android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News : વડોદરામાં જાહેરમાં મારામારી કરનાર ક્રિશ માખીજાની પોલીસે કરી ધરપકડ, બે કાન પકડી કહ્યું, ભૂલ થઈ છે મારી
calendar_today January 15, 2026

Vadodara News : વડોદરામાં જાહેરમાં મારામારી કરનાર ક્રિશ માખીજાની પોલીસે કરી ધરપકડ, બે કાન પકડી કહ્યું, ભૂલ થઈ છે મારી

વડોદરામાં જાહેરમાં મારામારી કરનારની પોલીસે ધરપકડ કરી છે અને વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે, પોલીસે આરોપી ક્રિશ માખીજા પાસે માફી મંગાવી છે, અને ગોરવા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી, વડોદરાના ઈન ઓર્બિટ મોલ પાસે જાહેરમાં મારામારી કરી હતી અને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. યુવકે પોલીસ સ્ટેશનમાં માફી માગીને કહ્યું, હું ખાતરી આપું છું કે આવી ભૂલ ફરી નહીં થાય તો પોલીસે વીડિયો વાયરલ થતાની સાથે આ યુવકની ધરપકડ કરી હતી અને વીડિયો મારફતે માફી પણ મંગાવી હતી, પોલીસની સામે યુવકે કહ્યું હતુ કે મારાથી ભૂલ થઈ છે અને બે કાન પકડીને કહ્યું કે આવી ભૂલ ફરી નહી કરૂ, પોલીસે ક્રિશ મનીશભાઈ મખીજા (ઉંમર 20 વર્ષ, રહે. 307, આર્કોન અણપ, રાત્રી બજાર પાછળ, વડોદરા)ની ગોરવા પોલીસે ધરપકડ કરી હતી. બોલાચાલી બાદ રોડ પર ધક્કામુક્કી થઈ હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કારણ સામે આવ્યું હતુ અને તેમાં વાત સામે આવી કે, મારમારનાર યુવક ગેંડા સર્કલથી જઈ રહ્યો હતો અને રસ્તામાં એક યુવક સાથે બોલાચાલી થઈ અને ત્યારબાદ મારમારી પણ થઈ હતી અને મામલો વકર્યો હતો, બાદમાં પોલીસે ક્રીશની ધરપકડ કરી હતી અને તેણે માંફી પણ માંગી હોવાની વાત સામે આવી છે, ગોરવા પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ રાખી છે. આ પણ વાંચો : Anand News : પેટલાદના પાળજ ગામે રાત્રિ દરમિયાન ઉજવાય છે ઉતરાયણ, વાંચો Inside Story

Read Full Story arrow_forward
Surat : મોટા વરાછા વિસ્તારમાં પતરાના શેડમાં બનાવવામાં આવેલી દુકાનોમાં આગ, ભીષણ આગ બાજુની 3થી 4 દુકાનમાં પ્રસરી
calendar_today January 15, 2026

Surat : મોટા વરાછા વિસ્તારમાં પતરાના શેડમાં બનાવવામાં આવેલી દુકાનોમાં આગ, ભીષણ આગ બાજુની 3થી 4 દુકાનમાં પ્રસરી

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા પતરા ના શેડમાં બનાવવામાં આવેલી દુકાનોમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ એક ગોડાઉનમાં આગ ભભૂકતાં જ તેની બાજુમાં આવેલી રમકડાની દુકાન પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. બાજુની ત્રણથી ચાર દુકાનોમાં પ્રસરી એક દુકાનમાં લાગેલી આગ જોતજોતામાં બાજુની ત્રણથી ચાર દુકાનોમાં પ્રસરી ગઈ, સમગ્ર વિસ્તારમાં ભયજનક પરિસ્થિતિ સર્જી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની જ્વાળાઓ અને ધુમાડાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.  પાણીનો મારો શરૂ કરી આગ પર કાબુ મેળવી લીધો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની પાંચથી સાત ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ ભારે મહેનત બાદ પાણીનો મારો શરૂ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. લાંબા સમયની જહેમત પછી આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, જોકે દુકાનોમાં રહેલ તમામ માલસામાન બળી ને ખાખ થઈ જતા વેપારીઓને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનાને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો----   મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો

Read Full Story arrow_forward
Railway News : ભાવનગર રેલવે મંડળની મીટર ગેજ (MG) ટ્રેન સેવાના સમયમાં ફેરફાર તથા કેટલીક ટ્રેનો રદ કરાઈ
calendar_today January 15, 2026

Railway News : ભાવનગર રેલવે મંડળની મીટર ગેજ (MG) ટ્રેન સેવાના સમયમાં ફેરફાર તથા કેટલીક ટ્રેનો રદ કરાઈ

આ ફેરફાર તારીખ 19 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, સુધારેલ સમયસૂચીનું વિગતવાર વર્ણન સંબંધિત સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે તથા રેલવેના અધિકૃત માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેથી મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. મુસાફરોને વિનંતી છે કે મુસાફરી પૂર્વે નવીનતમ સમયસૂચીની માહિતી અવશ્ય મેળવી લે.નીચે મુજબની મીટર ગેજ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે 01-ટ્રેન નંબર 52951/52952 જુનાગઢ–દેલવાડા–જુનાગઢ 02-ટ્રેન નંબર 52929/52930 જુનાગઢ–વેરાવળ–જુનાગઢ 03-મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 52951/52952 (જુનાગઢ–દેલવાડા–જુનાગઢ) રદ થવાને કારણે જેતલસરથી દેલવાડા જતા મુસાફરો માટે તલાલા સ્ટેશન પર અધિકૃત કનેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત ટ્રેન નંબર 52949/52950 (વેરાવળ–દેલવાડા–વેરાવળ) સાથે ટ્રેન નંબર 52946/52933 (જુનાગઢ–વેરાવળ–જુનાગઢ)નું અધિકૃત જોડાણ આપવામાં આવ્યું છે. આ ટ્રેનના સ્ટેશન આગમનનો સમય આ પ્રમાણે રહેશે 01-ટ્રેન નંબર 52949 વેરાવળ–દેલવાડા મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 08:50 વાગ્યે અને દેલવાડા સ્ટેશન પર આગમન સમય 12:30 વાગ્યે રહેશે. 02-ટ્રેન નંબર 52946 જુનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી જુનાગઢ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 06:15 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય 10:40 વાગ્યે રહેશે. 03-ટ્રેન નંબર 52955 વેરાવળ–જુનાગઢ મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 06:15 વાગ્યે અને જુનાગઢ સ્ટેશન પર આગમન સમય 10:20 વાગ્યે રહેશે. 04-ટ્રેન નંબર 52933 વેરાવળ–જુનાગઢ મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 14:45 વાગ્યે અને જુનાગઢ સ્ટેશન પર આગમન સમય 18:55 વાગ્યે રહેશે. 05-ટ્રેન નંબર 52956 જુનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન, તારીખ 20.01.2026 થી જુનાગઢ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 08:00 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય 12:10 વાગ્યે રહેશે. 06-ટ્રેન નંબર 52950 દેલવાડા–વેરાવળ મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી દેલવાડા સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 13:00 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય 16:35 વાગ્યે રહેશે. આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં જાહેરમાં મારામારી કરનાર ક્રિશ માખીજાની પોલીસે કરી ધરપકડ, બે કાન પકડી કહ્યું, ભૂલ થઈ છે મારી

Read Full Story arrow_forward