Prayagraj : અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર અસામાજિક તત્વોએ મચાવ્યો હંગામો
પ્રયાગરાજના માઘ મેળા ક્ષેત્રના સેક્ટર 4 ત્રિવેણી માર્ગ સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની શિબિરમાં શનિવારે સાંજે અસામાજિક તત્વોએ હંગામો મચાવી દીધો. આરોપ છે કે કેટલાક લોકો લાકડી-દંડા અને ઝંડા લઈને શિબિરમાં જબરદસ્તીથી ઘુસી આવ્યા અને આક્રમક નારાબાજી કરવા લાગ્યા. આ દરમિયાન માહોલ તણાવપૂર્ણ થઈ ગયો.કોઈ પણ સમયે મારામારી થઈ શકતી હતી મળતી માહિતી મુજબ આ ઘટના 24 જાન્યુઆરી 2026ની સાંજે લગભગ 6.30થી 7.30 વાગ્યાની વચ્ચે બની, શિબિરમાં હાજર સેવકો અને કાર્યકર્તાઓએ સમજતાપૂર્વક વિરોધ કરી રહેલા લોકોને શાંતિપૂર્વક બહાર કાઢી દીધા. જેના કારણે કોઈ મોટી ઘટના બનતા બનતા ટળી ગઈ. જો કે ત્યાં હાજર રહેલા લોકોનું કહેવું છે કે સ્થિતિ એટલી ગંભીર હતી કે કોઈ પણ સમયે મારામારી થઈ શકતી હતી. મળતી માહિતી મુજબ શિબિરની બહાર જ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી શ્રદ્ધાળુઓની વચ્ચે શાંતિપૂર્વક બિરાજમાન રહે છે અને મોટી સંખ્યામાં ભક્તો ત્યાં હાજર રહે છે. ત્યારે આ પ્રકારની ઘટનાથી સંતો અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈ ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે તેવી માગ ઘટના બાદ શિબિર મેનેજમેન્ટ તરફથી તંત્રને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં માગ કરવામાં આવી છે કે અજાણ્યા તત્વોની વિરૂદ્ધ તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે અને તેમની ઓળખ પર કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ શિબિર અને તેની આસપાસ જરૂરી માત્રામાં પોલીસ દળને સ્થાયી રીતે તૈનાત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને છે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને પોલીસની રહેશે. ઘટના બાદ વિસ્તારમાંથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. આ પણ વાંચો : Republic Day 2026 : ફેશિયલ રિકોગ્નિશન સિસ્ટમ, 1000થી વધુ સીસીટીવી, કર્તવ્ય પથ પર હાઈટેક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
Read Full Story arrow_forward