android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Union Budget 2026 : પરિણીત મધ્યમ વર્ગ માટે ખુશખબર? બજેટમાં થઈ શકે છે મોટો ફેરફાર
calendar_today January 21, 2026

Union Budget 2026 : પરિણીત મધ્યમ વર્ગ માટે ખુશખબર? બજેટમાં થઈ શકે છે મોટો ફેરફાર

બજેટ 2026 રજૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે અને દેશનો મધ્યમ વર્ગ ફરી એક વખત સરકાર પાસેથી રાહતની આશા રાખી રહ્યો છે. ગયા વર્ષે આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને ₹12 લાખ કરવાથી કરદાતાઓને મોટી રાહત મળી હતી. હવે ચર્ચા છે કે સરકાર આ વખતે એક નવો અને મોટો વિચાર અમલમાં મૂકી શકે છે – પરિણીત લોકો માટે સંયુક્ત કરવેરા પ્રણાલી. જાણો વિગતવાર હાલમાં ભારતની આવકવેરા પ્રણાલી સંપૂર્ણપણે વ્યક્તિગત આધારિત છે. પતિ અને પત્ની બંને અલગ-અલગ PAN કાર્ડ દ્વારા પોતાની આવકવેરા રિટર્ન ફાઇલ કરે છે. ભલે તેઓ એક પરિવાર તરીકે રહેતા હોય, પરંતુ ટેક્સ માટે તેમને અલગ વ્યક્તિ માનવામાં આવે છે. આ સિસ્ટમની સૌથી મોટી ખામી એ છે કે જો પરિવારમાં ફક્ત એક જ વ્યક્તિ કમાય છે, તો બીજા જીવનસાથીની મૂળભૂત કર મુક્તિ મર્યાદાનો કોઈ લાભ મળતો નથી. ઉદાહરણથી સમજો ઉદાહરણ તરીકે, જો પતિ કમાય છે અને પત્ની ઘર સંભાળે છે અથવા બેરોજગાર છે, તો પત્નીની ટેક્સ મુક્તિ મર્યાદા વ્યર્થ જાય છે. પરિણામે, સમગ્ર પરિવારને એક જ આવક પર વધુ કર ચૂકવવો પડે છે. આ સમસ્યા ખાસ કરીને મધ્યમ વર્ગના એકલ આવક ધરાવતા પરિવારોને વધુ અસર કરે છે. સંયુક્ત કરવેરા પ્રણાલી લાગુ કરવામાં આવે, તો પતિ અને પત્નીની આવકને જોડીને ટેક્સ ગણતરી કરી શકાય. આથી બંનેની કર મુક્તિ મર્યાદાનો સંપૂર્ણ ઉપયોગ થશે. ટેક્સ સ્લેબ વધુ અસરકારક રીતે લાગુ પડશે અને કુલ કરનો ભાર ઘટી શકે છે. આ પ્રણાલી હેઠળ શું છે ફાયદો ? આ પ્રણાલી હેઠળ હોમ લોન, હેલ્થ ઇન્શ્યોરન્સ, બાળકોની શિક્ષણ ફી અને તબીબી ખર્ચ જેવી કપાતોનો સંપૂર્ણ લાભ મળી શકે છે. સાથે જ, બંને જીવનસાથીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ લાભ મળી શકે છે. આ બધું મળીને પરિવારની બચત વધારવામાં મદદરૂપ થશે. વિશ્વના ઘણા દેશોમાં જેમ કે અમેરિકા અને જર્મનીમાં પહેલેથી જ સંયુક્ત કરવેરા પ્રણાલી અમલમાં છે. ત્યાં પરિવારને એક આર્થિક એકમ તરીકે ગણવામાં આવે છે. જો ભારત પણ આ મોડેલ અપનાવે, તો કર પ્રણાલી વધુ ન્યાયસંગત બની શકે છે.  સંયુક્ત કરવેરા દ્વારા સરચાર્જની મર્યાદામાં પણ રાહત આ ઉપરાંત, સંયુક્ત કરવેરા દ્વારા સરચાર્જની મર્યાદામાં પણ રાહત મળી શકે છે. હાલ ₹50 લાખથી વધુ આવક પર સરચાર્જ લાગુ પડે છે. જો સંયુક્ત આવક માટે આ મર્યાદા ₹75 લાખ અથવા વધુ કરવામાં આવે, તો ઉચ્ચ-મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળી શકે છે. સારાંશમાં કહીએ તો, જો બજેટ 2026માં સંયુક્ત કરવેરાની જાહેરાત થાય, તો તે દાયકાઓમાં ભારતની કર પ્રણાલીનો સૌથી મોટો સુધારો સાબિત થઈ શકે છે. ખાસ કરીને એકલ આવક ધરાવતા પરિણીત પરિવારો માટે આ પગલું સાચા અર્થમાં એક મોટી ભેટ બની શકે છે.આ પણ વાંચો : Union Budget 2026 : મૂડી મર્યાદા હળવી થશે? બજેટથી ફાઈનાન્સ સેક્ટરને આશા

Read Full Story arrow_forward
Union Budget 2026 : આ શબ્દો સમજો અને બજેટ ભાષણ બની જશે એકદમ સરળ
calendar_today January 21, 2026

Union Budget 2026 : આ શબ્દો સમજો અને બજેટ ભાષણ બની જશે એકદમ સરળ

કેન્દ્રીય બજેટ 2026 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે. બજેટ ભાષણ દરમિયાન ઘણા એવા ટેકનિકલ અને આર્થિક શબ્દો વપરાય છે, જે સામાન્ય લોકો માટે સમજવા મુશ્કેલ હોય છે. જો આ શબ્દોનો અર્થ પહેલેથી સમજાઈ જાય, તો બજેટ માત્ર સમાચાર નહીં પરંતુ તમારી પોતાની જેબ સાથે જોડાયેલ દસ્તાવેજ બની જાય છે. અહિંયા અમે બજેટમાં વારંવાર વપરાતા મહત્વના શબ્દો ખૂબ જ સરળ અને સામાન્ય ગુજરાતી ભાષામાં સમજાવ્યા છે, જેથી તમે આખું બજેટ ભાષણ સરળતાથી સમજી શકો. Direct Tax (પ્રત્યક્ષ કર) પ્રત્યક્ષ કર એ એવો કર છે જે નાગરિકો સીધા સરકારને ચૂકવે છે. આ કર વ્યક્તિની આવક અથવા નફા પર આધારિત હોય છે. ઉદાહરણ: Income Tax, Corporate Tax, Wealth Tax Indirect Tax (પરોક્ષ કર) પરોક્ષ કર કોઈ વસ્તુ કે સેવા પર લાગતો કર છે, જે ગ્રાહક સીધો નહીં પરંતુ ખરીદી વખતે ચૂકવે છે. ઉદાહરણ: GST, Excise Duty, Custom Duty Financial Year (નાણાકીય વર્ષ) અને GDP (Gross Domestic Product) નાણાકીય વર્ષ એ સરકારનું હિસાબ રાખવાનું વર્ષ છે. ભારતમાં તે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું હોય છે. GDP એટલે એક વર્ષમાં દેશમાં ઉત્પાદિત તમામ માલ અને સેવાઓનું કુલ મૂલ્ય. દેશની આર્થિક સ્થિતિ માપવાનો આ સૌથી મહત્વનો માપદંડ છે. Finance Bill અને Budget Estimate Finance Bill એ બિલ છે જેમાં નવા કર, ટેક્સ સ્લેબમાં ફેરફાર અને કર સંબંધિત નિયમો રજૂ કરવામાં આવે છે. સંસદની મંજૂરી બાદ જ તે અમલમાં આવે છે. Budget Estimate એટલે સરકાર દ્વારા વિવિધ મંત્રાલયો અને યોજનાઓ માટે ફાળવવામાં આવેલા નાણાંનો અંદાજ. Exemption કરમુક્તિ એટલે આવકનો એવો ભાગ જેના પર કોઈ કર લાગતો નથી. ઉદાહરણ: Standard Deduction, Section 80C Assessee અને Capital Asset આવકવેરા કાયદા હેઠળ કર ચૂકવવા માટે જવાબદાર વ્યક્તિ અથવા સંસ્થા. Capital Asset એટલે કોઈ પણ સંપત્તિ જેમાં રોકાણ કરવામાં આવ્યું હોય – જેમ કે જમીન, ઘર, શેર, બોન્ડ – તેને મૂડી સંપત્તિ કહે છે. Capital Gains અને Short Term Capital Asset મૂડી સંપત્તિ વેચવાથી મળતા નફાને મૂડી લાભ કહેવામાં આવે છે. Short Term Capital Asset એટલે 36 મહિના કરતા ઓછા સમય માટે રાખેલી સંપત્તિ (શેર અને મ્યુચ્યુઅલ ફંડ માટે 12 મહિના). Fiscal Deficit (રાજકોષીય ખાધ) અને Budget Deficit સરકારની કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત. આ દર્શાવે છે કે સરકારને કેટલું ઉધાર લેવું પડશે. Budget Deficit એટલે જ્યારે સરકારનો ખર્ચ તેની આવક કરતા વધારે હોય ત્યારે તે સ્થિતિને બજેટ ખાધ કહેવામાં આવે છે. Excise Duty અને Disinvestment દેશની અંદર ઉત્પાદિત માલ પર લાગતો કર. (હવે મોટાભાગે GST હેઠળ આવરી લેવાયો છે). Disinvestment એટલે જ્યારે સરકાર પોતાની કંપનીમાંનો હિસ્સો ખાનગી ક્ષેત્રને વેચે છે, તેને ડિસઇન્વેસ્ટમેન્ટ કહે છે. જો આ શબ્દો તમને સમજાઈ જાય, તો બજેટ માત્ર આંકડાઓનું ભાષણ નહીં રહે પરંતુ તમારા રોજિંદા જીવન માટે પણ ઉપયોગી થઇ શકે છે. બજેટ 2026 ને સમજવા માટે આ શબ્દકોશ તમારો શ્રેષ્ઠ માર્ગદર્શક સાબિત થશે. આ પણ વાંચો : Union Budget 2026 : પરિણીત મધ્યમ વર્ગ માટે ખુશખબર? બજેટમાં થઈ શકે છે મોટો ફેરફાર

Read Full Story arrow_forward
Dwarka News: લાખોના દારૂના જથ્થા પર ફર્યું બુલડોઝર
calendar_today January 21, 2026

Dwarka News: લાખોના દારૂના જથ્થા પર ફર્યું બુલડોઝર

રાજ્યમાં દારૂબંધી છે. તેમ છતા રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આવા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. આવામાં દેવભૂમિ જિલ્લામાંથી પોલીસે ઘણા કેસો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપ્યો છે. આ વિદેશી દારૂના જથ્થાના મુદ્દામાલનો નાશ આજ રોજ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ પોલીસ મથકો હેઠળ પકડાયેલા લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જાહેર નાશ કરવામાં આવ્યો હતો.1444 બોટલો પર ચાલ્યું રોલર જામ ખંભાળીયા, સલાયા, વાડીનાર અને ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ-અલગ દરોડા દરમિયાન ઝડપાયેલી કુલ 1444 વિદેશી દારૂની બોટલોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત રૂ. 11.72 લાખ જેટલી થાય છે. પોલીસ દ્વારા આ તમામ બોટલોને ખુલ્લા મેદાનમાં પાથરી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રક્રિયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11.72 લાખના દારૂના જથ્થા પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે. જામ ખંભાળીયા, સલાયા, વાડીનાર અને ભાણવડ પોલીસના હાથે ઝડપાયેલી 1444 વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજર રહ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન હજારો બોટલોનો કચ્ચરઘાણ બોલાવી દેવાયો હતો. આ સમગ્ર કામગીરીની દેખરેખ રાખવા માટે પ્રાંત અધિકારી કે. કે. કરમટા અને પોલીસ કાફલો પણ હાજર રહ્યો હતો. આ પણ વાંચો - Devbhoomi Dwarka News : ફળદ્રુપ જમીન બચાવવા ખેડૂતો લડી લેવાના મૂડમાં, એરપોર્ટને અન્ય જગ્યાએ ખસેડવા માગ કરી

Read Full Story arrow_forward