android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnaga: બગદાણા મારપીટ કેસ, SIT ની તપાસમાં જયરાજ આહિરની સંડોવણી સાબિત થતા ધરપકડ
calendar_today January 24, 2026

Bhavnaga: બગદાણા મારપીટ કેસ, SIT ની તપાસમાં જયરાજ આહિરની સંડોવણી સાબિત થતા ધરપકડ

ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધીયા પર થયેલા હુમલાના કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા લોકસાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આ મામલે જયરાજ વિરુદ્ધ મજબૂત પુરાવાઓ મળતા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.જયરાજ આહિરની SIT દ્વારા ધરપકડનવનીત બાલધીયાને માર મારવાના કેસની તપાસ માટે ખાસ રચાયેલી SITની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં જયરાજ આહિરની સંડોવણીના અનેક પાસાઓ સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર પુરાવાઓને આધારે ધરપકડ કરવામાં આવી છે.પુરાવાઓની કડી અને SITની કાર્યવાહી ઘટનાસ્થળ અને તેની આસપાસની પરિસ્થિતિઓ જયરાજની હાજરી અથવા સૂચના તરફ ઈશારો કરે છે. ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ અને જયરાજ વચ્ચેના ફોન કોલ્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ પોલીસને મળી આવ્યા છે.કેસ સાથે સંકળાયેલા સાક્ષીઓ અને અન્ય આરોપીઓના નિવેદનોમાં જયરાજનું નામ ખુલવા પામ્યું છે.પોલીસનું કહેવું છે કે નવનીત બાલધીયાને માર મારવાના ષડયંત્રમાં જયરાજ આહિરની સંડોવણી સ્પષ્ટપણે દેખાઈ આવે છે.કાયદાનો ગાળિયો કસાયોતાજેતરમાં જ જયરાજ આહિરે નિવેદન આપ્યું હતું કે તે તપાસમાં સહયોગ આપશે, પરંતુ SIT દ્વારા એકત્ર કરવામાં આવેલી ટેકનિકલ અને અન્ય ડિટેઈલ્સ તેના વિરુદ્ધ જતા પોલીસે મોડી રાત્રે તેની ધરપકડ કરી લીધી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં જયરાજની ધરપકડ થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ પણ વાંચો: ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણથી રોષ, સાંસદ અને ધારાસભ્યએ પોલીસ વડા સમક્ષ કડક રજૂઆત કરી

Read Full Story arrow_forward
Bhavnagar News: સિહોરમાં ગબ્બર અને ફૈઝલ બેફામ, છરી વડે યુવક પર કર્યો હુમલો
calendar_today January 24, 2026

Bhavnagar News: સિહોરમાં ગબ્બર અને ફૈઝલ બેફામ, છરી વડે યુવક પર કર્યો હુમલો

ભાવનગર જિલ્લામાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યા હોય તેમ ખુલ્લે આમ ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આવામાં સિહોરમાં અસામાજિક તત્ત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આવી ઘટનામાં સતત વધારો થવાને કારણે સ્થાનિક લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.શું છે સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યા છે. જ્યાં મેહુલ દવે નામના યુવક પર અસામાજિક તત્ત્વોએ જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સિહોર શહેરના સુરકા દરવાજા પાસે મેહુલ દવે પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ફૈઝલ અને ગબ્બર નામના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા મેહુલ દવેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સિહોરમાં ફૈઝલ અને ગબ્બરનો આતંક મેહુલ દવે જ્યારે દુકાન બંધ કરીને ઊભો હતો, ત્યારે ગબ્બર અને ફૈઝલ નામના અસામાજિક તત્ત્વોએ તેને કહ્યું કે, અહીં નહીં ઊભું રહેવાનું, અને ગાળો આપી હતી. જે બાદ આ શખ્સોએ મેહુલ પર છરી વડે હુમલો કર્યો હતો. માર મારનારા બંને શખ્સ અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ફૈઝલ અને ગબ્બર રીઢા ગુનેગાર છે.પોલીસની કામગીરી પર પણ સવાલ ફૈઝલ અને ગબ્બરને હવે પોલીસનો જરા પણ ડર રહ્યો ન હોય તેમ સામાન્ય જનતા પર રૌફ જમાવવા અને પૈસા કમાવવા ગેરકાયદે કામો કરતા અચકાતા નથી. હવે સવાલ એ છે કે, પોલીસ ક્યારે જાગશે અને સિહોરને આ અસામાજિક તત્ત્વોમાંથી મુક્તિ અપાવશે. લોકો પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે, આ બે ઈસમોની કાળી કમાણીમાં પોલીસનો પણ હિસ્સો છે કે શું? આ પણ વાંચો - Sihor: કાંકરેજ ગ્રામ્યમાં ત્રણ વર્ષ સુધી બ્લેકમેઈલ કરી યુવતી પર દુષ્કર્મ

Read Full Story arrow_forward
Madhya Pradesh : ઉજ્જૈનથી ગુના જતી માલગાડી પાટા પરથી ઉતરી, યુદ્ધના ધોરણે રેલવે વિભાગે કામગીરી શરૂ કરી
calendar_today January 24, 2026

Madhya Pradesh : ઉજ્જૈનથી ગુના જતી માલગાડી પાટા પરથી ઉતરી, યુદ્ધના ધોરણે રેલવે વિભાગે કામગીરી શરૂ કરી

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં મકસી રેલ્વે સ્ટેશન નજીક શનિવારે એક માલગાડી અચાનક નિયંત્રણ બહાર થઈ ગઈ અને પાટા પરથી ઉતરી ગઈ. મળતી માહિતી મુજબ ટ્રેન ઉજ્જૈનથી ગુના જઈ રહી હતી. આ અકસ્માતમાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેના કારણે ટ્રેન બે ભાગમાં વિભાજીત થઈ ગઈ. આ ઘટનાથી રેલ્વે સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ.રેલવે વ્યવહાર થયો પ્રભાવિત પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનું પ્રાથમિક કારણ તૂટેલા રેલવે ટ્રેક હોવાનું માનવામાં આવે છે. રેલવે ટ્રેક તૂટવાના કારણે માલગાડીનું સંતુલન બગડ્યું અને ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. રેલવે ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યો છે અને સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, ઘટનાસ્થળે હાજર અધિકારીઓએ ઘટના અંગે સ્પષ્ટ અને સત્તાવાર માહિતી આપવાનું ટાળ્યું હતું. અકસ્માતને કારણે રેલવે વ્યવહાર થોડા સમય માટે પ્રભાવિત થયો હતો, પરંતુ ધીમે ધીમે તેને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મામલાની તપાસ ચાલુ સ્ટેશન મેનેજરે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતનું કારણ ટ્રેકમાં ખામી હોઈ શકે છે. ઉજ્જૈનથી એક રેલ્વે ટેકનિકલ ટીમ વિગતવાર તપાસ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી રહી છે. તપાસ રિપોર્ટ આવ્યા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.આ પણ વાંચો : ICGએ બાંગ્લાદેશથી ભારત આવી રહેલી સોપારીની દાણચોરી કરતી માછીમારી બોટને ઝડપી

Read Full Story arrow_forward