Delhi: ભારત દુનિયાનું સૌથી મોટું ત્રીજું મેટ્રો નેટવર્ક, CSPOC કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે બોલ્યા PM Modi
સંસદ સંકુલમાં 28મી કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ (CSPOC) નું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં યોજાઇ રહ્યો છે જે 14 થી 16 જાન્યુઆરી સુધી ચાલશે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર- પીએમ મોદી હાલ પીએમ મોદી સંબોધન કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે ભારતમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. કોઇ પણ ભેદભાવ વિના અમે કામ કરી રહ્યા છીએ. ભારત સૌથી મોટો બીજા નંબરનું દૂધ ઉત્પાદન કરતો દેશ છે. જ્યારે મેટ્રો નેટવર્કમાં ભારત ત્રીજા નંબરે છે. વિવિધતા એ ભારતીય લોકતંત્રની કાતાત છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ભારતે વિવિધતાને લોકતંત્રની તાકાત બનાવી છે. https://x.com/ANI/status/2011681057838690555પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે તમે બધા જ્યાં બેઠા છો તે જગ્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુલામીના છેલ્લા વર્ષોમાં, જ્યારે ભારતની સ્વતંત્રતા નક્કી થઈ ગઈ હતી, ત્યારે આ સેન્ટ્રલ હોલમાં બંધારણના મુસદ્દા માટે બંધારણ સભાની બેઠકો યોજાતી હતી. 75 વર્ષ સુધી, આ ઇમારત ભારતની સંસદ તરીકે સેવા આપી હતી, અને આ જ હોલમાં, આપણા ભવિષ્યને લગતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, અને ઘણી ચર્ચાઓ થઈ હતી. ભારતે લોકશાહીને સમર્પિત આ સ્થળને બંધારણ ગૃહ નામ આપ્યું છે. થોડા સમય પહેલા, બંધારણના અમલીકરણની 75મી વર્ષગાંઠ હતી. બંધારણ ગૃહમાં મારી હાજરી, અને બધા મહાનુભાવોની હાજરી, આપણા લોકશાહી માટે ખૂબ જ ખાસ છે...લોકશાહીનો બીજો મજબૂત સ્તંભ મહિલા પ્રતિનિધિત્વ- પીએમ મોદી તેમણે વધુમાં સંબોધન કરતા જણાવ્યું કે ભારતીય લોકશાહીનો બીજો મજબૂત સ્તંભ મહિલા પ્રતિનિધિત્વ છે. આજે ભારતીય મહિલાઓ ફક્ત લોકશાહીમાં ભાગ જ નથી લઈ રહી, પરંતુ તેનું નેતૃત્વ પણ કરી રહી છે. ભારતના રાષ્ટ્રપતિ, જે આપણા દેશના પ્રથમ નાગરિક છે, એક મહિલા છે. દિલ્હીના મુખ્યમંત્રી - જે શહેરમાં આજે આપણે હાજર છીએ - એક મહિલા છે. ગ્રામીણ અને સ્થાનિક સંસ્થાઓમાં, ભારતમાં આશરે 1.5 મિલિયન ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ છે. તેઓ પાયાના સ્તરે લગભગ 50 ટકા નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જે વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ છે. ભારતીય લોકશાહી પણ તેની વિવિધતામાં અતિ સમૃદ્ધ છે. દેશભરમાં સેંકડો ભાષાઓ બોલાય છે. 900 થી વધુ ટેલિવિઝન ચેનલો વિવિધ ભાષાઓમાં પ્રસારિત થાય છે, અને હજારો અખબારો અને સામયિકો દરરોજ પ્રકાશિત થાય છે. આ જીવંતતા, સમાવેશીતા અને વ્યાપકતા ભારતીય લોકશાહીની સાચી તાકાત છે..." 42 કોમનવેલ્થ દેશોના 61 સ્પીકર છે હાજર ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત નામિબિયાના ડેપ્યુટી સ્પીકર અને મોન્ટસેરાટનું એક પ્રતિનિધિમંડળ પણ કોન્ફરન્સ સ્થળ પર હાજર છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા કોન્ફરન્સની અધ્યક્ષતા કરી રહ્યા છે. 42 કોમનવેલ્થ દેશોના 61 સ્પીકર અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત, ચાર અર્ધ-સ્વાયત્ત સંસદોના પ્રતિનિધિઓ પણ ભાગ લઈ રહ્યા છે. Chaturgrahi Rajyog 2026: મકરસંક્રાંતિ બાદ આ રાશિને મોજ, ચર્તુગ્રહી રાજયોગ કરાવશે ફાયદો જ ફાયદો
Read Full Story arrow_forward