android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gold Price Today : આજે રવિવારે સોનાનો ભાવ શું છે? જાણો આજે 18 જાન્યુઆરીએ સોનું સસ્તુ થયું કે મોંઘું?
calendar_today January 18, 2026

Gold Price Today : આજે રવિવારે સોનાનો ભાવ શું છે? જાણો આજે 18 જાન્યુઆરીએ સોનું સસ્તુ થયું કે મોંઘું?

છેલ્લા ઘણા દિવસોથી સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. સામાન્ય રીતે સોનાના ભાવમાં દરરોજ ઉતાર-ચઢાવ થતો રહે છે. પરંતુ આ અઠવાડિયામાં સોનાં અને ચાંદીની કિંમતોમાં ભારે ફેરફાર જોવા મળ્યા બાદ અઠવાડિયાના છેલ્લા દિવસે, આજે રવિવાર 18 જાન્યુઆરીએ, ઘરેલુ સર્રાફા બજારમાં ગોલ્ડ-સિલ્વરના દરોમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, ગઇકાલે શનિવારે સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો. આજે સાપ્તાહિક રજા હોવાથી ઘરેલુ વાયદા બજાર મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX)માં ટ્રેડિંગ બંધ છે.ભારતમાં આજે સોનાનો ભાવ શું? ભારતમાં આજે સોનાની કિંમત અઠવાડિયાના છેલ્લા દિવસે, રવિવાર 18 જાન્યુઆરીએ, ઘરેલુ સર્રાફા બજારમાં યથાવત રહી છે. આજે ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 14,378 રૂપિયા છે, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 13,180 રૂપિયા છે અને 18 કેરેટ સોનાનો ભાવ (જેને 999 સોનું પણ કહેવામાં આવે છે) પ્રતિ ગ્રામ 10,784 રૂપિયા છે. આજનો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,43,780 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાનો દર પ્રતિ 10 ગ્રામ 1,31,800 રૂપિયા છે.મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)શહેર24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ1,43,8301,31,850રાજકોટ1,43,8301,31,850વડોદરા1,43,8301,31,850સુરત1,43,8301,31,850મુંબઈ1,43,7801,31,800દિલ્હી1,43,9301,31,950ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જ જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે.Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે. આ પણ વાંચો- TMKOC : જેઠાલાલ નહીં પણ આ એક્ટર છે બબીતાજીનો બેસ્ટ ફ્રેન્ડ, TMKOCના સેટ પર બંને કરે છે ફૂલ મસ્તી!

Read Full Story arrow_forward
Ahmedabad News: ડોક્ટર બની વૃદ્ધોને ઠગતી ગેંગનો પર્દાફાશ
calendar_today January 18, 2026

Ahmedabad News: ડોક્ટર બની વૃદ્ધોને ઠગતી ગેંગનો પર્દાફાશ

અમદાવાદ શહેરમાં સિનિયર સિટિઝન્સને સોફ્ટ ટાર્ગેટ બનાવી છેતરપિંડી કરતી રીઢા ગુનેગારોની એક ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજસ્થાનની આ ગેંગના સભ્ય મોહમદ અમઝદની ધરપકડ કરવામાં આવી છે, જે પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી વૃદ્ધોને પોતાની જાળમાં ફસાવતો હતો.રેકી કરીને કરતા હતા શિકાર સાયબર ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગ ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ કરતી હતી. તેઓ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને એવા સિનિયર સિટિઝન્સની રેકી કરતા હતા જેઓ એકલા હોય અથવા જેમને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો હોય. ત્યારબાદ, આ ગેંગના સભ્યો પોતે મોટા ડોક્ટર હોવાનું કહી વૃદ્ધોનો વિશ્વાસ જીતતા હતા અને સારવાર કે અન્ય બહાને તેમની પાસેથી મોટી રકમ પડાવતા હતા. વૃદ્ધા પાસેથી 4 લાખ પડાવ્યા તાજેતરમાં જ આ ગેંગે એક વૃદ્ધાને નિશાન બનાવી હતી. વાતોમાં ભોળવીને અને ડર બતાવીને આરોપીઓએ વૃદ્ધા પાસેથી કુલ 4 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે ફરિયાદ થતા સાયબર ક્રાઇમ એક્શનમાં આવ્યું હતું અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મોહમદ અમઝદને દબોચી લીધો છે. અન્ય આરોપીઓની શોધખોળ શરૂ પકડાયેલા આરોપી રાજસ્થાનનો વતની છે, અને તેની સાથે આ ગેંગમાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઇમ દ્વારા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવો અને ખાસ કરીને સ્વાસ્થ્ય કે નાણાકીય બાબતોમાં સતર્ક રહેવું. આ પણ વાંચો - Ahmedabad માં ફિઝિયોથેરાપીના નામે અનોખી ઠગાઈ, શરીરમાંથી 'કાળું લોહી' કાઢવાના બહાને 4 લાખ પડાવ્યા

