અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ પણ વાંચો: India Weather Forecast: ફરી વધશે ઠંડી, ઉત્તર ભારતમાં શીતલહેરની શક્યતા, હવામાન વિભાગનું એલર્ટ

Read Full Story arrow_forward
પોલીસ પંચાત : બે દિવસમાં ત્રણ પોલીસકર્મીઓના આપઘાતથી ખળભળાટ, બિલ્ડરની ઓફીસ બહાર વહીવટદાર બેસી તો રહ્યો પણ પછી ?
calendar_today January 25, 2026

પોલીસ પંચાત : બે દિવસમાં ત્રણ પોલીસકર્મીઓના આપઘાતથી ખળભળાટ, બિલ્ડરની ઓફીસ બહાર વહીવટદાર બેસી તો રહ્યો પણ પછી ?

પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં. કે કંપનીની સજા ભોગવીને કોન્સ્ટેબલો કંટાળ્યા, કહ્યું, અમને તો બહાર કાઢો અમદાવાદ શહેરમાં ઘણા સમય પહેલા મોટા ભાગે બદલીઓનો દોર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી હતી, જે લોકો પોલીસ સ્ટેશનમાં હતા તેમને ટ્રાફિક પોલીસમાં મૂકવામાં આવ્યા છે, પણ આ બધાની વચ્ચે જો ચિંતામાં હોય તો કે કંપનીમાં ફરજ બજાવતા મોટા વહિવટદારો છે, કેમકે હવે તેમને ચિંતા સતાવી રહી છે કે, અમને તો કોઈ પોલીસ સ્ટેશન ફાળવો, કયાં સુધી અમે જાપ્તા કરતા રહીશું, ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ કે કંપનીના કર્મચારીઓ તરફ નજર નાખે અને જે લોકોને બહાર કાઢવાના છે તેમને સમય પ્રમાણે પોલીસ સ્ટેશન ફળવાયા તેવી માગ ઉઠી છે. ખાખીની ખૂમારી પર વેઈટિંગનું ગ્રહણ, રાજયના 240 પ્રમોટેડ PI વેઈટિંગ ઈન પોસ્ટિંગ ગુજરાત પોલીસ વિભાગમાં ગત વર્ષે ફેબ્રુઆરીથી જૂન વચ્ચે ત્રણ તબક્કામાં 240 PSIને PIનું પ્રમોશન મળ્યું હતું. પરંતુ 240 પીઆઈને 11 મહિનાથી વેઈટિંગ ઈન પોસ્ટિંગનો આ કિસ્સો ઈતિહાસમાં પ્રથમ હોવાની ચર્ચા છે. આ શિસ્તનું ડિપાર્ટમેન્ટ હોવાથી કેટલાક મોટું ખોલી શકતા નથી પરંતુ અસમંજસની આ સ્થિતિને કારણે પોલીસ બેડામાં અંદરખાને રોષ ચરમસીમાએ છે. 240 ગેઝેટેડ અધિકારીઓની હાલત હાલ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. 11 મહિનાથી ટ્રાન્સફરનો નિર્ણય પેન્ડિંગ હોવાથી 240 PI જે તે શહેર અથવા જિલ્લામાં સતત ત્રણથી ચાર વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યાં છે. જજે PIને કહ્યું, તમારા વિસ્તારમાં ફલેટ લેવો છે, બિલ્ડરને કહેજો કે થોડું ડિસ્કાઉન્ટ કરી આપે અમદાવાદ શહેરમાં આરોપીને લઈ પોલીસ કોર્ટમાં જતી હોય છે, ઘણીવાર ઉચ્ચ અધિકારીઓ પણ કોર્ટ સુધી જતા હોય છે, ત્યારે મિત્રતાના ભાવે પશ્ચિમ વિસ્તારના એક પીઆઈને જજે કહ્યું કે, તમારા વિસ્તારમાં ફલેટ લેવો છે તો બિલ્ડરની ઓળખાણ કરી રાખજો, તો પીઆઈ પણ મૂંઝાયા કે કરવું તો શું કરવું કેમકે પીઆઈ પણ બિલ્ડરને ઓળખતા નથી, માટે એક વહિવટદાર આ મામલે બિલ્ડરને મળવા માટે સવારથી સાંજ સુધી બિલ્ડરની ઓફીસની બહાર બેસી રહ્યો પણ ના તો બિલ્ડર મળ્યા કે ના તો પીઆઈને જવાબ આપી શકાયો. ઘણા PIએ આ 3 પોલીસ સ્ટેશન મેળવવા રાજકીય લોબિંગ શરૂ કર્યુ, પણ ઉચ્ચ અધિકારીનો અભિગમ કામગીરીનો છે નહી કે ભલામણનો અમદાવાદ શહેરમાં 3 પોલીસ સ્ટેશન એવા છે કે જયાં ટૂંક સમયમાં 3 PIને પોસ્ટિંગ આપવામાં આવશે અને ગાંધીનગરની હદથી નજીક આવેલું એક પોલીસ સ્ટેશન તો એવું ક્રીમ પોલીસ સ્ટેશન છે કે, ત્યાં સીટ મેળવવા માટે ઘણા પીઆઈઓએ ધારાસભ્યથી લઈ ગાંધીનગર સુધીના અધિકારીઓની ઓળખાણ લગાવી છે, પંરતું આ વખતે પોસ્ટિંગ માટે કોઈ ઓળખાણની જરૂર નથી, જરૂર છે તો બસ તમારી સારી કામગીરીની, ત્યારે આ વખતે આનંદનગર, શહેરકોટડા, કૃષ્ણનગરમાં એવા પીઆઈને પોસ્ટિંગ અપાશે કે જેમની કામગીરી સારી રહી છે, ત્યારે આ વખતે ભલામણ ના કરતા પરંતુ જો હજી પણ સારા પોલીસ સ્ટેશન જોઈતા હોય તો સારી કામગીરી કરજો તો કોઈને ભલામણ કરવાનો વારો નહી આવે. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીએ છેલ્લા બે દિવસમાં જીવન ટૂંકાવ્યું ઘણી વાર સાંભળ્યું છે કે, કામના ભારણના કારણે પણ લોકો આપઘાત કરતા હોય છે, ત્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 3 કોન્સ્ટેબલે જિંદગીને અલવિદા કહી દીધુ છે. ગાંધીનગરમાં સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ પેથાપુરના પાલુદ્રા વિસ્તારમાં પોતાના રહેઠાણ મકાનના પ્રથમ માળે આપઘાત કર્યો. ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહીલે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો. ભરૂચ શહેરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતી પરમારે આપઘાત કરી લીધો ભરૂચ હેડક્વાર્ટર ખાતેના પોતાના રૂમમાં ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ બેડામાં પોલીસનું મહેકમ ઓછું હોવાથી પોલીસકર્મીઓ આપઘાત કરી રહ્યાં હોવાની વાત પોલીસબેડામાં ચાલી રહી છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં હાડથીજવતી ઠંડીથી શહેરીજનો ઠુઠવાયા, ઉત્તર પૂર્વીય પવનોથી ઠંડીનું જોર વધ્યું

