Patan: સરસ્વતીના લક્ષ્મીપુરા ગામે દંપતીને માર મારી કાગળો ઝુંટવી લીધા
સરસ્વતી તાલુકાના લક્ષ્મીપુરા ગામે ગ્રામ પંચાયતમાં દાખલો મેળવવા માટે આવેલ પાટણના કોર્ટ મેરેજ કરેલ દંપતીને ગામના ત્રણ શખ્સોએ માર મારી કાગળો ઝુંટવી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા 112 પોલીસ વાનને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ત્રણેય શખ્સો સામે વાગડોદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પાટણના હનીફ્ભાઈ મનસુરીએ વાગડોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓએ આશરે ત્રણેક વર્ષ અગાઉ લક્ષ્મીપુરા ગામની મહિલા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને સરકારી સહાય માટે લઘુમતિ દાખલાની જરૂર હોવાથી તેઓ પત્ની સાથે સહી સિક્કા કરાવવા માટે લક્ષ્મીપુરા ગામે ગ્રામ પંચાયતમાં ગયાં હતાં અને બહાર નિકળતાં સમયે લક્ષ્મીપુરા ગામના અબ્દુલ સમજ ખોરજીયા તથા અબ્દુલ ગુફર ઈબ્રાહિમ સુણસરાએ આવીને બંને દંપતીના કોર્ટ મેરેજથી નારાજ હોવાથી અદાવત રાખી ગાળો બોલી પત્ની પાસે રહેલ કાગળો ઝુંટવી લીધા હતા અને ફરીયાદીને ગડદા પાટુંનો માર મારી ધક્કા માર્યા હતા તે સમયે સાજીદ આદમ માંકણોજીયા ગાડી લઈને આવી ગાળો બોલી લાફા માર્યા હતા જે દરમિયાન અન્ય લોકો ભેગા થઈ જતાં છોડાવ્યા હતા અને 112 પોલીસ વાનને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. આ અંગે વાગડોદ પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધફરીયાદ નોંધાવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward