Rajkot : આટકોટમાં બાળકી પર દુષ્કર્મનો કેસ, આજે ગ્રામ્ય કોર્ટ આરોપીની સજાનું એલાન કરશે, પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી
રાજકોટના જસદણ પંથકમાં આટકોટ વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મના ગંભીર મામલે કોર્ટ દ્વારા આજે સજાનું એલાન થવાની માહિતી મળી છે. માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ ઉલ્લેખનિય છે કે આ ગંભીર બનાવમાં આરોપીને ઝડપી લઇને ગ્રામ્ય પોલીસે ઉંડી તપાસ કરી હતી અને ત્યારબાદ ગ્રામ્ય પોલીસે ઘટનાની ઝડપી કાર્યવાહી કરીને માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરી હતી. રામસિંગને દોષિત જાહેર કર્યો કોર્ટે તપાસ અને પુરાવાઓના આધારે આરોપી રામસિંગને દોષિત જાહેર કર્યો છે.આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો ઉલ્લેખનિય છે કે રિકન્સ્ટ્રક્શન દરમ્યાન, આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે પોલીસે તેની બંને પગમાં ગોળીઓ મારી હતી. સમગ્ર મામલે કોર્ટે આરોપીને આજે સજા સંભળાવવાની તૈયારી કરી છે.આ પણ વાંચો---- BMC Election 2026 : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો
Read Full Story arrow_forward