android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: નરોડા-દહેગામ રોડ પર ટ્રેક્ટરની અડફેટે બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત
calendar_today January 22, 2026

Ahmedabad News: નરોડા-દહેગામ રોડ પર ટ્રેક્ટરની અડફેટે બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત

Ahmedabad News: નરોડા-દહેગામ રોડ પર ટ્રેક્ટરની અડફેટે બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત અમદાવાદ શહેરના નરોડા-દહેગામ રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. નરોડા-દહેગામ હાઈવે પર આવેલા એણાસણ ગામ પાસે એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટરે બાઈક ચાલકને જોરદાર અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રેકટરની અડફેટે બાઈક ચાલકનું મોતત્યારબાદ સ્થાનિકો દ્વારા આ અકસ્માત અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ટ્રેક્ટર ચાલકની ગફલતભરી ડ્રાઈવિંગને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને તેના પરિવારજનોને જાણ કરવા માટે ઓળખ વિધિ શરૂ કરી હતી.અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરીપોલીસે આ અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને  વધુ તપાસ હાથ ધરી છે. નરોડા-દહેગામ રોડ પર ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી અવારનવાર નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસે અકસ્માત સ્થળેથી વાહનોને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  અમદાવાદના બોડકદેવમાં દંપતિના મોતના કેસની તપાસ A ડિવિઝન ACPને સોંપાઈ, NRI ટાવરના સીસીટીવી બંધ હોવાનો ખુલાસો
calendar_today January 22, 2026

Gujarat Latest News Live : અમદાવાદના બોડકદેવમાં દંપતિના મોતના કેસની તપાસ A ડિવિઝન ACPને સોંપાઈ, NRI ટાવરના સીસીટીવી બંધ હોવાનો ખુલાસો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vadodara:  કારમાં બેસી ‘જામ’ છલકાવવો ભારે પડ્યો, વાયરલ વીડિયોના આધારે પોલીસે યુવકને જેલભેગો કર્યો
calendar_today January 22, 2026

Vadodara: કારમાં બેસી ‘જામ’ છલકાવવો ભારે પડ્યો, વાયરલ વીડિયોના આધારે પોલીસે યુવકને જેલભેગો કર્યો

વડોદરામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સયાજીગંજ વિસ્તારમાં જાહેરમાં કારમાં બેસી દારૂ પીતા એક શખ્સનો વીડિયો સામે આવ્યા બાદ વડોદરા પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે. પોલીસે વીડિયોના આધારે તપાસ કરી કારચાલક યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જાહેર માર્ગ પર દારૂની મહેફિલગઈકાલે રાત્રે વડોદરાના વ્યસ્ત ગણાતા સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક શખ્સ પોતાની કારમાં આરામથી બેસીને દારૂ પી રહ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેર રસ્તા પર આ પ્રકારે નશાની મહેફિલ માણતા યુવકનો વીડિયો જોઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વીડિયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને કારના નંબર તેમજ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. સયાજીગંજ પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતા શખ્સની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો છે.આ પણ વાંચો: ધ્રાંગધ્રા નગરપાલિકામાં હંગામો, ચીફ ઓફિસરની ચેમ્બરમાં મહિલાઓએ ગંદા પાણીના માટલા ફોડી આક્રોશ ઠાલવ્યો

Read Full Story arrow_forward