Surendranagar: ધ્રાંગધ્રાના ગોપાલગઢમાં બનતા સમ્પમાં ગુણવતા વગરનું કામ થતું હોવાની રાવ
ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામે ચાલતા પાણીના ટાંકાના કામમાં ગુણવતા વગરનું કામ થતુ હોવાની ગ્રામજનોની રજૂઆતને લઇ જિલ્લા પંચાયત સદસ્યએ યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામમાં પાણીનો સરકારી ટાંકો બની રહયો છે.આ ટાકાની જગ્યામાં નીચે પાણી ભરેલુ હોવા છતાય કોન્ક્રીટનું કામ ચાલુ કરાયુ છે અને સરકારી એન્જી.કે સ્ટાફ વગર આડેધડ કામ થઇ રહયુ છે. આમ ગુણવતા વગરનું કામ થતુ હોવા છતાય ગ્રામજનોનું કોન્ટ્રાકટર સાંભળ્યા વગર જ કામ કરતા હોવાની ગ્રામજનોએ જિલ્લા પંચાયત સદસ્ય પપ્પુભાઇ ઠાકોરને રજૂઆત કરી હતી.આ ગંભીર બાબતની પપ્પુભાઇ ઠાકોરે પાણી પુરવઠા મંત્રી સહિત ઉંચ કક્ષાએ ગોપાલગઢના ટાંકાનું ગુણવતા વગરનું કામ તાત્કાલીક બંધ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward