android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : શિક્ષકો માટે મોટા સમાચાર, નિવૃત્તિના 5 વર્ષ બાકી હોય તેમને TET પરીક્ષામાંથી મળશે મુક્તિ
calendar_today January 20, 2026

Gandhinagar News : શિક્ષકો માટે મોટા સમાચાર, નિવૃત્તિના 5 વર્ષ બાકી હોય તેમને TET પરીક્ષામાંથી મળશે મુક્તિ

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ફરજિયાત ટેટ (TET) પરીક્ષાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ અને વિવાદો વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે કે જે શિક્ષકોની નિવૃત્તિને હવે માત્ર 5 વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે, તેમને ટેટ પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં. આ નિર્ણયથી રાજ્યના વરિષ્ઠ શિક્ષકોમાં મોટી રાહત જોવા મળી રહી છે, કારણ કે નિવૃત્તિના આરે પહોંચેલા શિક્ષકો માટે આ ઉંમરે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી એક પડકારરૂપ કાર્ય હતું. શિક્ષણ વિભાગના આ વલણથી અનુભવી શિક્ષકોના માથેથી પરીક્ષાનું ભારણ હળવું થયું છે.શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય બીજી તરફ, શિક્ષણ વિભાગે રાજ્યની શાળાઓમાં ફરજ બજાવતા એવા શિક્ષકોનો ડેટા એકત્રિત કરવાની કામગીરી તેજ કરી છે જેઓ હજુ સુધી ટેટ પરીક્ષા પાસ કરી શક્યા નથી. આ અંતર્ગત વર્ષ 2011 પહેલાં ભરતી થયેલા અને 2011 પછી ભરતી થયેલા પરંતુ ટેટ પાસ ન હોય તેવા શિક્ષકોની અલગ-અલગ યાદી મંગાવવામાં આવી છે. તંત્ર દ્વારા આ આંકડાકીય માહિતી મંગાવવામાં આવતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ યાદીના આધારે આગામી સમયમાં બિન-ટેટ પાસ શિક્ષકો માટે સરકાર કોઈ નવી નીતિ કે કડક વલણ અપનાવી શકે છે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. આ પણ વાંચો : Ahmedabad News : ‘ખાડા પડે ત્યારે કોઈ નથી આવતું, ઘર તોડવા તરત આવી ગયા’, તંત્ર સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ

Read Full Story arrow_forward
Ahmedabad: બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સના દરોડા, કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સને ત્યાં ઇન્કમટેક્સની કાર્યવાહી
calendar_today January 20, 2026

Ahmedabad: બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સના દરોડા, કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સને ત્યાં ઇન્કમટેક્સની કાર્યવાહી

અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગે શહેરના અગ્રણી બિલ્ડર ગ્રુપો પર દરોડા પાડતાં બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે.કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સની ઓફિસ અને નિવાસસ્થાનો પર તપાસ મળતીમાહિતી મુજબ, કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સની ઓફિસ અને નિવાસસ્થાનો પર તપાસ કરવામાં આવી રહી છે. દીપેન પટેલ અને નિકુંજ પટેલ તથા દીપ ગ્રુપના દિનેશ પટેલને ત્યાં દરો઼ડા કામેશ્વર ગ્રુપના દીપેન પટેલ અને નિકુંજ પટેલની ઓફિસ તથા નિવાસસ્થાનો સહિત, દીપ ગ્રુપના દિનેશ પટેલ અને અન્ય ભાગીદારોના સ્થળોએ પણ દરોડા કરવામાં આવ્યા છે. અલગ-અલગ 30થી વધુ જગ્યાઓ પર ઇન્કમટેક્સ અધિકારીઓની તપાસ આ ઓપરેશન શહેરના અલગ-અલગ 30થી વધુ જગ્યાઓ પર ઇન્કમટેક્સ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. હાલ તપાસ પ્રક્રિયા ચાલી રહી છે દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડ્સની ચકાસણી ઇન્કમટેક્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે તમામ દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડ્સ ચકાસી રહ્યા છે.આ પણ વાંચો----   Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

Read Full Story arrow_forward
અમદાવાદમાં મેગા ડિમોલિશન, વટવાના વાનર વટ તળાવમાં 400થી વધુ કાચા પાકા બાંધકામ પર ફર્યું બુલડોઝર
calendar_today January 20, 2026

અમદાવાદમાં મેગા ડિમોલિશન, વટવાના વાનર વટ તળાવમાં 400થી વધુ કાચા પાકા બાંધકામ પર ફર્યું બુલડોઝર

અમદાવાદમાં વધુ એક મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. વહીવટી તંત્ર દ્વારા ચંડોળા તળવા બાદ ફરી એક વખત મોટાપાયે ગેરકાયદે દબાણો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વટવાના વાનર વટ તળાવમાં ડિમોલિશન શરૂ કરાયું. વાનર વટ તળાવમાં અંદાજે 400થી વધુ કાચા મકાનો છે. તંત્ર દ્વારા કાચા પાકા બાંધકામ કરેલા આ 400થી વધુ મકાનો તોડવાની કામગીરી કરાઈ. આમાંથી 430 રહેણાંક મકાન છે જયારે 30 જેટલા કોમર્શિયલ છે. આ તમામ દબાણ તોડવાની કામગીરી શરૂ થતા રહીશોમાં નારાજગી જોવા મળી. વટવામાં આ દબાણો દૂર કરી 58000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.

Read Full Story arrow_forward