android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
One Plus: ભારતમાં OnePlus બંધ થશે? આ અફવા છે કે સત્ય? જાણો CEOનું નિવેદન
calendar_today January 21, 2026

One Plus: ભારતમાં OnePlus બંધ થશે? આ અફવા છે કે સત્ય? જાણો CEOનું નિવેદન

વન પ્લસને લઇને એક ચર્ચા તેજ બની છે કે આ કંપની બહુ જલદી ભારતમાં પોતાનું કામકાજ બંધ કરી દેશે અને પેરેન્ટ કંપની ઓપ્પો સાથે જોડાઇ જશે. જો કે આ ચર્ચાઓને વન પ્લસ ઇન્ડિયાના સીઇઓએ અફવા ગણાવી છે. તેમણે કહ્યું કે ભારતમાં વન પ્લસ કામ કરતી રહેશે રોબિન લ્યૂએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે ભારતમાં વનપ્લસના ઓપરેશન બંધ થવાની જાણકારી ખોટી રીતે ફેલાઇ રહી છે. તેમમે કહ્યું કે આ વાત તદ્દન રીતે ખોટી છે. ભારતમાં વનપ્લસ પોતાની સર્વિસ ચાલુ જ રાખશે. કંપનીએ કરી સ્પષ્ટતા જેમાં OnePlus તરફથી એક નિવેદન છે. OnePlus એ જણાવ્યું હતું કે તાજેતરના વણચકાસાયેલા અહેવાલો જે દાવો કરે છે કે OnePlus બંધ થઈ રહ્યું છે તે ખોટા છે. OnePlus ઇન્ડિયાના વ્યવસાયિક સંચાલન સામાન્ય રીતે ચાલુ છે. ઘણા મીડિયા અહેવાલોમાં Android હેડલાઇન્સનો ઉલ્લેખ કરીને અહેવાલ આપવામાં આવ્યો હતો કે OnePlus ટૂંક સમયમાં કામગીરી બંધ કરશે. 2024થી શિપમેન્ટમાં ઘટાડો થયો છે અને ઘણા ઉત્પાદનો રદ કરવામાં આવ્યા છે. વધુમાં યુએસ અને યુરોપ સ્થિત ટીમોનું કદ ઘટાડવામાં આવ્યું છે. OnePlus ભારતમાં એક લોકપ્રિય બ્રાન્ડ OnePlus ભારતમાં એક લોકપ્રિય બ્રાન્ડ છે. તેના ફ્લેગશિપ સ્માર્ટફોન ખૂબ જ લોકપ્રિય છે. કંપની પાસે ભારતમાં એક મોટો પોર્ટફોલિયો છે, જેમાં ટેબ્લેટ, TWS, સ્માર્ટવોચ અને સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. OnePlus ટીવી અગાઉ ભારતમાં વેચાતા હતા, પરંતુ કંપનીએ તેમને બંધ કરી દીધા છે. આ કંપનીઓ BBK ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપનો ભાગ OnePlus ની પેરેન્ટ કંપની OPPO છે, અને કંપની પોતે ચાઇનીઝ BBK ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપ હેઠળ કાર્ય કરે છે. BBK ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપમાં Vivo અને Realme સહિત ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.

Read Full Story arrow_forward
કોન્સર્ટ ક્રેઝ! કેમ international સિંગર્સ હવે ભારતને પહેલી પસંદ બનાવી રહ્યા છે?
calendar_today January 21, 2026

કોન્સર્ટ ક્રેઝ! કેમ international સિંગર્સ હવે ભારતને પહેલી પસંદ બનાવી રહ્યા છે?

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતનો લાઈવ મ્યુઝિક અને કોન્સર્ટ પ્રત્યેનો પ્રેમ અદભૂત રીતે વધ્યો છે. ખાસ કરીને 2025નું વર્ષ ભારત માટે ઐતિહાસિક સાબિત થયું, જેમાં Coldplay, Ed Sheeran, Travis Scott અને Akon જેવા ઇન્ટરનેશનલ સુપરસ્ટાર્સે દેશભરમાં ધૂમ મચાવી હતી. આ કાર્યક્રમોએ સાબિત કરી દીધું કે હવે ભારત વૈશ્વિક કોન્સર્ટ ટૂર માટે વૈકલ્પિક નહીં, પરંતુ ફરજિયાત સ્ટોપ બની ગયું છે.  સંગીતપ્રેમીઓ માટે ઉત્સાહજનક 2026 ની શરૂઆત પણ સંગીતપ્રેમીઓ માટે ઉત્સાહજનક રહેવાની છે. જાન્યુઆરી 2026માં મુંબઈ ખાતે યોજાનાર Lollapalooza India માં Playboi Carti, Fuji Kaze જેવા મોટા આંતરરાષ્ટ્રીય કલાકારો પરફોર્મ કરશે. તે ઉપરાંત, The Lumineers ફેબ્રુઆરીમાં દિલ્હી અને ગુડગાંવમાં લાઈવ શો કરશે, જ્યારે John Mayer મુંબઈમાં પોતાનો સોલો કોન્સર્ટ લઈને આવી રહ્યા છે. આ તમામ કાર્યક્રમો ભારતની વૈશ્વિક લોકપ્રિયતાને વધુ મજબૂત બનાવે છે. 2025 માં Coldplay 2025 માં Coldplay એ અમદાવાદમાં પોતાના શોઝ માટે વધારાની તારીખો ઉમેરવી પડી હતી, કારણ કે ટિકિટો સેકન્ડોમાં સોલ્ડઆઉટ થઈ ગઈ હતી. લાખો ચાહકો દેશ-વિદેશમાંથી અમદાવાદ પહોંચ્યા, જેના કારણે હોટલ, ફ્લાઇટ, ટ્રાન્સપોર્ટ અને લોકલ બિઝનેસને મોટો ફાયદો થયો. માત્ર એક Coldplay કોન્સર્ટે જ શહેર માટે અંદાજે ₹641 કરોડનો આર્થિક પ્રભાવ પેદા કર્યો હતો. 2024 માં ₹12,000 કરોડને પાર રિપોર્ટ મુજબ, ભારતનો સંગઠિત લાઈવ ઇવેન્ટ્સ સેગમેન્ટ 2024 માં ₹12,000 કરોડને પાર કરી ગયો છે અને આવનાર વર્ષોમાં તે દર વર્ષે 18-19% ની ઝડપે વધવાની શક્યતા છે. રિપોર્ટ મુજબ, ભારતનું મીડિયા અને મનોરંજન ક્ષેત્ર ₹2.5 ટ્રિલિયનથી વધુનું બની ગયું છે, જેમાં લાઈવ ઇવેન્ટ્સ સૌથી ઝડપી વિકસતા ક્ષેત્રોમાંથી એક છે. કલાકારો માટે ભારત હવે આકર્ષક માર્કેટ કલાકારો માટે ભારત હવે આકર્ષક માર્કેટ બની ગયું છે કારણ કે અહીં યુવા વસ્તી મોટી છે, ચાહકો ઉત્સાહી છે અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ટિકિટ વેચાણ સરળ બન્યું છે. 2017 માં જ્યારે Justin Bieber ભારત આવ્યો હતો ત્યારે તે એક ખાસ ઘટના ગણાતી હતી, પરંતુ આજે એવા કાર્યક્રમો સામાન્ય બન્યા છે. કોન્સર્ટ માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી રહ્યું; તે સમગ્ર શહેરને જીવંત બનાવી દે છે. સ્થાનિક અર્થતંત્રને વેગ મળે છે, રોજગાર વધે છે અને ભારતની વૈશ્વિક છબી મજબૂત બને છે. આ તમામ કારણોને કારણે, 2026 અને તે પછીના વર્ષોમાં પણ ભારત વૈશ્વિક સંગીત નકશા પર ટોપ પર રહેવાની પૂરી શક્યતા છે.આ પણ વાંચો : Maharashtraની રાજનીતિમાં મોટો વળાંક? રાજ ઠાકરે શું ઉદ્ધવને સાઈડલાઈન કરી શિંદેને ટેકો આપશે!

