Vadatal : શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 200 વર્ષ જૂની લીંબુ મરચા અથાણાની પરંપરા, બનશે 105000 કિલોના મરચા લીંબુ અથાણાં !
વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 200 વર્ષ જૂની લીંબુ મરચા અથાણાની પરંપરા આજે પણ સમગ્ર ઉત્સાહ અને શ્રદ્ધા સાથે જળવાઈ રહી છે. મંદિરના કોઠારી અને ચેરમેનના માર્ગદર્શન હેઠળ આ પરંપરા આજ સુધી અનુસરવામાં આવે છે.105000 કિલોના મરચા લીંબુ અથાણાં તૈયાર આ વર્ષે આશરે એક લાખ અને પાંચ હજાર કિલો લીંબુ મરચાનું અથાણું તૈયાર કરવામાં આવ્યું છે. આ અથાણા દેશમાં અને વિદેશમાં હરીભક્તો માટે ઉપલબ્ધ છે. તૈયાર થયેલું અથાણું પહોંચાડવામાં આવે છેદર વર્ષે અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડન અને ગુજરાતના વિવિધ શહેરોમાં વસતા હરિભક્તોને આ પરંપરા અનુસાર તૈયાર થયેલું અથાણું પહોંચાડવામાં આવે છે. આ રીતે બનાવાય છે અથાણા લીંબુ મરચાંના અથાણામાં પાંચ મુખ્ય સામગ્રીનો ઉપયોગ થાય છે જેમાં લીંબુ, મરચાં, હળદર, મીઠું અને લીંબુના પાણી નું મિશ્રણ કરી દેશી પદ્ધતિ અનુસાર આ લીંબુ મરચાનું અથાણું બનાવવામાં આવે છે સૌ પ્રથમ ભગવાનને અર્પણ કરવામાં આવે છે આ તમામ સામગ્રી દેશી પદ્ધતિ અનુસાર મિશ્રણ કરીને આ વિશિષ્ટ અથાણું તૈયાર થાય છે. તૈયાર થયા બાદ સૌ પ્રથમ ભગવાનને અર્પણ કરવામાં આવે છે, અને ત્યારબાદ સંતો અને હરીભક્તો માટે ઉપયોગમાં લાવવામાં આવે છે. પરંપરા હરીભક્તોમાં ભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની અભિવ્યક્તિ વિશ્વભરમાં ફેલાયેલી આ પરંપરા હરીભક્તોમાં ભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની અભિવ્યક્તિ તરીકે જાણીતી છે. આ 200 વર્ષ જૂની પરંપરાવડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ના પૂ.શ્યામ સ્વામીએ જણાવ્યું હતું કે આ 200 વર્ષ જૂની પરંપરા છે. લીંબુ મરચાના અથાણામાં લીંબુ નાખવાની શરુઆત ઓગષ્ટમાં કરાય છે અને હવે મરચાં નાંખીને 1 લાખ કરતા વધુ કિલોનું અતાણુ તૈયાર કરાય છે અને દેશ વિદેશના લાખો હરિભક્તો લઇ જાય છે. આ પણ વાંચો----- BMC Election 2026 : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો
Read Full Story arrow_forward