android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Republic Day 2026: ભારત 78મો નહી 77મો ગણતંત્ર દિવસ ઉજવશે, જાણો તેની પાછળનું કારણ
calendar_today January 20, 2026

Republic Day 2026: ભારત 78મો નહી 77મો ગણતંત્ર દિવસ ઉજવશે, જાણો તેની પાછળનું કારણ

ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ખૂબ જ ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થયો છે કે ભારત 78મો નહીં, પરંતુ 77મો ગણતંત્ર દિવસ કેમ ઉજવી રહ્યું છે. પહેલી નજરે આ વાત થોડી ગૂંચવણભરી લાગી શકે છે, પરંતુ તેના પાછળ એક સ્પષ્ટ અને ઐતિહાસિક કારણ છે.ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી હતી હકીકતમાં ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી હતી, પરંતુ તે દિવસે દેશ ગણતંત્ર બન્યો ન હતો. સ્વતંત્રતા પછી પણ થોડા સમય સુધી ભારત બ્રિટિશ શાસન દ્વારા બનાવાયેલા કાયદાઓ અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935 હેઠળ ચલાવાતું રહ્યું. ત્યારબાદ દેશના નેતાઓ અને બંધારણ સભાએ મળીને એક સ્વતંત્ર અને સર્વભૌમ બંધારણ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી.26 જાન્યુઆરી 1950. આ દિવસે ભારતે પોતાનું બંધારણ સંપૂર્ણ રીતે અમલમાં મૂક્યું  ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ સ્વીકાર્યું હતું, પરંતુ તેને અમલમાં મૂકવા માટે એક પ્રતીકાત્મક અને ઐતિહાસિક તારીખ પસંદ કરવામાં આવી. તે તારીખ હતી 26 જાન્યુઆરી 1950. આ દિવસે ભારતે પોતાનું બંધારણ સંપૂર્ણ રીતે અમલમાં મૂક્યું અને દેશ “ગણતંત્ર” બન્યો. તેથી 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતે પોતાનો પહેલો ગણતંત્ર દિવસ ઉજવ્યો.ભારતીય લોકશાહી, બંધારણ અને નાગરિક અધિકારોનું પ્રતીક જો ગણતરી કરવામાં આવે તો 26 જાન્યુઆરી 1950થી 26 જાન્યુઆરી 1951 સુધીનો સમય પહેલું ગણતંત્ર વર્ષ ગણાય છે. આ આધાર પર દર વર્ષે ગણતંત્ર દિવસની ગણતરી આગળ વધતી ગઈ. તેથી વર્ષ 2026માં ભારત 78મો નહીં, પરંતુ 77મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. ઘણા લોકો સ્વતંત્રતાના વર્ષથી ગણતરી કરીને ગેરસમજમાં પડી જાય છે, જ્યારે ગણતંત્ર દિવસની ગણતરી બંધારણ અમલમાં આવ્યું તે વર્ષથી જ કરવામાં આવે છે. ગણતંત્ર દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ભારતીય લોકશાહી, બંધારણ અને નાગરિક અધિકારોનું પ્રતીક છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે દેશની સર્વોચ્ચ સત્તા જનતામાં નिहિત છે અને આપણે બધા બંધારણ પ્રત્યે સમાન રીતે જવાબદાર છીએ. આ કારણથી 77મો ગણતંત્ર દિવસ પણ એટલો જ ગૌરવ અને મહત્વ ધરાવે છે જેટલો કોઈ પણ અન્ય ઐતિહાસિક વર્ષ.આ પણ વાંચો: Sun And Mangal Conjuction : કુંભ રાશિમાં સૂર્ય-મંગળની યુતિ, આ રાશિનો શરૂ થશે શુભ સમય

Read Full Story arrow_forward
Ahmedabad : કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં EDની મોટી કાર્યવાહી, શૈલેષ ભટ્ટનો ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડીયાના સબંધી સંજય કોટડીયા ઝડપાયા
calendar_today January 20, 2026

Ahmedabad : કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં EDની મોટી કાર્યવાહી, શૈલેષ ભટ્ટનો ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડીયાના સબંધી સંજય કોટડીયા ઝડપાયા

ચર્ચિત બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સી હેરાફેરી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDએ આ કેસમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિજનોની ધરપકડ કરી છે.નિકુંજ ભટ્ટ તેમજ સંજય કોટડીયાની ધરપકડ મળતી માહિતી મુજબ, રૂ. 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સીની ગેરકાયદે હેરફેર મામલે EDએ શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ તેમજ નલિન કોટડીયાના સબંધી સંજય કોટડીયાની ધરપકડ કરી છે. EDએ વિશેષ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ કરી ED દ્વારા બંને આરોપીઓ સામે બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સી સંબંધિત ગેરકાયદે લેવડદેવડ અને નાણાકીય હેરાફેરી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસને વધુ વિસ્તૃત કરવા માટે EDએ વિશેષ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આ મામલે EDની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન ડિજિટલ વૉલેટ, ટ્રાન્ઝેક્શન રેકોર્ડ, ક્રિપ્ટો એક્સચેન્જ સાથેના સંબંધો તેમજ અન્ય સંડોવાયેલા લોકો અંગે પૂછપરછ કરવામાં આવશે. કૌભાંડ રાજ્યભરમાં લાંબા સમયથી ચર્ચામાં ઉલ્લેખનીય છે કે આ બિટકોઇન કૌભાંડ રાજ્યભરમાં લાંબા સમયથી ચર્ચામાં છે અને તેમાં મોટા પ્રમાણમાં નાણાંની હેરફેર થવાનો આક્ષેપ છે. EDની આ કાર્યવાહી બાદ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો-----   Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

Read Full Story arrow_forward
Surat : ખંડણી કેસમાં આપનેતા શ્રવણ જોશી અને સંપત ચૌધરીને જેલમાંથી છૂટતાની સાથે જ પાસા લગાવી જેલભેગા કર્યા
calendar_today January 20, 2026

Surat : ખંડણી કેસમાં આપનેતા શ્રવણ જોશી અને સંપત ચૌધરીને જેલમાંથી છૂટતાની સાથે જ પાસા લગાવી જેલભેગા કર્યા

સુરતમાં ખંડણી ઉઘરાવવાના કેસમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણ જોશી અને તેમના સાથીદાર સંપત ચૌધરી પર પોલીસે પાસા લગાવીને જેલભેગા કર્યા છે. આ કાર્યવાહીને પગલે સુરતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.દુકાનદારને ધમકાવીને ખંડણીની કરી હતી માંગણી શ્રવણ જોશી પર આરોપ છે કે તેમણે સુરતના એક રેશનિંગ (સસ્તા અનાજ) ના દુકાનદારને ધમકાવીને ખંડણીની માંગણી કરી હતી. આ કેસમાં શ્રવણ જોશી વતી સંપત ચૌધરી ખંડણીના નાણાં લેવા ગયો હતો અને ત્યાં પકડાઈ ગયો હતો. બંને સામે ગુનો નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સુરતની લાજપોર જેલમાં બંધ હતા. જેલમાંથી છૂટતા જ ફરી અટકાયત જ્યારે શ્રવણ જોશીના જામીન મંજૂર થયા અને તેઓ લાજપોર જેલમાંથી મુક્ત થવાના હતા, ત્યારે જ સુરત પોલીસ કમિશનરના આદેશથી તેમના પર પાસાનું વોરંટ બજાવવામાં આવ્યું હતું. જેલના દરવાજેથી જ પોલીસ બંને આરોપીઓને ફરી અટકાયતમાં લઈને અન્ય જેલમાં મોકલી આપ્યા છે. કાયદાકીય કડક વલણ સુરત પોલીસે સંદેશ આપ્યો છે કે રેશનિંગ દુકાનદારો કે સામાન્ય વેપારીઓને ડરાવી-ધમકાવી ખંડણી માંગનારા તત્વો સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં, પછી ભલે તે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય. અગાઉ પણ શ્રવણ જોશી વિવાદોમાં રહ્યા છે, પરંતુ આ વખતે પાસાની કાર્યવાહીથી તેમની મુશ્કેલીઓ અનેકગણી વધી ગઈ છે.આ પણ વાંચોઃ National School Controversy: વિદ્યાર્થીઓના રક્ષણ માટે ABVP આક્રમક મૂડમાં, બાઉન્સર અને CCTVની કરી માંગ

Read Full Story arrow_forward