android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: અંબાજી નેળિયા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા
calendar_today January 13, 2026

Patan: અંબાજી નેળિયા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા

પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા અંબાજી નેળીયા વિસ્તારમાં કાચા અને પાકા ગેરકાયદે કરાયેલા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી.આગામી સમયમાં રૂપિયા 15 લાખના ખર્ચે સારથી નગરથી નિર્મળ નગર સુધી નવિન રોડ બનાવાશે જેથી કરીને સ્થાનિકો અને રાહદારીઓને અવરજવરમાં સુવિધા મળી રહેશે.આ બાબતે પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે નિયમિત સાફ્ સફાઈ દરમિયાન રસ્તા અને પાણીના વહેણમાં અવરોધિત કાચા અને પાકા દબાણો જોવા મળ્યા હતા.જેને લઈ પાલીકા દ્વારા તાત્કાલિક અસરથી 3 કાચા અને પાકા છાપરા સહિત એક શેડ અને એક મોટું જાહેરાતનું હોર્ડિંગ દુર દુર કરવામાં આવ્યું છે તદ્પરાંત પાણીના નિકાલમાં અવરોધિત દિવાલો પણ તોડી પાડી રસ્તો ખુલ્લો કરાયો છે.દબાણો હટાવવાની કામગીરી સાથે જ વિસ્તારમાં માળખાગત સુવિધા વધારવા ભાર મુકાયો છે.જેમા અંબાજી નેળીયામાં સારથી નગરથી નિર્મળ નગર સુધી કેનાલની સમકક્ષ રૂપિયા 15 લાખના ખર્ચે રોડ બનાવવાની કામગીરી ટુંક સમયમાં જ શરૂ થશે.જેને લઈ વિસ્તારનો વિકાસ થશે તેમજ વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં સુવિધા મળી રહેશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: કૂતરું બચાવવા જતાં કાળચક્ર ફર્યું રિક્ષા પલટી મારતાં એકનું મોત
calendar_today January 13, 2026

Patan: કૂતરું બચાવવા જતાં કાળચક્ર ફર્યું રિક્ષા પલટી મારતાં એકનું મોત

રાધનપુર તાલુકાના દેવગામ નજીક કુતરુ બચાવવા જતા રીક્ષા રોડની સાઈડમાં પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં એકનું મોત થયું હતું જ્યારે ત્રણથી વધારે લોકો ઘાયલ થયા હતા.રાધનપુર તાલુકાના નાયતવાડા ગામના મુસાફરો ગતરોજ ભાભર તાલુકાના બુરેઠા ગામે લોકાચાર હોવાથી રીક્ષા લઈને બુરેઠા ગામે જઈ રહ્યા હતા અને તેવા સમયે દેવ ગામ થી દોઢ કિલોમીટરના અંતરે રીક્ષા વચ્ચે અચાનક કૂતરું આવી જતા પુર ઝડપે ચાલી રહેલ રીક્ષા ચાલક રબારી કમાભાઈ સગરામભાઇએ બ્રેક કરતા ની સાથે જ રીક્ષા રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતે રિક્ષામાં બેઠેલ દાનાભાઈ પુનાભાઈ રબારી,અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી પરંતુ રબારી જામાભાઈ રામસીભાઈ રીક્ષા નીચે આવી જતા તેઓની તાબડતોબ રીક્ષા ઊંચી કરીને બહાર નીકળ્યા હતા અને તાત્કાલિક ધોરણઓ તેઓને વધુ સારવાર માટે રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા પરંતુ અકસ્માત દરમિયાન જામાંભાઈને છાતીના ભાગે વધુ ઇજાઓ થતા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે જામાંભાઈ ને મૃત જાહેર કર્યા હતા. જે અકસ્માતના બનાવે મગનભાઈ નાગજીભાઈ રબારી રાધનપુર પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: રાધનપુર પોલીસ અને નગરપાલિકાએ નડતરરૂપ દબાણો હટાવ્યા
calendar_today January 13, 2026

Patan: રાધનપુર પોલીસ અને નગરપાલિકાએ નડતરરૂપ દબાણો હટાવ્યા

રાધનપુર મેઇન બજારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફ્કિની સમસ્યા ઉદભવી રહી છે. આમ દુકાન આગળ જ વાહન ચાલકો આડેધડ રીતે પાર્કિંગ કરતા અન્ય રાહદારીઓ તેમજ વાહનચાલકોને બજારમાં જવામાં ભારે મુશ્કેલી સહન કરવી પડતી હતી. આમ રાધનપુર બજારમાં આડેધડ રીતે ઉભા કરી દીધેલા લારી ગલ્લાઓ ને કારણે ટ્રાફ્કિ સમસ્યા ઉદભવતી હોવાનું રાધનપુર નગરપાલિકા તેમજ રાધનપુર પોલીસને ધ્યાને આવતા છેલ્લા બે દિવસથી પોલીસ અને નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ કર્તાઓ સામે લાલ આંખ કરી છે. અને છેલ્લા બે દિવસથી રાધનપુર ડી વાય.એસ.પી તેમજ રાધનપુર પીઆઇ આર કે પટેલ સહીત રાધનપુર નગરપાલિકાની ટીમ દ્વારા જાહેર માર્ગ પર પાર્કિંગ કરેલા વાહન ચાલકો તેમજ દબાણ કર્તાઓ ને હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરી હતી ત્યારે રાધનપુર મેઇન બજારથી ગાયત્રી મંદિર રોડ તેમજ હેપ્પી મોલ રોડ અને હાઇવે ચાર રસ્તા થી બસ સ્ટેન્ડ સુધીના રોડ પર અડચણરૂપ 30 કરતા વધારે લારી અને ગલ્લાઓ હટાવી માર્ગો ખુલ્લા કર્યા હતા. જ્યારે મેઇન બજારમાં આડે ધડ રીતે વાહન પાર્કિંગ કર્તાઓ સામે દંડ ફ્ટકારવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી. જ્યારે રાધનપુરમાં બનાવેલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની સુવિધા બંધ હોય તેઓને તાત્કાલિક ધોરણે પાર્કિંગની સુવિધા ચાલુ કરવા માટેની પણ કડક સૂચના આપી દેવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward