android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: પતંગની કાતિલ દોરીનો શિકાર બન્યો
calendar_today January 14, 2026

Bhavnagar News: પતંગની કાતિલ દોરીનો શિકાર બન્યો

મકર સંક્રાંતિના પર્વ પર જ્યાં એકબાજુ આકાશમાં પતંગોનો પેચ લડાઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ આ જ પતંગની દોરી નિર્દોષ રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. ભાવનગરના ભરતનગર વિસ્તારમાં પતંગની દોરી વાગવાથી એક 16 વર્ષના કિશોરને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે. આ કિસ્સો ઉત્તરાયણના પર્વ પર લોકો માટે લાલબત્તી સમાન છે.ટ્યુશન જતી વખતે બની ઘટના મળતી માહિતી મુજબ, ભરતનગર શેત્રુંજય-2 સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ ઉજૈનિયાનો 16 વર્ષના પુત્ર આજે બપોરના સમયે પોતાના ઘરેથી ભરતનગર બાપા સીતારામ ચોક વિસ્તારમાં ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. આ કિશોર જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક પતંગની કાતિલ દોરી તેના ગળાના ભાગે આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે કિશોરના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો. તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કિશોરને ગળાના ભાગે ઊંડો ઘા પડ્યો હોવાથી તેની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. હાલ તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. વાલીઓ માટે ચેતવણી ઉત્તરાયણ દરમિયાન ભાવનગરમાં દોરી વાગવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને ટુ-વ્હીલર પર જતા વાહનચાલકોએ ગાર્ડ લગાવવા જોઈએ અને રાહદારીઓએ ગળામાં મફલર પહેરવા જોઈએ. ટ્યુશન કે શાળાએ જતા બાળકોના વાલીઓએ પણ આ સમયે વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે. આ પણ વાંચો - Bhavnagar:ફ્લેટમાં ઘરકામ કરતી મહિલાએ રૂ.4.80 લાખના દાગીના ચોર્યા

Read Full Story arrow_forward
Jamnagar News: એરપોર્ટને ધમકી ભર્યો મેઈલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
calendar_today January 14, 2026

Jamnagar News: એરપોર્ટને ધમકી ભર્યો મેઈલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

તાજેતરમાં જ ગુજરાતની હાઈકોર્ટ અને લોઅર કોર્ટ સહિત સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. હવે જામનગર એરપોર્ટને આ પ્રકારનો મેઈલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને ચેકિંગ શરૂ કર્યું હતું. જામનગર એરપોર્ટને ધમકી ભર્યો ઇ-મેઇલ મળ્યો જામનગર એરપોર્ટને ધમકી ભર્યો ઈ મેઈલ મળ્યો હતો. જેની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. પોલીસે એરપોર્ટના ખૂણે ખૂણે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. મુસાફરો અને સામાન સહિતની તપાસ કરવામાં આવી હતી. એરપોર્ટમાં સંવેદનશીલ સ્થળોની પણ તપાસ કરાઈ હતી. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતાં તંત્રને રાહત થઈ હતી. આ ધમકી ભર્યો મેઈલ ક્યાંથી આવ્યો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ World News : ઈરાન તાત્કાલિક છોડી દો.. ભારતીય દૂતાવાસે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

Read Full Story arrow_forward
Chhota Udepur News: લીઝ માફિયાઓના પાપે 13 વર્ષની માસૂમનું મોત
calendar_today January 14, 2026

Chhota Udepur News: લીઝ માફિયાઓના પાપે 13 વર્ષની માસૂમનું મોત

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામ પાસે આવેલી સુખી નદીમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. નદીના પટમાં ચાલતી લીઝના ઊંડા ખાડામાં ડૂબી જવાથી ગંભીરપુરા ગામની 13 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિકોમાં લીઝ માફિયાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.રમતી વખતે કાળ આંબી ગયો ઘટનાની મળતી માહિતી અનુસાર, ગંભીરપુરા ગામમાં રહેતા સંજયભાઈ રાઠવાની 13 વર્ષીય પુત્રી કોમલબેન રાઠવા આજે સુખી નદીના કિનારે રમી રહી હતી. રમતા-રમતા અચાનક તેણીનો પગ લપસતા તે નદીના પટમાં લીઝ દ્વારા ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં પડી ગઈ હતી. ખાડો પાણીથી ભરેલો હોવાથી અને વધુ ઊંડો હોવાથી માસૂમ બાળકી બહાર નીકળી શકી ન હતી અને તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. લીઝ માફિયાઓ સામે આક્ષેપ આ અકસ્માત બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, લીઝ માફિયાઓ દ્વારા નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે નદીમાં અત્યંત ઊંડા ખાડા ખોદવામાં આવે છે. રેતી ખનનની લાલચમાં ખોદાયેલા આ ખાડાઓ હવે નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા આજે એક માસૂમનો ભોગ લેવાયો છે. કાયદેસરની કાર્યવાહીની માગ બાળકીના મોતથી રોષે ભરાયેલા ગ્રામજનોએ માગ કરી છે કે, તત્કાલિક ધોરણે આ લીઝની માપણી કરવામાં આવે અને જવાબદાર લીઝ માલિક સામે કાયદેસરનો ગુનો નોંધી સખત કાર્યવાહી કરવામાં આવે. હાલ પાવી જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Chhota Udepur News: કાર દુકાનમાં ઘુસી, સરપંચની નેમ પ્લેટ અને દારૂના ગ્લાસ મળ્યા

Read Full Story arrow_forward