android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ઉમરામાં બે બાળકોના અપહરણનો પ્રયાસ કરાતા ખળભળાટ, ચોકલેટની લાલચ આપી કારમાં બેસાડ્યા પણ બાળકોએ ચીસાચીસ કરી
calendar_today January 22, 2026

Surat: ઉમરામાં બે બાળકોના અપહરણનો પ્રયાસ કરાતા ખળભળાટ, ચોકલેટની લાલચ આપી કારમાં બેસાડ્યા પણ બાળકોએ ચીસાચીસ કરી

સુરતના ઉમરા વિસ્તારમાં બે નાના બાળકોના અપહરણનો પ્રયાસ થવાની ગંભીર ઘટના સામે આવી છે.બાળકોને પોતાની ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો  મળતી માહિતી મુજબ, એક વ્યક્તિએ ચોકલેટની લાલચ આપી બાળકોને પોતાની ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. બાળકો અચાનક બૂમાબૂમ કરવા લાગ્યા ઘટનાના સમયે અપહરણકાર બાળકોને કારમાં બેસાડતો હતો ત્યારે બાળકો અચાનક બૂમાબૂમ કરવા લાગ્યા હતા. બાળકોની ચીસો સાંભળતા જ પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેના કારણે અપહરણકારનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. પોલીસે હર્ષ નામના વ્યક્તિની ધરપકડ કરી પરિવારજનોની સતર્કતા અને લોકોની ભીડ એકત્ર થતાં અપહરણકાર સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તરત જ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે હર્ષ નામના વ્યક્તિની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે તપાસ શરુ કરી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. આ પણ વાંચો----   Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદના શીલજમાં પાલતું શ્વાનનો આતંક, ફલેટમાં સીડી ચડતી વખતે મહિલા પર શ્વાને કર્યો હુમલો
calendar_today January 22, 2026

Ahmedabad News : અમદાવાદના શીલજમાં પાલતું શ્વાનનો આતંક, ફલેટમાં સીડી ચડતી વખતે મહિલા પર શ્વાને કર્યો હુમલો

અમદાવાદના શીલજમાં પાલતું શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં મહિલા સીડી પર જઈ રહી હતી તે દરમિયાન પાલતું શ્વાને તેને બચકું ભરવાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર ઘટનામાં મહિલાને પગના ભાગે ઈજા પહોંચી હતી, અમદાવાદમાં પાલતું શ્વાનને લઈ તેનો માલિક રજીસ્ટ્રેશન નહી કરાવે તો તેની સામે ફરિયાદ નોંધાશે. અમદાવાદના શીલજમાં પાલતુ શ્વાનનો ત્રાસ ફ્લેટમાં સીડી ચડતા સમયે મહિલાએ શ્વાન પર હુમલો કર્યો હતો, શીલજના કાવેરી સંગમ ફ્લેટનો વીડિયો વાયરલ થયો છે અને યુવતી પાલતુ શ્વાનને લઇ જતા અચાનક હુમલો કર્યો છે,શ્વાનના હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને મહિલાના પતિએ CNCD અને પોલીસમાં ફરિયાદ કરી છે. હજી સુધી આ મામલે શ્વાનના માલિક સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. જો કૂતરૂ કરડે તો શું ન કરવું જોઈએ? ઘા નાનો હોય તો અવગણશો નહિ ઘા પર મીઠું, હળદર, મરચુ, સરસવનું તેલ ન લગાવશો. હડકવવા (રબીઝ)ની રસી લેવામાં વિલંબ ન કરો તે જીવલેણ બની શકે છે. કૂતરું ન કરડે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ. અજાણ્યા કૂતરાને હેરાન ન કરો, પથ્થર કે લાત ન મારવી. કૂતરાની નજીક અચાનક ન જવું, ખાસ કરીને જ્યારે તે ખાઈ રહ્યું હોય કે તેના ગલૂડિયા સાથે હોય. કૂતરો ભસે તો દોડશો નહિ, શાંતિથી ઉભા રહો. કૂતરાની આંખોમાં સીધી નજર ન કરો અને ધીમે ધીમે પાછળ હટો. બાળકોએ કૂતરાની પૂંછડી પકડવી નહિ અને તેને પજવવું નહિ. કૂતરાને નિશ્ચિત કરેલી જગ્યા પર જ ખવડાવો. (લોકોની અવરજવર વાળી જગ્યાથી દૂર) જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ? સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો. ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો. તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો. પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ? તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો. તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો. તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો.. જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ. જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો. આ પણ વાંચો : Surat News : સુરતના લાલગેટ વિસ્તરમાં એક તરફ ભૂવો પડયો અને બીજી તરફ લગ્નનો મંડપ, ભૂવો પડતા ખુરશીઓ ભૂવામાં પડતા દોડધામ મચી

Read Full Story arrow_forward
Gandhinagar News : ભારત સરકારના વન પર્યાવરણ મંત્રાલય દ્વારા જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું છે
calendar_today January 22, 2026

Gandhinagar News : ભારત સરકારના વન પર્યાવરણ મંત્રાલય દ્વારા જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું છે

વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતોમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે. ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા પર પણ ચર્ચા કરાઈ આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એની પણ કાળજી લેવા વન વિભાગને સૂચનો કર્યા હતા. તેમણે આ હેતુસર ઇકો ટુરિઝમને વેગ આપવા સાથે વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવાના દિશાનિર્દેશો બેઠકમાં આપ્યા હતા. ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાના આયોજનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળી સમક્ષ અભયારણ્ય/નેશનલ પાર્કમાં રોડ-રસ્તા, પાણી પુરવઠા, ઓપ્ટિકલ ફાઇબર, રિન્યૂએબલ એનર્જી, પાવર માટે ટ્રાન્સમિશન લાઈન વગેરે બાબતોની 18 જેટલી વિવિધ દરખાસ્તો આ બેઠકમાં મંજૂરી માટે મૂકવામાં આવી હતી. ધારાસભ્યો સર્વ મહેશ કસવાલા, દેવાભાઈ માલમ, માલતીબેન મહેશ્વરી વગેરેએ સહભાગી થઈને વન્યજીવ સૃષ્ટિ સંરક્ષણ માટેના સૂચનો કર્યા હતા. વન્ય પ્રાણી સૃષ્ટિના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહે આ બેઠકનું સંચાલન કર્યું હતું. આ બેઠકમાં વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. એ.પી. સિંઘ સહિત અગ્ર મુખ્ય વન સંરક્ષકો અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા.આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના શીલજમાં પાલતું શ્વાનનો આતંક, ફલેટમાં સીડી ચડતી વખતે મહિલા પર શ્વાને કર્યો હુમલો 

Read Full Story arrow_forward