android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh: બંગલા ગેંગના 3 આરોપી ઝડપાયા, પોલીસ પર જ ફાયરિંગ કરી નાસી છૂટવાની ખતરનાક યોજના હતી, પાંચ હથિયારો અને 96 કાર્ટીસ જપ્ત
calendar_today January 15, 2026

Junagadh: બંગલા ગેંગના 3 આરોપી ઝડપાયા, પોલીસ પર જ ફાયરિંગ કરી નાસી છૂટવાની ખતરનાક યોજના હતી, પાંચ હથિયારો અને 96 કાર્ટીસ જપ્ત

જૂનાગઢમાં પોલીસે કુખ્યાત 'બંગલા ગેંગ' ના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લઇ તેમના દ્વારા મંગાવવામાં આવેલ વિસ્ફોટક હથિયારોનો જથ્થો જૂનાગઢ તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે.​પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપ્યાગત તા. ૧૩/૦૧/૨૦૨૬ ના રોજ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે ગંભીર ગુનાના આરોપીઓ સરગવાડા ગામે કમલેશ રબારીના મકાનમાં છુપાયેલા છે.પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દરોડો પાડતા સ્થળ પરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે: કમલેશ લખમણભાઈ ભારાઇ (રહે. સરગવાડા), વિશાલ કાનાભાઈ ભારાઇ (રહે. સરગવાડા), જયેશ ઉર્ફે એભો મેરૂભાઈ ચાવડા (રહે. જૂનાગઢ)ને ઝડપી લીધા છે. જ્યારે પોલીસને જોતા જ જયપાલ ખોડાભાઈ બઢ અને ભરત ખોડાભાઈ બઢ નામના શખ્સો ફરાર થઈ ગયા હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એભો રબારી વિરુદ્ધ હત્યા અને લૂંટ જેવા ૧૭ જેટલા ગંભીર ગુનાઓ પકડાયેલા અને ફરાર આરોપીઓ રીઢા ગુનેગાર છે. ભાવિન બઢ વિરુદ્ધ ખૂની હુમલો, ખંડણી અને પ્રોહિબિશન જેવા ૧૧ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે એભો રબારી વિરુદ્ધ હત્યા અને લૂંટ જેવા ૧૭ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ પર જ ફાયરિંગ કરી નાસી છૂટવાની તેઓએ યોજના હતી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હથિયારોનો જથ્થો ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવિન બઢ અને લાખા હુણ દ્વારા મંગાવવામાં આવ્યો હતો. આરોપીઓનો ઈરાદો એટલો ખતરનાક હતો કે જો પોલીસ તેઓની ધરપકડ કરવા આવે, તો સીધું પોલીસ પર જ ફાયરિંગ કરી નાસી છૂટવાની તેઓએ યોજના બનાવી હતી. પોલીસે હથિયારો જપ્ત કર્યા જોકે, સતર્ક પોલીસે આ બદ ઈરાદાને નાકામ કરી દીધો છે.પોલીસની તપાસ દરમિયાન મકાનમાંથી પોલીસે 2 ​દેશી હાથ બનાવટના હથિયારો, તથા 2 ​દેશી તમંચા, 1 ​દેશી હાથ બનાવટની પિસ્ટલ અને 96 જેટલા જીવતા કાર્ટીસ ઉપરાંત છરીઓ, હથિયાર સફાઈના સાધનો અને મોબાઈલ ફોન કબજે કર્યા હતા. કોઈ પણ પ્રકારની મદદ કરવી તે ગંભીર અપરાધ ​જૂનાગઢ પોલીસે જાહેર જનતાને કડક શબ્દોમાં અપીલ કરી છે કે, કોર્ટ દ્વારા જે આરોપીઓ વિરુદ્ધ વોરંટ નીકળ્યા છે, તેમને આશરો આપવો કે કોઈ પણ પ્રકારની મદદ કરવી તે ગંભીર અપરાધ છે. આવા મદદગારો વિરુદ્ધ પણ પોલીસ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરશે.આ પણ વાંચો----   મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો

Read Full Story arrow_forward
Valsad News : દમણમાં એક તરફ મિત્રો દારુ-બિયર અને સિગારેટની મજા માણતા હતા અને બીજી તરફ આગ લાગવાથી બાથરુમમાં ગૂંગળામણથી મિત્રનું મોત થયું
calendar_today January 15, 2026

Valsad News : દમણમાં એક તરફ મિત્રો દારુ-બિયર અને સિગારેટની મજા માણતા હતા અને બીજી તરફ આગ લાગવાથી બાથરુમમાં ગૂંગળામણથી મિત્રનું મોત થયું

દમણમાં રાજકોટથી આવેલા મિત્રો દારૂ-બિયર અને સિગારેટની મજા માણતા હતા અને બીજી તરફ સિગારેટના તણખાથી આગ લાગી હતી અને બાથરૂમમાં ગૂંગળામણથી એક મિત્રનું મોત થયું હતુ, આ સમગ્ર ઘટનામાં કચીગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને અન્ય મિત્રોની પણ પૂછપરછ કરી છે બાથરુમમાં શાવર ચાલુ કરતા ગૂંગળામણ થઇ હતી રાજકોટથી દમણ મોજ મસ્તી માટે આવેલા ચાર મિત્રોની મોજ મસ્તી માતમમાં ફેરવાઈ ગઈ છે અને દમણના ડાભેલમાં આવેલ પ્રિન્સ ગાર્ડન નામની હોટલમાં આ દુર્ઘટના બની હતી, હોટેલના બીજા માળે મિત્રો દારૂ બિયર અને સિગારેટ ફૂંકવાની મજા માણી રહ્યા હતા અને રૂમમાં સળગેલી સિગારેટના તણખાથી આગ લાગતા પીધેલી અવસ્થામાં વિનય વિરમગામિયા બાથરૂમમાં જઈ પાણીનો સાવર ચાલુ કરતા જીવ ગયો હતો, જો કે અન્ય મિત્રો નીચે રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી આગ લાગવાની જાણ થતાં હોટલના સ્ટાફ સભ્યો સાથે ઉપર જઈને વિનયને બચાવવા પ્રયાસ કર્યો હતો અને બચાવ કામગીરીમાં હોટલના સ્ટાફ સભ્યો પણ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, વિનયને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે વિનયને મૃત જાહેર કર્યો અને સમગ્ર બનાવની તપાસ કચીગામ પોલીસ કરી રહી છે. આ પણ વાંચો : Railway News : ભાવનગર રેલવે મંડળની મીટર ગેજ (MG) ટ્રેન સેવાના સમયમાં ફેરફાર તથા કેટલીક ટ્રેનો રદ કરાઈ 

Read Full Story arrow_forward
Uttarayanમાં ઇમરજન્સી કોલ્સમાં મોટો ઉછાળો, રાત્રે 9 વાગ્યા સુધીમાં 5 હજાર ઇમરજન્સી કેસ, રાજ્યમાં 5 ના મોત
calendar_today January 15, 2026

Uttarayanમાં ઇમરજન્સી કોલ્સમાં મોટો ઉછાળો, રાત્રે 9 વાગ્યા સુધીમાં 5 હજાર ઇમરજન્સી કેસ, રાજ્યમાં 5 ના મોત

ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્યભરમાં ઇમરજન્સી સેવાઓ મોડી રાત સુધી રાજ્યના રસ્તાઓ પર દોડી રહી હતી. પતંગોત્સવની ઉજવણી વચ્ચે ઉતરાયણની રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 5 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે.આ વર્ષે 734 કેસનો વધારો નોંધાયો ગયા વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ 4266 ઇમરજન્સી કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે તેમાં 734 કેસનો વધારો નોંધાયો છે. આ આંકડાઓ ઉત્તરાયણ દરમિયાન વધતા અકસ્માતો અને ઇજાઓની ગંભીરતા દર્શાવે છે.  ત્રણ લોકોના ગળા કપાતા કમકમાટીભર્યા મોત ઉત્તરાયણ પર્વ ચાલી રહ્યો છે અને લોકો ઘરના ધાબા તેમજ બિલ્ડિંગોની છત પર ચડી પતંગબાજીની મોજ માણી રહ્યા છે. જોકે આ મજા કેટલાક લોકો માટે મોતની સજા સાબિત થઈ રહી છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ બનેલી દુર્ઘટનાઓમાં વાહનચાલકો અને વાહનમાં આગળ બેસેલા એક બાળક સહિત કુલ ત્રણ લોકોના ગળા કપાતા કમકમાટીભર્યા મોત થયા છે. પતંગ પકડવાની લહાયમાં એક બાળક સહિત બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો આ ઉપરાંત પતંગ પકડવાની લહાયમાં એક બાળક સહિત બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અરવલ્લીના બાયડ પાસેના ચોઇલા ગામમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે એક યુવકનું ગળું કપાઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેવી જ રીતે ભરૂચના જંબુસરમાં બાઈકસવાર યુવકનું ગળું કપાતા તેનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. વડોદરામાં 10 વર્ષના બાળક અને એક યુવકના મોત વડોદરામાં પણ પતંગ પકડવાની લહાયમાં 10 વર્ષના બાળક અને એક યુવકના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સતત બની રહેલી આવી ઘટનાઓને લઈ પ્રશાસન અને પોલીસ દ્વારા લોકોને સાવચેતી રાખવા તેમજ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો----   મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો

Read Full Story arrow_forward