android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskanahta News : પંજાબમાં અકસ્માતમાં મહિલા પોલીસકર્મી સહિત 5 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા
calendar_today January 17, 2026

Banaskanahta News : પંજાબમાં અકસ્માતમાં મહિલા પોલીસકર્મી સહિત 5 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા

પંજાબના ભટિન્ડા જિલ્લાના ગુડતરી ગામ પાસે આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં ગુજરાતના પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ અને દિયોદર તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ભારતમાં પડી રહેલા ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલા પોલીસ કર્મચારી સહિત કુલ 5 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો, જેને પગલે સમગ્ર બનાસકાંઠા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.વાવ-થરાદ પંથકમાં આક્રંદ પ્રાપ્ત વિગતો મુજબ, આ શ્રદ્ધાળુઓ પંજાબના ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે ગયા હતા, પરંતુ કાળમુખા ધુમ્મસને કારણે વહેલી સવારે તેમનું વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. અકસ્માત એટલો પ્રચંડ હતો કે વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પરિવારજનોને જાણ કરવામાં આવી છે. હજુ ગઈકાલ સુધી જે ઘરોમાં ખુશીનો માહોલ હતો, ત્યાં આજે પાંચ-પાંચ સભ્યોના મોતના સમાચાર આવતા આખું ગામ હિબકે ચઢ્યું છે. આ પણ વાંચો : Vadodara માં ‘ભૂવા’ રાજ, અટલાદરા ચેકપોસ્ટ પાસે રોડ બેસી જતાં કાર ખાડામાં ગરકાવ!

Read Full Story arrow_forward
PM મોદીએ વંદે ભારત સ્લીપર ટ્રેનનું કર્યું ઉદ્ઘાટન
calendar_today January 17, 2026

PM મોદીએ વંદે ભારત સ્લીપર ટ્રેનનું કર્યું ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદા ટાઉન રેલ્વે સ્ટેશન પર હાવડા અને ગુવાહાટી (કામખ્યા) વચ્ચે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી. આ સંપૂર્ણ વાતાનુકૂલિત ટ્રેન લાંબા અંતરની મુસાફરી માટે બનાવવામાં આવી છે અને તે સસ્તા ભાવે એરલાઇન જેવી સુવિધા આપે છે. અધિકારીઓ કહે છે કે તે રૂટ પર મુસાફરીના સમયમાં લગભગ 2.5 કલાકનો ઘટાડો કરશે અને ધાર્મિક પર્યટન, મુસાફરોની સુવિધા અને પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વ વચ્ચે જોડાણને વેગ આપશે.પીએમ મોદીએ વંદેભારત સ્લીપરને લીલી ઝંડી આપી17 જાન્યુઆરીનો દિવસ રેલ્વેના ઇતિહાસમાં એક યાદગાર દિવસ રહેશે. આ દિવસે દેશને પ્રથમ વંદેભારત સ્લીપર ટ્રેન મળી. લાંબા અતરની મુસાફરી માટે આ ટ્રેન શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને સારો પ્રતિસાદ મળ્યો. જેના બાદ મુસાફરોની સુવિધા વધુ સુગમ બનાવવા રેલ્વે મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો અને વંદેભારત સ્લીપર ટ્રેન પ્રોજેક્ટ હાથ ધર્યો. આ પ્રોજેક્ટ આજે સફળ થયો અને પીએમ મોદી વંદે ભારત સ્લીપર ટ્રેનની લીલી ઝંડી આપી. પીએ મોદી 18 જાન્યુઆરી સુધી પશ્ચિમ બંગાળમાં રહેશે. આ ઉપરાંત પીએમ મોદી અન્ય પ્રોજેક્ટસ અને 4,000 કરોડ રૂપિયાથી વધુના રેલ, માર્ગ અને માળખાગત પ્રોજેક્ટ્સની શ્રેણીનું ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે. વંદે ભારત સ્લીપ ટ્રેનની ખાસિયતવંદે ભારત સ્લીપર ટ્રેનમાં સલામતી પર વધુ ધ્યાન અપાયું છે. આ સેવા કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ, મુસાફરો માટે ઇમરજન્સી કમ્યુનિકેશન યુનિટ્સ અને અદ્યતન નિયંત્રણ સિસ્ટમ્સ ધરાવતી અત્યાધુનિક ડ્રાઇવરની કેબથી સજ્જ હશે. વંદે ભારત સ્લીપર એક સેમી-હાઈ-સ્પીડ ટ્રેન છે જેમાં કુલ 16 કોચ સામેલ કરાયા છે. અંદાજે 823 મુસાફરો સ્લીપર વંદેભારત સેવાનો લાભ લઈ શકશે. વંદે ભારત સ્લીપર ટ્રેન સંપૂર્ણપણે વાતાનુકૂલિત છે અને લાંબા અંતરની રાત્રિ મુસાફરીને અત્યંત આરામદાયક અને સલામત બનાવશે. 11 થર્ડ એસી, 4 સેકન્ડ એસી અને 1 ફર્સ્ટ એસી કોચ છે. વંદે ભારત સ્લીપરની મહત્તમ ગતિ 180 કિલોમીટર પ્રતિ કલાક છે. આ પણ વાંચો : BMC Election 2026: ઠાકરે–પવારના કિલ્લા ધરાશાયી, નાગરિક ચૂંટણીમાં ભાજપની લહેર

Read Full Story arrow_forward
Kutch : રાપરનો દિવ્યાંગ વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયો, વેપારીને દુકાન વેચવાની ફરજ પડી, પોલીસમાં ફરિયાદ
calendar_today January 17, 2026

Kutch : રાપરનો દિવ્યાંગ વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયો, વેપારીને દુકાન વેચવાની ફરજ પડી, પોલીસમાં ફરિયાદ

કચ્છ જિલ્લાના રાપરના દિવ્યાંગ વેપારી પ્રકાશ નવીન ઠક્કર વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા છે. માહિતી અનુસાર વેપારીએ 15 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને દર મહિને વ્યાજખોરને 75 હજાર રૂપિયા વ્યાજ ચૂકવતા હતા છતાં વ્યાજખોરે વધુ વ્યાજની માગણી કરી ધાક ધમકી આપી હતી જેથી વેપારીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દુકાન વેચવાની ફરજ પડી વેપારી વ્યાજના ચક્કરમાં એવા ફસાયા હતા કે વ્યાજની વધતી રકમને કારણે વેપારીને અંતે દુકાન વેચવાની ફરજ પડી હતી. આરોપી કિશોરભા ગઢવીએ ધમકી આપી જો કે તેમણે 15 લાખ સામે 30 લાખ રુપિયાની રકમ વ્યાજખોરને ચૂકવી હતી છતાં આરોપી કિશોરભા ગઢવી વધુ વ્યાજની માંગણી સાથે ધમકીઓ આપતો રહ્યો હતો પોલીસે તપાસ શરુ કરી આ ત્રાસથી કંટાળી વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ પણ વાંચો-----   Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા

Read Full Story arrow_forward