android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: બે બાઈક ધડાકાભેર ટકરાતાં ઘાયલ થયેલા બે યુવકોનાં આખરે મોત થયાં
calendar_today January 21, 2026

Anand: બે બાઈક ધડાકાભેર ટકરાતાં ઘાયલ થયેલા બે યુવકોનાં આખરે મોત થયાં

શાહપુરમાં રહેતા ધર્મેશભાઈ મનુભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગામમાં રહેતા તેમના કાકાના દીકરા ચિરાગભાઈ મણીભાઈ પટેલ અને પરિવાર સાથે પેટલાદ જમવા માટે ગયા હતા.દરમિયાન પેટલાદમાં કામ હોવાથી ચિરાગભાઈ પટેલ બાઈક લઈને ગયા હતા. જ્યાંથી કામ પુરૂ કરીને શાહપુર પરત આવવા નીકળ્યા હતા. દરમિયાન પેટલાદ-શાહપુર માર્ગ પર આવેલ ખળી નજીકથી ચિરાગભાઈ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા બોરસદના ગોરેલના એક્ટીવા ચાલક અલ્પેશભાઈ કનુભાઈ તળપદાએ ધડાકાભેર એક્ટીવા ચિરાગભાઈના બાઈક સાથે અથડાવ્યું હતું. આ અકસ્માતમાં ચિરાગભાઈ, અલ્પેશભાઈ અને એક્ટીવા પાછળ બેઠેલ જીતુભાઈ રોડ પર પટકાયા હતા અને ત્રણેયને ગંભીર ઈજાઓ પહોચી હતી. અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકો દોડી આવ્યા હતા અને 108 મોબાઈલ વાનને જાણ કરતાં ત્રણેય ઈજાગ્રસ્તોને પેટલાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે સારવાર દરમિયાન ચિરાગ પટેલ અને અલ્પેશભાઈ તળપદાને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત જીતુભાઈને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ધર્મેશભાઈ પટેલની ફરિયાદના આધારે એક્ટીવાચાલક મૃતક અલ્પેશભાઈ તળપદા વિરૂદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: ચરોતર : ઠંડીનો મિજાજ નરમ પડયો દિવસે ઉનાળા જેવી ગરમીનો અનુભવ
calendar_today January 21, 2026

Anand: ચરોતર : ઠંડીનો મિજાજ નરમ પડયો દિવસે ઉનાળા જેવી ગરમીનો અનુભવ

ચરોતરમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે પારો ઉચકાતા પવનોની દિશા પરિવર્તન થઇને શીતલહેરો સ્થિર થતાં ઠંડીનો મિજાજ નરમ પડયો છે. જેને લઇને દિવસે ગરમી અનુભવાતી રહેતા તીવ્ર ઠંડીથી રહીશોને રાહત વ્યાપી છે.ત્યારે આગામી દિવસોમા તાપમાન પુનઃ ગગડતા ચરોતરમા ઠંડીનો કાતિલ મિજાજ પ્રગટ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આણંદ-ખેડા જિલ્લો પખવાડિયા પુર્વે નીચા ઉષ્ણતામાનને લઇને ગાત્રો થીજાવતી ઠંડીના આગોશમા સપડાતા રહીશોને શીતળઋતુમા સૌ પ્રથમ વખત શિયાળાના કાતિલ મિજાજની અનુભુતિ વર્તાઇ હતી. તીવ્ર ઠંડીના કહેરને ખાળવા રહીશોેન સમીસાંજથી જ રહેઠાણ સ્થળોમા પુરાઇ રહેવાની ફરજ પડવા ઉપરાંત હિટરની સુવિદ્યા ધરાવતા પરિવારો દ્વારા હિટરના સહારે શરીરમાં ઉષ્ણતા ભરવાના પ્રયાસો કરવામા આવ્યા હતા. ત્યારેન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તેની અસરોનેકારણેછેલ્લા ત્રણ દિવસથી તાપમાન આંશિક ઉચકાઇવા સહિત ઉત્તર તરફથી વહેતી બર્ફિલા પવનોની દિશા સ્થિર થતાં દિવસ તેમજ રાત્રિ દરમિયાન પણ આંશિક ગરમીની અનુભુતિ વર્તાઇ રહી છે. ઠંડીનુ જોર નરમ પડતા નવજાત શિશુઓ, બાળકો, વયોવૃદ્ધો, વિવિધ બમારીના દર્દીઓમાં રાહત વ્યાપી છે. જોકે સિસ્ટમ પુર્ણ થયા બાદ પુનઃ ઉષ્ણતામાન ગગડતા ચરોતર પ્રદેશમા કાતિલ શીતલહેર ફરી વળવાની આગાહી વ્યક્ત કરાઇ છે. સિસ્ટમને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયો માહોલ રચાવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: કન્ટેનરની અડફેટે બાઈક ચાલકનું મોત નીપજ્યું
calendar_today January 21, 2026

Anand: કન્ટેનરની અડફેટે બાઈક ચાલકનું મોત નીપજ્યું

આણંદ જિલ્લાના ભાલેજ વિસ્તારમાં રસ્તાઓ પર યમદૂત સમાન વાહનોનો ત્રાસ યથાવત રહ્યો છે. ભાલેજથી જાખલ જવાના માર્ગ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઈક સવારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, એક બાઈક સવાર પોતાની બાઈક પર એક મહિલા સાથે ભાલેજથી જાખલ તરફ્ જઈ રહ્યો હતો. તે સમયે પૂરઝડપે આવી રહેલા એક કન્ટેનર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક રસ્તા પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકના લોહીના ખાબોચિયા ભરાઈ જતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. બાઈક પર પાછળ બેઠેલા મહિલાને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તુરંત જ 108 ઈમરજન્સી સેવાને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા જ ભાલેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ્ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભીડને વિખેરીને ટ્રાફ્કિ ક્લિયર કરાવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, અકસ્માતનો ગુનો દાખલ કરી કન્ટેનર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward