android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News : કોથમીર ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતો અને ઓછા ખર્ચે ઉગાડી શકાય તેવો પાક
calendar_today January 15, 2026

Agriculture News : કોથમીર ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતો અને ઓછા ખર્ચે ઉગાડી શકાય તેવો પાક

રાસાયણિક ખાતર અને ઝેર વિના ઉગાડવામાં આવેલ કોથમીર આરોગ્ય માટે લાભદાયી તેમજ જમીનની ઉર્વરતા જાળવવામાં પણ સહાયક છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કોથમીર ઉગાડવી આજનાં સમયમાં ખેડૂતો માટે લાભદાયી અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ બની રહ્યું છે. કોથમીર માટે સારી નિકાસ ધરાવતી, ભેજાળ પરંતુ પાણી ન ભરાય તેવી જમીન વધુ યોગ્ય ગણાય છે.જમીનનો પીએચ 6 થી 8 વચ્ચે હોય તો પાક સારી રીતે વિકસે છે કોથમીર ઠંડા અને મધ્યમ હવામાનમાં વધુ સારી ઉપજ આપે છે. વધારે ગરમીમાં છોડ ઝડપથી ફૂલી જાય છે જેના કારણે લીલા પાનની ગુણવત્તા અને ઉપજ ઘટી શકે છે. પ્રાકૃતિક ખેતીમાં દેશી કોથમીરના બીજનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. વાવણી પહેલાં બીજને હળવેથી બે ભાગમાં ફોડી લેવું જોઈએ જેથી અંકુરણ ઝડપથી અને સમાન રીતે થાય. બીજને દેશી ગાયનાં ગોબર અને ગૌમૂત્રથી તૈયાર કરેલા બીજામૃતમાં થોડા કલાક પલાળી રાખવાથી બીજની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને છોડ તંદુરસ્ત ઉગે છે. ખેતરની તૈયારી માટે જમીનને એકથી બે વખત ઊંડે ખેડી ભુરભુરી બનાવવી જોઈએ ત્યારબાદ પ્રતિ એકર સારી રીતે સડેલું દેશી ખાતર અથવા વર્મીકોમ્પોસ્ટ ઉમેરવાથી જમીનમાં જરૂરી પોષક તત્ત્વો અને સૂક્ષ્મ જીવાણુઓ સક્રિય બને છે. જમીનની જીવંતતા જાળવવા માટે જીવામૃત અથવા ઘન જીવામૃતનો ઉપયોગ પ્રાકૃતિક ખેતીમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. કોથમીરની વાવણી સામાન્ય રીતે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવે છે. બીજ છંટકાવ પદ્ધતિથી અથવા યોગ્ય અંતર રાખીને વાવવાથી છોડને પૂરતું પોષણ અને જગ્યા મળે છે. વાવણી બાદ હળવું પિયત આપવું જરૂરી છે જેથી બીજ સારી રીતે જમીનમાં સ્થિર થાય. સિંચાઈ બાબતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે કોથમીરને વધારે પાણીની જરૂર નથી વાવણી પછી પાંચથી સાત દિવસમાં પ્રથમ પિયત આપવું અને ત્યારબાદ જમીનનાં ભેજ અનુસાર સાતથી દસ દિવસનાં અંતરે પાણી આપવું જોઈએ. પાણી ભરાવાથી મૂળ સડવાની શક્યતા રહેતી હોવાથી નિકાસ વ્યવસ્થા સારી હોવી જરૂરી છે. પ્રાકૃતિક ખેતીમાં નિંદામણ નિયંત્રણ માટે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરાતો નથી. વાવણી પછી વીસથી પચ્ચીસ દિવસમાં હાથથી નિંદામણ કાઢવાથી છોડનો વિકાસ સારો થાય છે. સૂકા ઘાસ અથવા પાકનાં અવશેષોથી મલ્ચિંગ કરવાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને નિંદામણનું પ્રમાણ ઘટે છે. કોથમીરમાં ક્યારેક પાન ખાવા વાળા જીવાતો અથવા ફૂગજન્ય રોગ જોવા મળે છે આવા સમયે લીમડાનો અર્ક, જીવામૃત અથવા દેશી રીતે બનાવેલાં અગ્નિઅસ્ત્ર કે સુઠાસ્ત્રનો છંટકાવ અસરકારક સાબિત થાય છે. આ ઉપાયો છોડને નુકસાન પહોંચાડ્યા વગર જીવાતોને નિયંત્રિત કરે છે.વાવણી બાદ આશરે પચ્ચીસથી ત્રીસ દિવસમાં લીલીછમ કોથમીર કાપણી માટે તૈયાર થઈ જાય છે. છોડને મૂળથી નહીં પરંતુ ઉપરથી કાપવાથી ફરી નવી વૃદ્ધિ થાય છે અને વધુ વખત કાપણી મેળવી શકાય છે. પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલ કોથમીર સુગંધિત, સ્વાદિષ્ટ અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, જેને બજારમાં વધુ સારો ભાવ મળવાની શક્યતા રહે છે. રીતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને કોથમીર ઉગાડવાથી ખેડૂતને ઓછા ખર્ચે વધુ નફો મળે છે અને સાથે સાથે જમીન, પાણી અને પર્યાવરણનું સંરક્ષણ પણ થાય છે. પ્રાકૃતિક ખેતી સ્વસ્થ જીવન અને ટકાઉ કૃષિ તરફનું એક મહત્વનું પગલું છે. માહિતી સંકલન :- રાજેશ કુમાર ભીંડી આ પણ વાંચો : Agriculture News : પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માગ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

