android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Union Budget 2026 : મૂડી મર્યાદા હળવી થશે? બજેટથી ફાઈનાન્સ સેક્ટરને આશા
calendar_today January 21, 2026

Union Budget 2026 : મૂડી મર્યાદા હળવી થશે? બજેટથી ફાઈનાન્સ સેક્ટરને આશા

કેન્દ્રીય બજેટ 2026 હવે થોડા સમયમાં રજૂ થવાનું છે અને દેશનું નાણાકીય ક્ષેત્ર આ બજેટ તરફ ખાસ આશા સાથે જોઈ રહ્યું છે. નાણાકીય ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આવનાર બજેટ માત્ર મોટા આંકડા કે ઘોષણાઓ પૂરતું ન રહે, પરંતુ તે દેશના નાણાકીય માળખાને મજબૂત બનાવે તેવો હોવો જોઈએ. નાણાકીય ક્ષેત્રીની સૌથી મોટી માંગ નાણાકીય ક્ષેત્રની સૌથી મોટી માંગ એ છે કે મૂડી સંબંધિત મર્યાદાઓને હળવી કરવામાં આવે જેથી બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ વધુ સારા રીતે ધિરાણ આપી શકે. મૂડીની ઉપલબ્ધતા વધવાથી નાના વ્યવસાયો, સ્ટાર્ટઅપ્સ અને વંચિત વર્ગોને સરળતાથી લોન મળી શકે અને નાણાકીય સમાવેશ વધે. નિષ્ણાતોનો મત નિષ્ણાતોના કહેવા મુજબ, બજેટમાં બચત, ધિરાણ અને ડિજિટલ ચુકવણી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાતા ખોલવામાં અને ડિજિટલ અપનાવવામાં પ્રગતિ થઈ છે, પરંતુ હવે આગળનો પડકાર એ છે કે ખાતાઓ સક્રિય રહે, લોકો લોનનો યોગ્ય ઉપયોગ કરી શકે અને અંતિમ સ્તરે સેવાઓ અસરકારક રીતે પહોંચે. આ માટે બેંકો અને ફાઇનાન્સિયલ મધ્યસ્થીઓ માટે ટકાઉ બિઝનેસ મોડેલ, પૂરતી પ્રવાહિતા અને સરકાર તરફથી યોગ્ય પ્રોત્સાહન જરૂરી છે. ક્રેડિટ વધારવા પર નહીં પરંતુ તેની ગુણવત્તા નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે , હવે ફક્ત ક્રેડિટ વધારવા પર નહીં પરંતુ તેની ગુણવત્તા પર ધ્યાન આપવાની જરૂર છે. જવાબદાર ધિરાણ, જોખમ વહેંચણી અને લાંબા ગાળાની સ્થિરતા ખૂબ જ મહત્વપૂર્ણ બનશે. તેમણે સૂચન કર્યું કે ક્રેડિટ ગેરંટી યોજના અને સહ-ધિરાણ માળખાને વધુ મજબૂત બનાવવામાં આવે. બેંકિંગ ક્ષેત્ર માટે પણ સુધારા જરૂરી છે. નાની ફાઇનાન્સ બેંકો અને શહેરી સહકારી બેંકો માટે મર્જર અને એક્વિઝિશન સરળ બનાવવાની શક્યતા છે. સાથે સાથે AI અને નવી ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે નીતિઓ લાવવામાં આવી શકે છે. મોટી જાહેરાતોથી વધારે નીતિમાં સ્થિરતા ખાનગી અને વિદેશી મૂડીને આકર્ષવા માટે જાહેર ક્ષેત્રની બેંકોમાં FDI મર્યાદા વધારવી અને વિદેશી બેંકો માટે કર પ્રક્રિયા સરળ બનાવવાની પણ માંગ છે. મૂડી બજારના દૃષ્ટિકોણથી, એક્સિસ સિક્યોરિટીઝના પ્રણવ હરિદાસને જણાવ્યું કે બજારને મોટી જાહેરાતોથી વધારે નીતિમાં સ્થિરતા અને વિશ્વસનીયતા જોઈએ છે. લાંબા ગાળાની બચતને પ્રોત્સાહન આપતી કર નીતિઓ ભારતને વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષક બનાવશે. એકંદરે, નાણાકીય ક્ષેત્ર એવું બજેટ ઈચ્છે છે જે જમીન પર અસર કરે, નાણાકીય સમાવેશને સાચે મજબૂત બનાવે અને દેશના આર્થિક વિકાસને લાંબા ગાળે ટેકો આપે.આ પણ વાંચો : Union Budget 2026: 1 ફેબ્રુઆરીએ બજેટ, જાણો સૌથી લાંબુ ભાષણ કયા નાણામંત્રીનું?

Read Full Story arrow_forward
Zomatoના સીઇઓ દીપિંદર ગોયલએ આપ્યું રાજીનામુ, જાણો નવા CEO કોણ હશે?
calendar_today January 21, 2026

Zomatoના સીઇઓ દીપિંદર ગોયલએ આપ્યું રાજીનામુ, જાણો નવા CEO કોણ હશે?

ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે કંપનીના ગ્રુપ સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. એટર્નલે એક મોટા નેતૃત્વ પરિવર્તનના ભાગ રૂપે આ જાહેરાત કરી છે. શેરધારકોની મંજૂરી બાદ, દીપિન્દર ગોયલે રાજીનામું આપી દીધું છે, અને તાત્કાલિક અસરથી અલબિન્દર ધીંડસાને એટર્નલના નવા ગ્રુપ સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઝોમેટોના સીઇઓ પદેથી રાજીનામુકંપનીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના પરિણામો પણ જાહેર કર્યા. એક્સચેન્જ સાથેની ફાઇલિંગમાં, એટર્નલે ત્રીજા ક્વાર્ટરના પરિણામો અને ગ્રુપ સીઈઓ પદેથી દીપિન્દર ગોયલના રાજીનામાનું કારણ શેર કર્યું છે. ઝોમેટોમાં ગ્રુપ સીઈઓ પદ છોડવાનો દીપિન્દર ગોયલનો નિર્ણય નવી વસ્તુઓ અજમાવવાની ઇચ્છાથી પ્રેરિત છે જેમાં વધુ જોખમ લેવાની જરૂર પડે છે. આ નિર્ણય એટરનલ જેવી જાહેર કંપનીના માળખાની બહાર શ્રેષ્ઠ રીતે પૂર્ણ થાય છે. તેમનું માનવું છે કે એટરનલને એવા નેતૃત્વની જરૂર છે જે તેના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરે અને શિસ્તબદ્ધ હોય.અલ્બિંદર ઢીંડસા કોણ છે? ઝોમેટોના ગ્રુપ સીઈઓ તરીકે દીપિંદર ગોયલના સ્થાને આવેલા અલ્બિંદર ઢીંડસા (આલ્બી) ઓપરેટિંગ પ્રાથમિકતાઓ અને વ્યવસાયિક નિર્ણયો માટે જવાબદાર રહેશે. કંપનીના ત્રીજા ક્વાર્ટરના પરિણામો કેવા રહ્યા? ત્રીજા ક્વાર્ટરમાં એટર્નલનો ચોખ્ખો નફો 73% વધીને ₹102 કરોડ થયો જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹59 કરોડ હતો. કંપનીના મુખ્ય કામગીરીમાંથી આવક 201% વધીને ₹16,315 કરોડ થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹5,405 કરોડ હતી.

Read Full Story arrow_forward
Davosમાં ભારતને ગણાવ્યું 'ટાયર 2' AI પાવર, અશ્વિની વૈષ્ણવે કર્યો વિરોધ
calendar_today January 21, 2026

Davosમાં ભારતને ગણાવ્યું 'ટાયર 2' AI પાવર, અશ્વિની વૈષ્ણવે કર્યો વિરોધ

IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતને 'ટાયર 2'ની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાવર બતાવવા પર વાંધો ઉઠાવ્યો છે. દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં AI પર ચર્ચા દરમિયાન ભારતને લઈને આ ટિપ્પણી કરવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવે તેનો વિરોધ કર્યો છે. તેમને આ વાત પર ભાર આપ્યો છે કે ભારત પ્રથમ સ્તરનું AI પાવર છે.મને નથી લાગતું કે તમારૂં ક્લાસિફિકેશન સાચું છે તેમને કહ્યું કે મને નથી ખબર કે IMFનો ક્રાઈટેરિયા શું છે પણ સ્ટેનફોર્ડે દુનિયામાં AIની તૈયારીના લિસ્ટમાં ભારતને ત્રીજા સ્થાન પર મુક્યું છે. મને નથી લાગતું કે તમારૂં ક્લાસિફિકેશન સાચું છે. આઈટી મંત્રીએ કહ્યું કે AI લીડરશીપને માત્ર મોટા મોડેલ બનાવવાના આધારે વ્યાખ્યાયિત ન કરવું જોઈએ પણ તેનું આંકલન એક દેશના ફ્લેક્સિબલ ટેક્નોલોજી ઈકોસિસ્ટમ બનાવવાના આધાર પર થવું જોઈએ. તેમને કહ્યું કે એક મોટું AI મોડલ બનાવવાથી તમને દેશ તરીકે તાકાત મળતી નથી. ભારતના પ્લાનિંગને લઈને પણ જાણકારી આપી તેની સાથે જ કેન્દ્રીય મંત્રીએ આ ડોમેનમાં ભારતના પ્લાનિંગને લઈને પણ જાણકારી આપી છે. ભારત કોમ્પ્રિહેન્શિવ સેમીકંડક્ટર ઈકોસિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. તેમાં ડિઝાઈનિંગ, ફેબ્રિકેશન, પેકેજિંગ, મટિરિયલ અને ઈક્વિપમેન્ટ સામેલ છે. ભારત પોતાને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈનનું હબ બનાવવા ઈચ્છે છે. તેમને ચર્ચા દરમિયાન કહ્યું કે ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ ભારતને એક વિશ્વાસપાત્ર સાથી તરીકે જોવે છે. અશ્વિની વૈષ્ણવે ભારતીય AI ઈકોસિસ્ટમમાં વધતા આંતરરાષ્ટ્રીય વિશ્વાસની પણ વાત કરી. ભારતીય સ્ટાર્ટઅપ્સની સાથે પાર્ટરનશીપની વાત કહી આ દરમિયાન તેમને ગૂગલના AI ડેટા સેન્ટરનો વિસ્તાર કરવાના વાયદાનો ઉલ્લેખ કર્યો. સાથે જ ભારતીય સ્ટાર્ટઅપ્સની સાથે પાર્ટરનશીપની વાત કહી. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે જેને 5મી ઈન્ડસ્ટ્રિયલ ક્રાંતી માની રહ્યા છે, તેમની ઈકોનોમી કેવી રીતે કામ કરશે. આ મામલે ઈકોનોમી ROIથી આવશે અને ROI નાના અને લો-કોસ્ટ સોલ્યુશન પર નિર્ભર કરશે, જે વધારેમાં વધારે રિટર્ન લાવી શકશે. તેમને દાવોસમાં AIને લઈને ભારતનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. આ પણ વાંચો: Rajasthan : ઉદયપુરમાં ઓવરલોડેડ જીપ ખાડામાં પડતા ત્રણના મોત, 12થી વધુ ઘાયલ

Read Full Story arrow_forward