android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: બાવળા-બગોદરા હાઈવે પર પતંગની દોરીનો કહેર
calendar_today January 14, 2026

Ahmedabad News: બાવળા-બગોદરા હાઈવે પર પતંગની દોરીનો કહેર

ઉત્તરાયણના પર્વ પર પતંગની જીવલેણ દોરીના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત છે. અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર પતંગની દોરી વાગવાથી એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. હાઈવે પરથી પસાર થતી વખતે અચાનક આવેલી દોરી ફાંસો બનીને આવી હતી.રામનગર પાટીયા પાસે બની ઘટના ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર આવેલા રામનગર પાટીયા પાસેથી જ્યારે એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો, ત્યારે આકાશમાંથી લટકતી પતંગની દોરી તેના ગળા અથવા ચહેરાના ભાગે આવી ગઈ હતી. વાહનની ગતિ અને દોરીની ધારને કારણે યુવકને તાત્કાલિક ઈજાઓ પહોંચી હતી અને તે રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો. સરકારી હોસ્પિટલમાં સારવાર અકસ્માતને પગલે આસપાસના લોકો અને વાહનચાલકો તેની મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં બાવળાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. સદનસીબે સમયસર સારવાર મળી જતાં મોટી જાનહાનિ ટળી છે. હાઈવે પર મુસાફરી કરતા લોકો માટે ચેતવણી ઉત્તરાયણના દિવસે હાઈવે પર ખુલ્લી જગ્યા હોવાથી પતંગની દોરીઓ વધુ પ્રમાણમાં રસ્તા પર ઉતરી આવતી હોય છે. બાવળા પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે, હાઈવે પરથી પસાર થતી વખતે ગળામાં સુરક્ષા પટ્ટી અથવા હેલ્મેટનો ઉપયોગ અવશ્ય કરવો, જેથી આવા જીવલેણ અકસ્માતોથી બચી શકાય. આ પણ વાંચો - Makar Sankranti 2026 : દેવપગલીના ગીતો અને હકાભાના હાસ્ય, અમદાવાદમાં સેલિબ્રિટીઝની અનોખી પતંગબાજી

Read Full Story arrow_forward
Tej Pratap Yadavએ Tejashwi Yadav પર કર્યા પ્રહાર, દહીં-ચૂડામાં ગેરહાજર રહેતા 'જયચંદ'ના નામે કર્યો કટાક્ષ
calendar_today January 14, 2026

Tej Pratap Yadavએ Tejashwi Yadav પર કર્યા પ્રહાર, દહીં-ચૂડામાં ગેરહાજર રહેતા 'જયચંદ'ના નામે કર્યો કટાક્ષ

તેજ પ્રતાપે કહ્યું હતુ કે, જયચંદે તેમને ઘેરી લીધા હશે, તેથી જ તેઓ આવ્યા ન હતા. હું રાત્રે 9 વાગ્યા સુધી તેમની રાહ જોઈશ.  તેજસ્વી યાદવ ગેરહાજર તેજ પ્રતાપ યાદવના પિતા લાલુ પ્રસાદ યાદવ, નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના વડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ, જનતા દળ યુનાઇટેડના વરિષ્ઠ નેતા અને બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરી, તેજ પ્રતાપ યાદવના મામા, ભૂતપૂર્વ સાંસદ સાધુ યાદવ અને મામા પ્રભુનાથ યાદવ સહિત અન્ય લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે, તેજસ્વી યાદવ ગેરહાજર રહ્યા હતા. મીડિયા સાથે થયા તેજ પ્રતાપ રૂબરુ મીડિયાનો સામનો કરતા તેજ પ્રતાપ યાદવે કહ્યું હતુ કે, તે થોડો મોડો સૂવે છે. હું રાત્રે 9 વાગ્યા સુધી તેજસ્વી યાદવની રાહ જોઈશ. તેમણે મીડિયાને કહ્યું કે મીડિયા તેજસ્વી યાદવને પૂછી શકે છે કે શું તે આવવા માંગે છે. અમે તેમને આમંત્રણ આપ્યું હતું. તેજ પ્રતાપે કહ્યું કે તેમની માતા આવી નથી. પરંતુ તેમના પિતા આવ્યા હતા. તેમને તેમના માતા-પિતા અને બધાના આશીર્વાદ છે. આગામી ચૂંટણી તેજ પ્રતાપે શું કહ્યુ ? આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડવા અંગે, તેજ પ્રતાપ યાદવે કહ્યું કે તેઓ મમતા બેનર્જી સામે ચૂંટણી લડશે, તેમની સાથે નહીં. મમતા બેનર્જી હાલમાં જયચંદ ગેંગમાં છે. મેં ચૂંટણી લડી અને હું હારી ગયો. જો કોઈ વ્યક્તિ સતત જીતી રહ્યો છે, તો તે હારી પણ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને દરેક જગ્યાએથી ઓફરો મળે છે, પરંતુ તેમને સ્વીકારવી કે નહીં તે તેમના પર નિર્ભર છે. તેમણે જ્યાં પણ જવું પડશે, તે પહેલા મીડિયાને જાણ કરશે. આ પણ વાંચોઃ Lifestyle: રોજ સવારે ખાલી પેટ ગરમ પાણી પીવામાં આવે તો શરીર પર શું જોવા મળે છે અસર?, જાણો નિષ્ણાત પાસેથી 

Read Full Story arrow_forward
Banaskantha News: પાલનપુરમાં ઉદ્યોગપતિ હસમુખ પટેલે સગીરા પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ધરપકડ કરી
calendar_today January 14, 2026

Banaskantha News: પાલનપુરમાં ઉદ્યોગપતિ હસમુખ પટેલે સગીરા પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ધરપકડ કરી

ગુજરાતમાં સગીર વયની દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં એક ઉદ્યોગ પતિએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ થતાં જ પોલીસે ઉદ્યોગપતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુરમાં ઉદ્યાગપતિએ સગીરા પર કર્યું દુષ્કર્મ બનાસકાંઠાના પાલનપુરમાં ઉદ્યોગપતિ હસમુખ પટેલ એક સગીરાને લલચાવીને જુદી જુદી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં તેણે સગીરા પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારે ઉદ્યોગપતિ સામે ફરિયાદ કરતાં પાલનપુર પશ્ચિમ પોલીસે આરોપી હસમુખ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Patan News: ઉત્તર ગુજરાતના કોળી સમાજે નિયમો બનાવ્યા, મોંઘવારીને ધ્યાનમાં રાખી બંધારણ ઘડાયું

Read Full Story arrow_forward