Read Full Story arrow_forward
Republic Day 2026: કર્તવ્ય પથ પર પરેડ જોવા 10,000 વિશેષ મહેમાનોને આમંત્રણ, જાણો કોણ છે આ મહેમાનો
calendar_today January 21, 2026

Republic Day 2026: કર્તવ્ય પથ પર પરેડ જોવા 10,000 વિશેષ મહેમાનોને આમંત્રણ, જાણો કોણ છે આ મહેમાનો

ભારતમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે. દિલ્હીમાં કર્તવ્ય પર પથ પર 26 જાન્યુઆરીના દિવસે સેનાઓની પરેડ અને વિવિધ રાજ્યોની ઝાંખીને ખાસ આયોજન થઈ રહ્યા છે. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ત્યારે પ્રજાસત્તાક દિવસને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં 10,000 જેટલા ખાસ મહેમાનોને આમંત્રણ અપાયું છે.  કર્તવ્ય પથની પરેડ જોવા દેશના મહેમાનોને આમંત્રણ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસમાં આ વખતે ભાગ લેનારાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસે કોઈ વિદેશ અગ્રણી મહેમાન નહીં પરંતુ દેશના જ લોકોને મહેમાન બનાવવામાં આવ્યા છે. આ મહેમાનોમાં ખેડૂતો, મજૂરો, વૈજ્ઞાનિકો, સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ, મહિલા ઉદ્યોગસાહસિકો અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ મહેમાનોને તેમના જીવનસાથી સાથે કર્તવ્ય પથ પર શાનદાર પરેડ જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.પ્રજાસત્તાક દિવસે આ લોકો બનશે ખાસ મહેમાનનિવેદન અનુસાર, આ મહેમાનોમાં ખેડૂતો, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના વિજેતાઓ, ગગનયાન, ચંદ્રયાન વગેરે જેવા ઇસરો મિશનમાં પોતાના કાર્ય દ્વારા નવી ઓળખ બનાવનારા વૈજ્ઞાનિકો આ દિવસે મહેમાન બનશે.  આ ઉપરાંત લખપતિ દિદિ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનારા લોકો પણ ખાસ મહેમાનોની યાદીમાં છે. પીએમ મુદ્રા યોજનામાંથી લોન મેળવીને સફળ વ્યવસાય ચલાવનારા શેરી વિક્રેતાઓ, ગાયકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પાયાના સ્તરે વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહેલા લોકોને પણ આ યાદીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, અન્ય ઘણા ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરનારા લોકોને પણ આ યાદીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.પ્રજાસત્તાક દિવસે VIP સંસ્કૃતિના અંતનો આરંભજણાવી દઈએ કે આ વખતે સંરક્ષણ મંત્રાલયે VIP સંસ્કૃતિનો અંત લાવ્યો છે. એટલે જે પ્રજાસત્તાક દિવસે દેશના જ લોકોને મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે. આ મહેમાનોને આમંત્રણ આપવાનો હેતુ રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનનું સન્માન કરવાનો અને રાષ્ટ્રીય મહત્વના કાર્યક્રમોમાં જાહેર ભાગીદારી વધારવાનો છે. તેમજ ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, કાવેરી, કોસી, કૃષ્ણા, મહાનદી, નર્મદા, પેન્નાર, પેરિયાર, રવિ, સોન, સતલજ, તિસ્તા, વૈગાઈ વગેરે નદીઓના નામ પરથી જોવા માટેની ગેલેરીઓનું નામકરણ કર્યું છે.આ પણ વાંચો : Republic Day 2026: શું છે ગણતંત્રનો સાચો અર્થ? જાણો 26 જાન્યુઆરીએ કેવી રીતે બદલાઈ ગયું દરેક ભારતીયોનું નસીબ

Read Full Story arrow_forward