Read Full Story arrow_forward
Kutch: કચ્છના બુટલેગરનો માસ્ટર માઇન્ડ આઈડિયા, બેડરૂમમાં પલંગ નીચે મળ્યું દારૂનું ગુપ્ત ભોંયરું!
calendar_today January 18, 2026

Kutch: કચ્છના બુટલેગરનો માસ્ટર માઇન્ડ આઈડિયા, બેડરૂમમાં પલંગ નીચે મળ્યું દારૂનું ગુપ્ત ભોંયરું!

કચ્છ જિલ્લામાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો હવે ફિલ્મી ઢબે દારૂ છુપાવવાના કીમિયા અજમાવી રહ્યા છે. રાપર તાલુકાના ગાગોદર ગામે પોલીસે એક એવી જગ્યાએથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે કે જે જોઈને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. એક મકાનમાં પલંગ નીચે ખાસ પ્રકારનું ભૂગર્ભ ભોંયરું બનાવીને તેમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો.પોલીસ પણ ખાનું જોઇ ચોંકી ઉઠી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગાગોદરના વાસુદેવસિંહ નામના શખ્સના મકાનમાં દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે જ્યારે પોલીસની ટીમે દરોડો પાડ્યો, ત્યારે ઉપરછલ્લી તપાસમાં કાંઈ ખાસ મળ્યું નહોતું. જોકે, બેડરૂમમાં રાખેલા પલંગ પર શંકા જતાં પોલીસે તપાસ આદરી હતી.પોલીસે જ્યારે પલંગનું પાટિયું હટાવ્યું, ત્યારે નીચે કોઈ લાકડાનો કબાટ નહીં પણ એક મજબૂત ભૂગર્ભ ટાંકો (ભોંયરું) જોવા મળ્યું હતું. આ ભોંયરામાં તપાસ કરતા પોલીસને વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 2.61 લાખનો દારૂ જપ્ત કર્યો છે. બુટલેગરનો કીમિયો નિષ્ફળ આરોપીએ એવી રીતે ભોંયરું બનાવ્યું હતું કે સામાન્ય તપાસમાં કોઈને અંદાજ પણ ન આવે કે પલંગ નીચે લાખોનો મુદ્દામાલ હોઈ શકે છે. જોકે, પોલીસની સતર્કતાને કારણે બુટલેગરનો આ ગજબનો કીમિયો નિષ્ફળ સાબિત થયો છે. કાર્યવાહી અને તપાસ આ મામલે મુખ્ય આરોપી વાસુદેવસિંહ સહિત કુલ ત્રણ શખ્સો ફરાર થઈ ગયા છે. પોલીસે ગુનો નોંધીને આ ત્રણેય આરોપીઓની શોધખોળ તેજ કરી છે. આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આ નેટવર્કમાં બીજા કોણ સામેલ છે, તે દિશામાં પણ હવે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચોઃ Surat: નેશનલ હાઈવે 48 પર વિઝિબલિટી ઘટી,ભારે ધુમ્મસને પગલે હાઈવે પર અકસ્માતની વણઝાર

Read Full Story arrow_forward