android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskanthaના સુપ્રસિદ્ધ અંબાજીમાં અમદાવાદના માઇભકતે સોનાનું દાન કર્યું, મા અંબાના ચરણોમાં અર્પણ કરી 5 સોનાની લગડી
calendar_today January 17, 2026

Banaskanthaના સુપ્રસિદ્ધ અંબાજીમાં અમદાવાદના માઇભકતે સોનાનું દાન કર્યું, મા અંબાના ચરણોમાં અર્પણ કરી 5 સોનાની લગડી

બનાસકાંઠામાં દાતા ખાતે આવેલ સુપ્રિસદ્ધ અંબાજી મંદિરમાં ફરી એક વખત ભક્તે સોનાનું દાન કર્યું. અંબાજીમાં અમદાવાદના માઇભકતે સોનાનું દાન કરી મા અંબેના આર્શીવાદ લીધા. માઈભક્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના ટેમ્પલ ઇન્સ્પેક્ટર કાર્યાલય ખાતે 500 ગ્રામ સોનાની લગડીનું દાન કર્યું. માઈભક્તે જય અંબે..બોલ મારી અંબે..ના નાદ સાથે માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું.અંબાજીમાં અમદાવાદના માઈભક્તનું 500 ગ્રામની 5 લગડીનું દાનફક્ત ભારત જ નહીં દુનિયાભરમાં દાતાનું અંબાજી મંદિર પ્રખ્યાત છે. અંબાજીમાં પૂનમના દિવસ ઉપરાંત શુભ તિથિ પર દર્શન કરવાનું મહત્વ છે. દુનિયાભરમાં લોકો  દૂર દૂરથી મા અંબાના દર્શન કરવા અંહી આવે છે. હાલમાં અમદાવાદના એક માઈભક્તની મા અંબા પ્રત્યેની આસ્થા દેખાઈ. અમદાવાદના માઈ ભક્તે અંબાજીમાં 500 ગ્રામની 5 લગડીનું દાન કર્યું. 500 ગ્રામની 5 લગડી કે જેની અંદાજિત બજાર કિંમત 72 લાખ હોવાનું મનાય છે. અમદાવાદના આ માઈ ભક્ત દ્વારા માતાજીને સોનાની 5 લગણી અર્પણ કરવામાં આવી.અંબાજી મંદિર, ભક્તોની આસ્થાનું પ્રતિકઅંબાજી મંદિર ફકત એક ધામિક સ્થાન નહીં પરંતુ ભક્તોની આસ્થાનું પ્રતિક છે. લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા મંદિરની મુલાકાત લે છે. અગાઉ પણ અંબાજીમાં શ્રદ્ધાળુઓ દ્વારા સોના અને ચાંદીનું મોટું દાન કરવામાં આવ્યું છે. હાલમાં એક ભક્તે અંબાજીમાં ગુપ્ત દાન કર્યું હતું. રાજકોટના આ ભક્તે મા અંબાને સોનાનો હાર અર્પિત કર્યો હતો. તાજેતરમાં અમદાવાદના આ ભક્ત દ્વારા કરાયેલા દાનથી ફરી એકવાર સાબિત થયું છે કે ભક્તોમાં અંબાજી પ્રત્યે અતૂટ આસ્થા છે. અગાઉ પણ અમદાવાદના જ અનેક વેપારીઓ અને પરિવારોએ કિલોગ્રામમાં સોનાનું દાન આપેલું છે.અંબાજી મંદિરના શિખરને સોને મઢવાની કામગીરીજણાવી દઈએ કે અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે.અત્યાર સુધીમાં અનેક કિલો સોનું શિખર પર મઢવામાં આવ્યું છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશના ભક્તો આ ભગીરથ કાર્યમાં સોનાનું દાન આપી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દાનમાં મળેલા સોનાનો ઉપયોગ શિખરના કળશ અને તેની આસપાસના ભાગોને સોનાથી મઢવા માટે કરવામાં આવે છે.

Read Full Story arrow_forward
Gujarat Metro Rail : મેટ્રોની દૈનિક મુસાફરીમાં 3 વર્ષમાં ચાર ગણી વૃદ્ધિ થઈ, રોજના મુસાફરોની સંખ્યા 35 હજારથી દોઢ લાખ સુધી પહોંચી
calendar_today January 17, 2026

Gujarat Metro Rail : મેટ્રોની દૈનિક મુસાફરીમાં 3 વર્ષમાં ચાર ગણી વૃદ્ધિ થઈ, રોજના મુસાફરોની સંખ્યા 35 હજારથી દોઢ લાખ સુધી પહોંચી

મેટ્રો નેટવર્કનું હવે મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ સુગમ બનશે તેમજ ખર્ચની પણ બચત થશે.હજારો કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને થશે લાભ પ્રવાસીઓને હવે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન સુધીની સીધી કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મહત્વના પ્રવાસન સ્થળો સુધી મેટ્રો દ્વારા સરળતાથી પહોંચી શકાશે. મેટ્રો નેટવર્કના આ વિસ્તરણને કારણે હજારો કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને મોટો ફાયદો થશે. ખાસ કરીને, મહાત્મા મંદિરમાં આયોજિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોમાં આવતા મહેમાનો તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન 11.50 કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી અમદાવાદ–ગાંધીનગર મેટ્રો સેવાના કારણે છેલ્લા 3 વર્ષોમાં મુસાફરોને સસ્તા અને કાર્યક્ષમ અર્બન પરિવહનનો અનુભવ મળ્યો છે. ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 11.50 કરોડથી વધુ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી છે. જો મહિના અનુસાર આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2023 દરમિયાન દર મહિને સરેરાશ 12થી 27 લાખ મુસાફરોએ મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. આ સંખ્યા 2024માં વધીને માસિક અંદાજે 27થી 35 લાખ નોંધાઈ હતી. વર્ષ 2025માં આ આંકડામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને જુલાઈ અને સપ્ટેમ્બરમાં માસિક 44 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો સેવાનો લાભ લીધો હતો. કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન 2 દિવસમાં રેકોર્ડ 4.11 લાખ મુસાફરોએ મેટ્રોનો લાભ લીધો ગત વર્ષે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ આઇપીએલ મેચો અને કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન લાખો લોકોએ મેટ્રો યાત્રાને પ્રાથમિકતા આપી હતી. આઇપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો અને રથયાત્રા જેવા કાર્યક્રમો દરમિયાન મુસાફરોની સંખ્યા 1.6થી 2.1 લાખ નોંધાઈ હતી. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલા બે દિવસના કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન કુલ 4.11 લાખ મુસાફરોએ મેટ્રો સેવાનો ઉપયોગ કર્યો હતો, જે મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં મેટ્રોની ક્ષમતા અને વિશ્વસનીયતા દર્શાવે છે. અમદાવાદ–ગાંધીનગર મેટ્રો: 68 કિમીનું નેટવર્ક, 53 સ્ટેશન અને લાખો મુસાફરોનો વધતો વિશ્વાસ મેટ્રો ફેઝ-2 પૂર્ણ થતાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિકસિત 68 કિમીનું મેટ્રો નેટવર્ક હવે 53 સ્ટેશનોને આવરી લેશે. મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવા શરૂ થવાથી ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટશે, ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને મુસાફરોને કિફાયતી તેમજ પર્યાવરણને અનુકૂળ મુસાફરીનો વિકલ્પ મળશે. મેટ્રોના વ્યાપક વિસ્તરણથી એક એવી ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ બની છે જે રાજ્યના નાગરિકોને દાયકાઓ સુધી સેવા આપશે. વૈશ્વિક અર્બન સેન્ટર બનવાની ગુજરાતની યાત્રામાં અમદાવાદ મેટ્રો રેલ એક્સ્ટેન્શન એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બન્યું છે. આ પણ વાંચો : Gujarat Jail Prisoner : ગુજરાતમાં આરોપીઓને ફાંસીની સજા માટે અન્ય રાજયમાંથી જલ્લાદ લવાય છે ! છેલ્લે 1983માં રાજકોટની જેલમાં ફાંસીની સજા અપાઈ

Read Full Story arrow_forward
Amreli News: રાજુલામાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ, બિભત્સ ફોટા વાયરલ થયા
calendar_today January 17, 2026

Amreli News: રાજુલામાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ, બિભત્સ ફોટા વાયરલ થયા

અમરેલી જિલ્લામાં ગુનાખોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં મહિલા અત્યાચારના બનાવો છાસવારે સામે આવી રહ્યા છે. આવામાં લોકોની માનસિક સ્થિતિ બગડી રહી હોય તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. રાજુલામાં એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. આવી ઘટનાઓને પગલે પોલીસની કામગીરી પર લોકો સવાલ કરી રહ્યા છે.નરાધમે ધમકી આપી રૂપિયા 80 હજાર પડાવ્યા અમરેલી જિલ્લાના રાજુલામાં એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ વ્યક્તિએ બિભત્સ ફોટા વાયરલ કરવાની આપીને આ વિદ્યાર્થિની પર વારંવાર દુષ્કર્મ કર્યું હતું. આ સાથે આ ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી નરાધમે ધમકી આપી રૂપિયા 80 હજાર પડાવ્યા હતા. આ સાથે આ વ્યક્તિ વિદ્યાર્થિની પાસે વધુ 20 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. રાજુલા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી રાજુલામાં આ યુવાને વિદ્યાર્થિની સાથે છરીની અણીએ વારંવાર દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીએ બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને લાંબા સમય સુધી બ્લેકમેલ કરીને દુષ્કર્મ કરી રહ્યો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં છે. આ વિદ્યાર્થિનીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. જે બાદ વિદ્યાર્થિનીએ રાજુલા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ આધારે રાજુલા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો - Amreli: અમરેલીની કૉલેજમાં ભીમાણીકાંડ સામે વિરોધ પ્રદર્શન

Read Full Story arrow_forward