Read Full Story arrow_forward
Vadodara માં માનવતા શરમાઈ, 6 વર્ષની માસૂમ બાળકી સાથે યુવકની ગંદી હરકત
calendar_today January 15, 2026

Vadodara માં માનવતા શરમાઈ, 6 વર્ષની માસૂમ બાળકી સાથે યુવકની ગંદી હરકત

વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે એક શખ્સે શારીરિક અડપલાં કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપી યુવકે માસૂમ બાળકીને એકલી જોઈ તેની પાસે જઈ નિર્લજ્જ વર્તન કર્યું હતું અને બાળકીના ગુપ્તાંગ પર હાથ ફેરવી તેની છેડતી કરી હતી. આ ઘટનાથી ભયભીત થયેલી બાળકીએ તુરંત જ પોતાની માતા પાસે દોડી જઈ રડતા રડતા સમગ્ર હકીકત જણાવી હતી.પોલીસની કડક કાર્યવાહી બાળકીની વાત સાંભળી સ્તબ્ધ થયેલા પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં આ મામલે આરોપી યુવક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને પોક્સો (POCSO) એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો માસૂમ સાથે આવી હરકત કરનાર સામે કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. આ પણ વાંચો : Gandhinagar News : શિક્ષણ વિભાગ હવે બનશે સંપૂર્ણ પેપરલેસ, તમામ ફાઇલો 'ઇ-સરકાર' પોર્ટલ દ્વારા જ સ્વીકારાશે

Read Full Story arrow_forward
Ahmedabad: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાતમાં ત્રીજો દિવસ, ટાગોર હોલમાં અમિત શાહના હસ્તે પુસ્તક વિમોચન
calendar_today January 15, 2026

Ahmedabad: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાતમાં ત્રીજો દિવસ, ટાગોર હોલમાં અમિત શાહના હસ્તે પુસ્તક વિમોચન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આજે તેમણે અમદાવાદના ટાગોર હોલમાં પુસ્તક વિમોચનમાં હાજરી આપી.આદિ શંકરાચાર્યની સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કર્યું ટાગોર હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં અમિત શાહે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય દ્વારા પ્રકાશિત અને ગૌતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્યની સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કર્યું હતું. સંસદીય વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા અમિત શાહ ત્રણ દિવસથી રાજ્યની મુલાકાતે છે. આ સમયગાળા દરમિયાન તેમણે પોતાના સંસદીય વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવની ઉજવણીમાં પણ જોડાયા ગઇકાલે તેઓ અમદાવાદના નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવની ઉજવણીમાં પણ જોડાયા હતા. આ પહેલા તેઓ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં પણ ગયા હતા અને ભગવાન જગન્નાથજી સમક્ષ પોતાનું શિશ નમાવ્યું હતું..આ પણ વાંચો-----    BMC Election 2026 : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો

Read Full Story arrow_forward