Read Full Story arrow_forward
Surat News : આ ચોરને ઘરમાં જ ચોરી કરવી ગમતી હતી, 100થી વધુ ઘરફોડ ચોરી કરનાર તસ્કરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
calendar_today January 25, 2026

Surat News : આ ચોરને ઘરમાં જ ચોરી કરવી ગમતી હતી, 100થી વધુ ઘરફોડ ચોરી કરનાર તસ્કરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

સમગ્ર ભારતના અલગ-અલગ રાજ્યોમાં 100 થી વધુ ઘરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર ઝડપાયો છે અને સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દિનેશ ઉર્ફે લાલાજી વૃંદાવન શાહને ઝડપી પાડ્યો છે, આરોપી દેશભરમાં ઘરફોડી માટે કુખ્યાત સતપાલ ફૌજી ગેંગનો સાગરિત છે અને આ ગેંગ માત્ર ધોળા દિવસે ફ્લેટની સોસાયટીમાં પ્રવેશ કરી બંધ ફલેટોને ટાર્ગેટ કરતા હતા.સતપાલ ફૌજી ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો આ ચોરે ફકત ગુજરાતમાં જ નહી પણ અલગ-અલગ રાજયોમાં પણ ચોરી કરી હોવાની વાત સામે આવી છે, બંધ ફલેટોને લોખંડના સળીયાથી લોક તોડી ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા અને આરોપી દિનેશ અગાઉ 34 ચોરીમાં પકડાઈ ચૂક્યો છે અને તે ઉપરાંત 29 ઘરફોડ ચોરીઓનો વોન્ટેડ આરોપી છે, તે સાથે પાંચ વર્ષ પહેલા સુરતના સીટી લાઇટના એપાર્ટમેન્ટમાં સોના ચાંદીના ઘરેણા સહિત રૂપિયા 1.20 કરોડની ચોરીમાં પણ વોન્ટેડ હતો. 11 રાજ્યોમાં 100થી વધુ ઘરફોડ ચોરીઓને અંજામ આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી. તેઓ માત્ર દિવસ દરમિયાન જ ફ્લેટોમાં ચોરી કરતા હતા. ગેંગના 8થી 9 સભ્યો પોશ સોસાયટીઓમાં રેકી કરતા અને જે ફ્લેટના દરવાજાની બહાર ઘણા દિવસોના ન્યૂઝપેપર પડ્યા હોય અથવા દરવાજા પર ધૂળ જામી હોય, તેને નિશાન બનાવતા હતા. આ પણ વાંચો : પોલીસ પંચાત : બે દિવસમાં ત્રણ પોલીસકર્મીઓના આપઘાતથી ખળભળાટ, બિલ્ડરની ઓફીસ બહાર વહીવટદાર બેસી તો રહ્યો પણ પછી ? 

Read Full Story arrow_forward