Patan: કલેકટરે વિવિધ વિભાગોના તબીબો સાથે બેઠક યોજી
પાટણ જીલ્લા કલેકટર તુષાર ભટ્ટે આરોગ્યના તમામ કાર્યક્રમોને વધું સઘન બનાવવા અને સરકારી યોજનાઓ સામાન્ય જનતા સુધી સમયસર પહોંચે તેમજ માતા અને બાળ મરણ દર ઘટાડવા વેક્સિનથી અટકાવી શકાય તેવા રોગો, સંચારી રોગો તથા ટીબી જેવા કેસોની ખાનગી આરોગ્ય સંસ્થાઓમાંથી સમયસર નોટીફ્કિેશન તે માટેની પ્રક્રિયા તદ્પરાંત લોહીની તાત્કાલિક જરૂરીયાત સમયે ખાનગી બ્લડ બેંકોમાંથી લોહી ઉપલબ્ધ બને તે અંગે તથા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધણી અને દર મહિને 9 અને 24 તારીખે યોજાતી પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત વધુમાં વધુ ગર્ભવતી માતાઓને જોડાવવા અંગે ચર્ચા કરી હતી.કલેક્ટર દ્વારા તબીબોના સહયોગથી જીલ્લામાં માતા બાળ સ્વાસ્થ્ય સેવાઓ,ટીબી નોટિફ્કિેશન અને બ્લડ બેંક સુવિધાઓ વધું મજબૂત અને અસરકારક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.તથા જાહેર અને ખાનગી ભાગીદારીથી આરોગ્ય સેવાઓને નવી ઉંચાઈએ લઈ જવાની અપીલ કરી હતી. યોજાયેલ બેઠકમાં IMA, IAP તથા FOGSI ના પ્રમુખો અને મંત્રીઓ સહિત શહેરના અગ્રણી ખાનગી તબીબો, બ્લડ બેંકના હોદ્દેદારો, સરકારી મેડિકલ કોલેજના સ્ત્ર્રીરોગ અને બાળરોગ વિભાગના વડાઓ, તાલુકા હેલ્થ ઓફ્સિર, જીલ્લા આર.સી.એચ અધિકારી તેમજ મુખ્ય જીલ્લા તબીબી અધિકારી અને જનરલ હોસ્પિટલ પાટણ અને સિદ્ધપુરના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward