android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : રાજકોટમાં 1.04 લાખની કિંમતના ગાંજા સાથે એક આરોપી ઝડપાયો, ફલેટ ભાડે રાખી કરતો ગાંજાનું વેચાણ
calendar_today January 25, 2026

Rajkot News : રાજકોટમાં 1.04 લાખની કિંમતના ગાંજા સાથે એક આરોપી ઝડપાયો, ફલેટ ભાડે રાખી કરતો ગાંજાનું વેચાણ

રાજકોટમાં ફરી ગાંજા સાથે એક આરોપી ઝડપાયો છે, પશ્ચિમ બંગાળનો 26 વર્ષીય સૂરજ રાય રાજકોટમાં ફ્લેટ ભાડે રાખી કરતો હતો ગાંજાનું વેચાણ અને ગાંજો કોને આપવાનો હતો અને કયાંથી લાવ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે કાર્યવાહી કરી છે. જેતપુરના ભોજાધારમાં રહેતી મહિલા ગાંજા સાથે ઝડપાઇ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરે ગાંજો રાખ્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે રેડ કરતા મહિલાના ઘરમાંથી 488 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 24426નો મળી આવતા પોલીસે મહિલાની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. બે દિવસ અગાઉ ઉપલેટામાં મહિલા 889 ગ્રામ ગાંજા સાથે ઝડપાઈ રાજકોટ ગ્રામ્ય જિલ્લા SOGએ ઉપલેટામાંથી એક મહિલાને 889 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી હતી. SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઉપલેટાના સ્મશાન રોડ પર રામગઢ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સલમાબેન રફીકભાઈ શેખ પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે તેમના ઘરે દરોડો પાડ્યો હતો. આ પણ વાંચો : Surat News : આ ચોરને ઘરમાં જ ચોરી કરવી ગમતી હતી, 100થી વધુ ઘરફોડ ચોરી કરનાર તસ્કરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છ-સૌરાષ્ટ્ર સુધી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે
calendar_today January 25, 2026

Gujarat Latest News Live : ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છ-સૌરાષ્ટ્ર સુધી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં હાડથીજવતી ઠંડીથી શહેરીજનો ઠુઠવાયા, ઉત્તર પૂર્વીય પવનોથી ઠંડીનું જોર વધ્યું
calendar_today January 25, 2026

Weather News : ગુજરાતમાં હાડથીજવતી ઠંડીથી શહેરીજનો ઠુઠવાયા, ઉત્તર પૂર્વીય પવનોથી ઠંડીનું જોર વધ્યું

ભુજમાં 9.1 ડિગ્રી, ડીસામાં 10.4 ડિગ્રી, મહેસાણામાં 11.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.6 ડિગ્રી, કંડલામાં 12.5 ડિગ્રી, રાજકોટમાં 12.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13.1 ડિગ્રી, કેશોદમાં 13.4 ડિગ્રી, અમદાવાદમાં 14.2 ડિગ્રી, ભાવનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદની આગાહી સાથે સાથે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 26 જાન્યુ.એ હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરીના રોજ બીજું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. જેના કારણે ઉત્તર ભારતના 9 રાજ્યોમાં વરસાદ અને પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આ પણ વાંચો : Gujarat Latest News Live : ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છ-સૌરાષ્ટ્ર સુધી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે

Read Full Story arrow_forward