android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : ઘેડના ખેડૂતો માટે ખુશીના સમાચાર, રવિ સીઝન માટે ભાદર-2 ડેમમાંથી છોડાયું પાણી
calendar_today January 17, 2026

Rajkot News : ઘેડના ખેડૂતો માટે ખુશીના સમાચાર, રવિ સીઝન માટે ભાદર-2 ડેમમાંથી છોડાયું પાણી

ઘેડ વિસ્તારના ખેડૂતો માટે રવિ સીઝનની શરૂઆતમાં જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. રવિ પાકને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે હેતુથી ભાદર-2 ડેમમાંથી નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાણી છોડવાને કારણે ઘેડ પંથકના અનેક ગામોના ખેડૂતોને સીધો ફાયદો થશે. ખાસ કરીને ચણા, ઘઉં, જીરુ અને લસણ જેવા મહત્વના રવિ પાકોને સમયસર પાણી મળી રહેતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે અને પાકના ઉત્પાદનમાં વધારો થવાની આશા સેવાઈ રહી છે.ખેડૂતોમાં આનંદની લહે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે, જેને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. સિંચાઈ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં કે નીચાણવાળા વિસ્તારોમાં અવર-જવર ન કરવા સખત સૂચના આપવામાં આવી છે. રવિ સીઝન દરમિયાન પાણીની ખેંચ ન પડે તે માટે લેવાયેલા આ નિર્ણયથી ઘેડ વિસ્તારની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાતી ખેતીને મોટું બળ મળશે. આ પણ વાંચો : Vadodara માં ‘ભૂવા’ રાજ, અટલાદરા ચેકપોસ્ટ પાસે રોડ બેસી જતાં કાર ખાડામાં ગરકાવ!

Read Full Story arrow_forward
Ahmedabad News : જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
calendar_today January 17, 2026

Ahmedabad News : જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે સંકલનમાં પુછાયેલા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, ત્વરિત ધોરણે તેનું નિરાકરણ થાય તે જરૂરી છે. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, અસલાલી તળાવ કામગીરી, મુનસર તળાવની સફાઈ, આરોગ્ય કેન્દ્રનાં કામો, વિરમગામ તાલુકાના ગામોના પોસ્ટલ પિનકોડને લગતાં પ્રશ્નો, દેત્રોજ તાલુકામાં પાણીના બોર, રોજગાર મેળામાં સ્થાનિકોને અગ્રતા, ગૌચરની જમીન, વીજ પુરવઠાના પ્રશ્નો, ડેટા એન્ટ્રી, દબાણો દૂર કરવા સહિત ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓના પ્રશ્નોની ચર્ચા કરી હકારત્મક નિવારણ કરાયું હતું. અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ પણ રહ્યાં હાજર જ્યારે શહેરી વિસ્તારના પ્રશ્નોમાં સ્લમ રિહેબિલિટેશન, દબાણના પ્રશ્નો, યુએલસી, રેલવેને લગતા વિવિધ પ્રશ્નો, કુબેરનગર આટીઆઈ ફૂટ ઑવર બ્રિજ, જેટકો, ટ્રાફિક, પોલીસ આવાસ, કાયદો અને વ્યવસ્થાની ચર્ચા કરી ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, ધારાસભ્યો સર્વે હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી, બાબુભાઈ પટેલ, કૌશિક જૈન, અમિત શાહ, હર્ષદ પટેલ, જિતેન્દ્રભાઈ પટેલ, પાયલ કુકરાણી, ઇમરાન ખેડાવાલા, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025માં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી OPD સેવા

Read Full Story arrow_forward
Gujarat Weather : રાજ્યમાં બેવડી ઋતુ સહન કરવી પડશે, લઘુત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી સુધી રહેવાની હવામાન વિભાગની આગાહી
calendar_today January 17, 2026

Gujarat Weather : રાજ્યમાં બેવડી ઋતુ સહન કરવી પડશે, લઘુત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી સુધી રહેવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં નાગરિકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર-પશ્ચિમ દિશાના પવન ફૂંકાતા રહેવાના કારણે દિવસ દરમિયાન ગરમી અને વહેલી સવાર તથા રાત્રે ઠંડીનો અનુભવ થશે.આગામી 7 દિવસ સુધી બેવડી ઋતુની અસર જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ સુધી બેવડી ઋતુની અસર જોવા મળશે.  તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જ્યારે લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. નલિયા ખાતે લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું તાજા આંકડાઓ અનુસાર નલિયા ખાતે લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ પણ વાંચો----   Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા

Read Full Story arrow_forward